Sunday, February 15News That Matters

માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના હસ્તે કચ્છના રાજીબેન વણકરનું પ્લાસ્ટિક વેસ્ટના મેનેજમેન્ટ માટે સન્માન

સ્વચ્છ સુજલ શક્તિ સન્માન 2023

હિન્દ ટીવી – ગુજરાતી, ભુજ

આજ રોજ દિલ્હી ખાતે યોજાયેલા સ્વચ્છ સુજલ શક્તિ સન્માન સમારોહમાં કચ્છ જિલ્લાના રાજીબેન વણકરને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની શ્રેષ્ઠ કામગીરી માટે પસંદગી કરીને માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રોપદી મુર્મુ દ્વારા સન્માનિત કરાયા હતા.

ભારત સરકાર દ્વારા સ્વચ્છ સુજલ શક્તિ સન્માન 2023 કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના રાજીબેન વણકરને બાયો ડીગ્રેડેબલ વેસ્ટ તેમજ પ્લાસ્ટિક વેસ્ટના મેનેજમેન્ટ માટે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુના વરદહસ્તે આ સન્માન પ્રાપ્ત થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *