Monday, February 16News That Matters

ભાવનગર જિલ્લાનાં બાગાયત ખેડૂતો “માળી તાલીમ યોજના” માટે અરજી કરી શકાશે

‘અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ’

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર  

રાજ્યમાં બાગાયતનો વ્યાપ વધારવા માટે તેમજ તાલીમ થકી યુવાનો તેમના કૌશલ્યમાં વૃદ્ધિ કરી શકે તે હેતુથી વર્ષ ૨૦૨૩-૨૪માં રાજ્ય સરકાર દ્વારા ‘અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ’ હેઠળ માળી તાલીમ યોજના અમલમાં મૂકવમાં આવી છે. આ તાલીમ હેઠળ તાલીમાર્થીઓને પ્રતિદિન રૂ.૨૫૦ સ્ટાઇપેન્ડ/વૃતીકા આપવામાં આવશે. આ યોજના અંતર્ગત ૩ દિવસ માટે ૮ કલાકનું તાલીમ સત્ર યોજવામાં આવશે. તાલીમમાં ભાગ લેવા માટે ઈચ્છુક ૧૮ થી ૪૫ વર્ષના વયજૂથમાં સમાવિષ્ઠ માળીકામ સાથે સંકળાયેલા વ્યક્તિઓએ આગમી તા.૧૮/૦૮/૨૦૨૩ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક વ્યક્તિઓએ આઈ ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) દ્વારા મોબાઈલ, ગ્રામ પંચાયત અથવા સાઈબર કાફેમાંથી ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કરવાની રહેશે ત્યારબાદ અરજીમાં સહી કરી જરૂરી સાધનિક કાગળો સાથે રાખી સમય મર્યાદામાં અરજી નાયબ બાગાયત નિયામકની કચેરી, ભાવનગર ખાતે રજુ કરવાની રહેશે.

સામાન્ય રીતે, અરજદારો અરજી કર્યા બાદ અરજી કચેરીમાં જમા કરાવતા ન હોવાથી અરજી ના-મંજુર કે સહાય મેળવવામાં વિલંબ થાય છે જેની તમામ અરજદારોએ નોંધ લેવી તેમજ વધુ માહિતી અને માર્ગદર્શન માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર ખાતે રૂબરૂ અથવા કચેરીના ટેલિફોન નંબર ૦ર૭૮-ર૪ર૦૪૪૪ પર સંપર્ક સાધવા જણાવવામાં આવેલ છે.

ગુજરાત બ્યુરો ચીફ : ડો.હકીમ ઝવેરી 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *