મોટા ગરેડીયા ખાતે ચેકડેમ નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ
વરસાદી પાણીના સંગ્રહ માટે ખાસ અભિયાનના ભાગરૂપે સરકાર દ્વારા આયોજનો હાથ ધરાયા છે - કૃષિમંત્રી રાઘવજી પટેલ જામનગર
હિન્દ ન્યુઝ, જામનગર
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના મોટા ગરેડિયા ખાતે ચેકડેમ નવીનીકરણના કામનું ખાતમુહર્ત કર્યું હતું. રૂ.7.50 લાખના ખર્ચે આ ચેકડેમના નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવનાર છે. આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોનાના પ્રતિબંધો હટતા રાજ્ય સરકારે સિંચાઈ ક્ષેત્રે વિશેષ અભિયાન હાથ ધર્યું છે. વિસ્તારમાં સિંચાઈના પાણીની તંગી દૂર કરવા પાણીના દરેક ટીપાનો સંગ્રહ કરવાની કામગીરી સરકાર દ્વારા હાથ ધરાઈ રહી છે. ખાસ ઝુંબેશના ભાગરૂપે જામનગર જિલ્લામાં પણ જરૂરી મંજૂરીઓ મેળવી છેલ્લા એક માસમાં અનેક જળ સંચયના કામો, તળાવો તથા ચેકડેમોના ખાત મુહર્ત તથા લોકાર્પણો કરવામાં આવ્યા છે. મંત્રીએ ખેડૂતની જરૂરિયાત મુજબના ડેમ, બંધારાઓ તથા ચેકડેમનું નિર્માણ કરી વધુમા...








