હિન્દ ટીવી ગુજરાતી, સુરત
પ્રાકૃતિક ખેતીને વરેલા ડાંગ જિલ્લાના ખેડૂતોને મળ્યુ અમુલ્ય માર્ગદર્શન, યોજનાકિય જાણકારી પણ અપાઈ
ખેતીપ્રધાન દેશ હોવાને નાતે, ખેતીને લગતી વિવિધ પ્રવૃત્તિઓનુ અદકેરૂ મહત્વ છે. ત્યારે તાજેતરમા જ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રૂબરૂ મુલાકાત વેળા, વડાપ્રધાનએ દેશના સૌ પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાની ખેરખબર પૂછીને, ડાંગની પ્રાકૃતિક ખેતીની તેમની પાસેથી સૂક્ષ્મ માહિતી મેળવી હતી. તેમ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિતે જણાવ્યુ હતુ. પ્રાકૃતિક ખેતીની હિમાયત કરતા પ્રમુખએ પ્રજાજનોની સ્વાસ્થ્ય ઉપર થઈ રહેલી વિપરીત અસરો, નવી નવી માંદગીઓ, અને ઘટતા જતા સરેરાશ આયુષ્યને જોતા, દરેક પ્રજાજનોને પ્રાકૃતિક ધનધાન્ય મળે તે જરૂરી છે, તેમ જણાવ્યુ હતુ. પ્રમુખએ ઝેરમુક્ત ખેતી તરફ વળવા ડાંગના ખેડૂતોને હાંકલ કરતા, વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ ખેતીની જમીન, ખેત ઉત્પાદન સુધારવાનો સમયનો તકાજો છે તેમ જણાવ્યુ હતુ. ડાંગમા પશુપાલનના સફળ વ્યવસાયથકી મહિલાઓની સ્થિતિમા સુધારો થયો છે, તેમ જણાવતા પ્રમુખએ મહિલાઓ સંચાલિત દૂધ મંડળીઓને કારણે જિલ્લામા સ્વેતક્રાંતિ આવી છે,તેમ પણ જણાવ્યુ હતુ. પ્રાકૃતિક ખેતી માટે પણ પશુપાલનનુ ખૂબ મહત્વ છે તેમ જણાવી પ્રમુખ ગાવિતે ગાય, ગોબર અને ગૌમુત્રનુ મહત્વ સ્પષ્ટ કર્યુ હતુ.

દેશના સૌ પ્રથમ પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લા તરીકેનુબહુમાન પ્રાપ્ત કરી ચૂકેલા ડાંગ જિલ્લાના ખેડૂતો ઉપર, સ્વાસ્થ્યપ્રદ અન્ન ઉત્પાદનની મોટી જવાબદારી છે,ત્યારે પ્રજાજનોની આશા અને ઉમ્મીદ ઉપર ખેડૂતોને ખરા ઉતરવાની હિમાયત કરતા, ગાવિતે,ખેડૂતોને જગતના તાતની મળેલી જવાબદારી સુપેરે નિભાવવાની હાંકલ કરી હતી. ગુણવત્તાયુક્ત અનાજ, અને શાકભાજીના ઉત્પાદન થકી પ્રજાજનોને પોષક ધનધાન્ય પૂરા પાડવા સાથે, જમીનની તાસીર સુધારવાની તક પણ ખેડૂતોને મળી છે, તેમ જણાવતા પ્રમુખએ, કુદરતી પ્રક્રિયાને બરોબર સમજી બાયોડાયવર્સીટીના સિદ્ધાંતને નજર સમક્ષ રાખવાની પણ હાંકલ કરી હતી. ડાંગના પોતિકા ધાન્ય નાગલી, અને વરઈ, તેનુ વેલ્યુએડેડ ઉત્પાદન, પૌષ્ટિકતા વિગેરે વિશ્વએ સ્વીકાર્યુ છે ત્યારે તેનુ મૂલ્ય સમજીને તેનુવધુ ઉત્પાદન કરવાની પણ તેમણે હિમાયત કરી હતી. પ્રાકૃતિક ખેતીની ઉપજથી પોષણ મેળવતા ડાંગના પ્રજાજનોના શરીર સૌષ્ઠવની મહિમા વર્ણવતા પ્રમુખએ, દેશને શ્રેષ્ઠ ખેલાડીઓ ભેટ આપનાર ડાંગ જિલ્લાની નાગલી અને વરઈ જેવા ખેત ઉત્પાદનનુ મહત્વ સમજવાની પણ અપીલ કરી હતી. ખેડૂત કલ્યાણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈપટેલની દીર્ઘદૃષ્ટિને બિરદાવતા પ્રમુખએ અધિકારી અને પદાધિકારીઓને ખેડૂત ઉત્કર્ષના કાર્યમા પરસ્પર સંકલન અને સહયોગની હિમાયત કરી હતી. પ્રાકૃતિક ખેતી માટે છાણિયાખાતરના ઉપયોગની અનિવાર્યતા સ્પષ્ટ કરતાં આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉતે, ખેતીવાડી સાથે પશુપાલનની હિમાયત કરી હતી. વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શકુંતલાબેન પવારે “કિસાન ભાગીદારી, પ્રાથમિક્તા અમારી” કાર્યક્રમના આયોજનનો ઉદ્દેશ બર લાવવાની જવાબદારી, ડાંગના ખેડૂતોની છે તેમ જણાવ્યુ હતુ. બંને તાલુકાના મહિલા પ્રમુખોએ ગૌ, ગૌમુત્ર અને ગોબરનુ માહાત્મ્ય પણ વર્ણવ્યુ હતુ. ઉલ્લેખનિય છે કે, કાર્યક્રમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુખ્ય કામગીરી જેવી કે તાલીમ કાર્યક્રમો, નિદર્શન, ટેક્નોલૉજી એસેસમેન્ટ અને રિફાઈનમેન્ટ, એક્સન્ટેશન પ્રોગ્રામ્સ, મોબાઈલ સલાહકાર સેવાઓ, બીજ અને વાવેતર સામગ્રીનું ઉત્પાદન, માટી-પાણી અને છોડ વિશ્લેષણ, યોજનાકિય વિગતો, પૂરી પાડવામા આવી હતી. સાથે સંપૂર્ણ રાસાયણ મુક્ત ખેતી માટેની વિવિધ યોજનાઓ, કાર્યક્રમો અંતર્ગત પ્રાકૃતિક કૃષિની તાલીમો, સહાય, પ્રાકૃતિક કૃષિ પ્રમાણીકરણ, બ્રાન્ડિંગ અને સર્ટિફિકેશન, ગાય નિભાવ ખર્ચમા સહાય, સહિત ‘સાત પગલાં ખેડૂત કલ્યાણ’ કાર્યક્રમ અંતર્ગત કિસાન પરિવહન યોજના, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, દેશીગાય આધારિત કૃષિ માટે ગાય નિભાવ ખર્ચ, જીવામૃત બનાવવા માટેની કિટમા સહાય, ફળ-શાકભાજીના છૂટક વિક્રેતાઓને વિનામુલ્યે છત્રી આપવાની યોજના, તારની વાડની યોજના સહિતખેડૂત કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ ઉપરાંત પી.એમ.કિસાન યોજનાની પણ જાણકારી પૂરી પાડવામા આવી હતી. દિવસ દરમિયાન ચાલેલા જુદા જુદા સેશન બાદ, કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન સહિત, પ્રગતિશીલ ખેડૂતોના પ્રતિભાવો, ખેડૂતો અને વૈજ્ઞાનિકોના વાર્તાલાપ, પ્રાકૃતિક નિદર્શન યુનિટ/સ્ટોલ્સ, કૃષિ પ્રદર્શન, યોજનાકીય સાહિત્યનુ વિતરણ જેવા કાર્યક્રમ પણ યોજાયા હતા. રાષ્ટ્રીય કક્ષાએથી ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ …
