Saturday, September 5News That Matters

Gujarat

ગરબાડા તાલુકામાં ગુલબાર ગામ ખાતે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ માટે રવિ ઋતુની વાવણી પૂર્વ ક્લસ્ટર તાલીમ યોજાઇ

ગરબાડા તાલુકામાં ગુલબાર ગામ ખાતે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ માટે રવિ ઋતુની વાવણી પૂર્વ ક્લસ્ટર તાલીમ યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, દાહોદ ગરબાડા તાલુકામાં ગુલબાર ગામ ખાતે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ માટે રવિ ઋતુની વાવણી પૂર્વ ક્લસ્ટર તાલીમ યોજાઇ      દાહોદ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત દ્વારા રવિ ઋતુ પૂર્વ તાલીમ સ્વયં પ્રેરિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત ગરબાડા તાલુકાના ગુલબાર ગામ ખાતે પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ માટે રવિ ઋતુની વાવણી પૂર્વ ક્લસ્ટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.  જિલ્લામાં ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે પાકમાં ઉપયોગી જેવા કે , જીવામૃત ઘન જીવામૃત સહિતના પાંચ આયામો ઘરે જ તૈયાર કરવામાં આવે તે અંગે સમજણ આપવામાં આવે છે. સાથે પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદાઓ વિશે સમજાવવામાં આવે છે.તેમજ તાલીમમાં ઉપસ્થિત રહેલા તમામ મિત્રો...
ટીબી મુક્ત ભારત અભિયાન-દાહોદ

ટીબી મુક્ત ભારત અભિયાન-દાહોદ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, દાહોદ     દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી શોધખોળ માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન ટીબીના જોખમ ધરાવતા કુલ ૧૬૫ લાભાર્થીઓનું પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. એક્સ-રેમાં એબ્નોર્મલ પરિણામ આવતા લાભાર્થીઓની NAAT તપાસ કરાશે અને જરૂર જણાય ત્યાંથી સારવાર શરૂ કરવામાં આવશે. એક્સ-રે નેગેટિવ આવનાર તમામ લાભાર્થીઓનું CY TB ટેસ્ટ કરવામાં આવશે, જેથી ચોક્કસ નિદાન સુનિશ્ચિત થઈ શકે....
દાહોદ જિલ્લામાં શહેર અને ગ્રામ્યમાં કુલ ૫૫ જેટલા નિ:શુલ્ક યોગ વર્ગ તેમજ 3 કેમ્પ મેદસ્વિતા મુક્તિ માટેના કાર્યરત

દાહોદ જિલ્લામાં શહેર અને ગ્રામ્યમાં કુલ ૫૫ જેટલા નિ:શુલ્ક યોગ વર્ગ તેમજ 3 કેમ્પ મેદસ્વિતા મુક્તિ માટેના કાર્યરત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, દાહોદ      ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર ચેરમેન યોગસેવક શીશપાલજી નાઓના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના તાલુકાના અંતરિયાળ ગામ ડુમકા ખાતે યોગ ટ્રેનર અનિલભાઈ દ્વારા યોગ વર્ગ ચલાવવામાં આવે છે. જેમાં ગામના લોકો વહેલી સવારે યોગ શીખવા આવે છે. પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થઇ યોગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સમગ્ર ગુજરાતભરમાં આવા યોગ વર્ગ ચલાવી રહ્યું છે. જેથી કરીને હવે ફક્ત શહેરમાં જ નહિ પરંતુ ગામડાઓમાં પણ લોકો યોગ કરતા થયા છે. આ યોગવર્ગ નો આવનાર સમયમાં દરેક ગામ સુધી યોગ વર્ગ શરુ થાય તેવો લક્ષયાંક છે. લોકો હવે સ્વાસ્થ્ય માટે જાગૃત થઇ રહ્યા છે અને ભ્રામક માન્યતાઓથી દૂર રહી યોગ તરફ આગળ વધી રહ્યા છે. દાહોદ જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શહેર અને ગ્રામ્યમાં કુલ ૫૫ જેટલા નિ:શુલ્ક યોગ વર્ગ ચાલી રહ્યા છે. તેમજ 3 કેમ્પ મેદસ્વિતા મુક્તિ માટે ...
કે.વી.કે. વઘઈ ખાતે પીએમ પ્રણામ પર કિશાન સંગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

કે.વી.કે. વઘઈ ખાતે પીએમ પ્રણામ પર કિશાન સંગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ       નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્મા અને કે.વિ.કે., વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. જે. બી. ડોબરીયાના માર્ગદર્શન હેઠળ કે.વિ.કે., વઘઈ ખાતે પીએમ પ્રણામ યોજના અંતર્ગત એન.કે.એસ.કે., ચિખલી અને જી.એન.એફ.સી.લી. દ્વારા "કુદરતી ખેતી દ્વારા માટીનું સંવર્ધન" (Soil enrichment through Natural Farming) અંગે કિશાન સંગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ તાલીમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે ફરજ બજાવતા ડૉ. જે. બી. ડોબરીયા (વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા) એ પ્રાકૃતિક ખેત પેદાશોની બજાર વ્યવસ્થા તથા કે.વી.કે ના કાર્યો, ડૉ. પ્રતીક જાવીયા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) એ સેંદ્રિય કાર્બન અને જમીન આરોગ્ય તેમજ શ્રી બી. સી. નાયક, એરિયા મેનેજર (જી. એન. એફ. સી., સુરત) એ પીએમ પ્રણામ યોજનાની વિસ્તૃત માહિતી અંગે વ્યાખ્યાયન આપ્યું હતું. આ કા...
ડાંગ જિલ્લાના ચિકાર ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામોમાં ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ ની તાલીમ યોજાઈ

ડાંગ જિલ્લાના ચિકાર ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામોમાં ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ ની તાલીમ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ       ડાંગ જિલ્લાના ચિકાર ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામોમાં, ખેડુત માસ્ટર ટ્રેનર તેમજ કૃષિ સખી ટ્રેનર દ્વારા ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામોની વિસ્તૃત સમજણ આપવામાં આવી રહી છે. ખાસ કરીને જીવા મૃત, ઘન જીવામૃત, બીજા મૃત જેવી જૈવિક દવાઓની બનાવટ અને તેનો ઉપયોગ, પાક માટે અનુકૂળ પદ્ધતિઓ, સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ કુદરતી કીટક નિયંત્રણના ઉપાયો, તેમજ પ્રાકૃતિક રીતે પાકની ઉપજ વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.     કૃષિ તાલીમ દરમિયાન ખેડૂતોને રાસાયણિક ખાતર અને દવાઓના વધતાં ખર્ચ માંથી રાહત મળવા અંગે જાણકારી આપવામાં આવી હતી. સાથે સાથે જમીનની ઉત્પાદન શક્તિ જાળવી રાખવા, પાણીના સંરક્ષણ માં પ્રાકૃતિક પદ્ધતિની ભૂમિકા તથા ખેડૂત પરિવારના આરોગ્ય માટે રસાયણ મુક્ત ખેતીની આવશ્યકતા વિષયક માહિતી પણ આપવામાં આવી...
સાબરકાંઠામાં ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ પદયાત્રાને પ્રસ્થાન

સાબરકાંઠામાં ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ પદયાત્રાને પ્રસ્થાન

Gujarat
હિન્દ ન્યુઝ, સાબરકાંઠા       સાબરકાંઠામાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ તેમજ લોકસભા સાંસદ શ્રીમતિ શોભનાબેન બારૈયા , ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી અને પુષ્ય અર્પણ કરી ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.    પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તારમાં આયોજીત આ એકતા પદયાત્રા તલોદ તાલુકાના ગ્રામીણ વિસ્તાર લવારીથી થઇને કાલીપુરા થઇને પ્રાંતિજ તાલુકાના ઘડી ગામ ખાતે સમાપન કાર્યક્રમ યોજાયો હતો....
હિંમતનગર બગીચા વિસ્તાર ખાતે બે દિવસીય સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરાયું

હિંમતનગર બગીચા વિસ્તાર ખાતે બે દિવસીય સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, હિંમતનગર        લોખંડી પુરુષ સરદાર પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે "સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ" અંતર્ગત હિંમતનગર ટાવર ચોક બગીચા વિસ્તાર ખાતે બે દિવસીય સ્વદેશી મેળાનું ધારાસભ્ય વી.ડી.ઝાલાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના અભિયાનને સાચા અર્થમાં ચરિતાર્થ કરવાના હેતુસર આ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.   જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકની રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત કાર્યરત સ્વસહાય જૂથો દ્વારા સ્વ ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ અને પ્રદર્શન હેતુ બે દિવસીય સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ તાલુકાના કુલ ૧૫ સ્વસહાય જૂથો દ્વારા સ્વ ઉત્પાદિત ચીજ વસ્તુઓના સ્ટોલ કરવામાં આવ્યા છે. આ સ્વદેશી મેળાના ઉદ્ઘાટન પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, નગર પાલિકા પ્રમુખ, ગ્રામ વિકાસ એજન્સી નિયામક કે પી પાટીદા...
મજીવાણા સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા રોપા–ધરુ પર ૫૦% એટસોર્સ સહાય

મજીવાણા સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા રોપા–ધરુ પર ૫૦% એટસોર્સ સહાય

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, પોરબંદર યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક ખેડુતોએ જરૂરી પ્લાંટીંગ મટીરીયલનો ઓર્ડર અગાઉથી બિયારણ સાથે મજીવાણા સેન્ટર ખાતે નોંધાવી દેવાનો રહેશે.      બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન ખેડુતોને ગુણવત્તાસભર પ્લાંટીંગ મટીરીયલ વ્યાજબી દરે મળે અને શરૂઆતના વાવેતર ખર્ચમાં રાહત મળે તે હેતુસર પ્લાંટીંગ મટીરીયલ પર એટસોર્સ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે.      આ યોજના અંતર્ગત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર ક્રોપ, મજીવાણા ખાતે ઉત્પાદિત ફળ ઝાડના રોપા તેમજ ખેડૂતના ઓર્ડર મુજબ તૈયાર થનારા રીંગણા, ટામેટા અને મરચાના ધરુ ઉપર મૂળ કિંમત રૂ. ૧ પ્રતિ ધરું ઉપર ૫૦% જેટલી સહાય આપવામાં આવશે. આ સહાય મહત્તમ રૂ. ૫,૦૦૦/- પ્રતિ લાભાર્થી મર્યાદામાં ઉપલબ્ધ છે.      આથી ચાલુ રવિ સીઝન દરમ્યાન આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક ખેડુતોને પોતાને જરૂરી પ્લાંટીંગ મટીરીયલનો ઓર્ડર અગાઉથી બિયારણ સાથે મજીવાણા સ...
જિલ્લા બહાર પ્રેરણા પ્રવાસ ઘટક હેઠળ હાલોલની પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની મુલાકાત

જિલ્લા બહાર પ્રેરણા પ્રવાસ ઘટક હેઠળ હાલોલની પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની મુલાકાત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ     વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ખેડૂતો સાથે આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર વિક્રમભાઈ માહલા, એગ્રી આસિસ્ટન્ટ કલ્પેશ ચૌધરી અને માર્કેટિંગ સલાહકાર યોગેશ પટેલે જિલ્લા બહાર પ્રેરણા પ્રવાસ ઘટક હેઠળ હાલોલની પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી.     જેમાં ડો. વિક્રમ શિયાલ આસિસ્ટન્ટ રિસર્ચ સાયન્ટીસ્ટ અને મહેન્દ્ર મેવાડા જુનિયર રિસર્ચ ફેલો એ પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો (૧) બીજામૃત (૨)જીવામૃત (૩) આચ્છાદન (૪) વાફસા (૫) મિશ્રપાક અને વિવિધ અસ્ત્રો વિષે ખેડૂતોને માહિતી આપી અને મોડેલ ફાર્મની વિઝીટ કરાવી હતી. પ્રાકૃતિક ખેતીને લગતા પ્રશ્નો અંગે કપરાડા તાલુકાના ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી પણ કરી હતી....
પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે વિકાસ કરાશે

પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે વિકાસ કરાશે

Gujarat
હિન્દ ન્યુઝ, પોરબંદર વિકાસ ભી, વિરાસત ભી       પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આવેલ શ્રી કૃષ્ણા-રૂક્ષ્મણી યાત્રાધામનો બીજા તબક્કામાં ₹43 કરોડથી વધુના ખર્ચે સર્વાંગી વિકાસ કરાશે. બીજા તબક્કામાં શ્રી માધવરાયજી મંદિરનું પુનઃનિર્માણ, બીચ ડેવલપમેન્ટ, પાર્કિંગ પરિસર સહિતના વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાશે. પ્રથમ તબક્કામાં ₹48 કરોડના ખર્ચે શ્રી રૂક્ષ્મણીમાતા મંદિર, ચોરી માયરાની જગ્યા, અપ્રોચ રોડ, બ્રહ્મકુંડ, મુખ્ય પ્રવેશ દ્વાર, બીચ ડેવલપમેન્ટના વિકાસકાર્યો પૂર્ણ કરાયા....