Sunday, February 15News That Matters

તા.૨૩ માર્ચનાં રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

જિલ્લા કક્ષાનો માર્ચ-૨૦૨૩ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૩/૦૩/૨૦૨૩ ના રોજ ૧૧:00 કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવી એક વિષયની એક અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા સાથે રજૂ કરી શકશે અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૩/૨૦૨૩ સુધીમાં કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે તેમ નિવાસી અધિક કલેક્ટર, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.

ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી ભાવનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *