દુધઈ બ્રાન્ચ કેનાલ જે બનવાની છે તે પાઈપ વાડી નહીં પરંતું ખુલ્લી કેનાલ બનશે
હિન્દ ટીવી - ગુજરાતી, કચ્છ
આ કેનાલ નું સંપુર્ણ કામ નર્મદા બોર્ડ કરશે ખુલ્લી કેનાલ આવશે એનામા કમાન્ડ વિસ્તારમાં આવતી તમામ જમીન અગાઉ નક્કી થયેલ જે કમાન્ડ વિસ્તાર છે તે મુજબ જ આવશે આ કેનાલ વિશે જે અફવાઓ ફેલાઈ રહી છે તેમા કોઈ ખેડૂતે ગેરમાર્ગે દોરાવું નહી. કેનાલ નું કામ ઝડપી શરૂથાય તે માટે પાવરપટ્ટી તથા આહીરપટ્ટી વિસ્તાર ના જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના ભારતીય જનતા પાર્ટીના તમામ ચૂંટાયેલા હોદ્દેદારઓ તેમજ આ વિસ્તારના પાર્ટી પદાધિકારીઓ એ ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષા શ્રીમતી ડૉ.નિમાબેન આચાર્ય, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ તથા ધારાસભ્યઓ ને રજૂઆત કરી હતી.
રજૂઆત ના સંદર્ભે પદાધિકારીઓ દ્વારા હકારાત્મક વલણ દર્શાવતા જણાવવામાં આવ્યું હતું કે 15 થી 20 દિવસમાં મંજુરી મળી જશે અને 2 થી 3 મહીના ની અંદર ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ જશે. રુદ્રરમાતા ડેમ તથા કાયલ ડેમ નોર...







