Saturday, September 5News That Matters

Gujarat

રાજ્યમાં ઘરેલું તેમજ કોમર્શિયલ હેતુ માટે PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ઘરેલું LPG સિલિન્ડરના બફર સ્ટોકમાં સતત વધારો

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, દાહોદ LPG અંગે કોઈપણ પ્રકારના માર્ગદર્શન માટે રાજ્ય હેલ્પલાઈન નંબર 1800-233-0222 પર સંપર્ક કરી શકાય છે. રાજ્યમાં LPG સહિત કેરોસીનના વિતરણ અંગેની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે સુ મોના ખંધાર, અધિક મુખ્ય સચિવ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ રાજ્યની તમામ જાહેર ક્ષેત્રની તેમજ ખાનગી ગેસ એન્જસીઓમાં કડક દેખરેખ અને મોનિટરિંગ માટે રેવન્યૂ તથા પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેઓ દ્વારા એ સુનિશ્વિત કરાઈ રહ્યું છે કે નાગરિકોને સમયસર LPG પુરવઠો મળે અને ગેરરીતિ અટકાવી શકાય....
દાહોદ જિલ્લા સેવાસદનથી ધન્વંતરી આરોગ્ય રથને કલેક્ટરએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

દાહોદ જિલ્લા સેવાસદનથી ધન્વંતરી આરોગ્ય રથને કલેક્ટરએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, શ્રમિકોને સરળ અને સુલભ આરોગ્ય સેવાઓ પહોંચાડવાના ઉદ્દેશ સાથે દાહોદ જિલ્લા સેવાસદન સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધન્વંતરી આરોગ્ય રથને જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તા. 12 માર્ચ 2026ના રોજ ગાંધીનગર સચિવાલય ખાતે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે Building and Other Construction Workers Welfare Board (BOCW) અને EMRI Green Health Servicesના સંયુક્ત સહયોગથી રાજ્યભરમાં 50 ધન્વંતરી આરોગ્ય રથ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એમ્બ્યુલન્સોનો મુખ્ય હેતુ બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિકોને તેમના કાર્યસ્થળે જ આરોગ્ય સેવાઓ સુલભ બનાવવાનો છે. આ યોજનાના અંતર્ગત દાહોદ જિલ્લામાં એક ધન્વંતરી આરોગ્ય રથ DAR–સુખસર/ફતેપુરા લોકેશન માટે ફાળવવામાં આવ્યો છે. તા. 16 માર્ચ 2026ના રોજ જિલ્લા ક...
      ઉનાળો આવતા જ ગુજરાતી ઘરોમાં વર્ષભરના મસાલા ભરવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. અત્યારે ગૃહિણીઓ શુદ્ધતાનો આગ્રહ રાખતી થઈ છે, ત્યારે ‘પ્રાકૃતિક કૃષિ’ દ્વારા પકવેલા મસાલાની માંગ અને કિંમત બંને બજારમાં ખૂબ ઊંચા રહે છે.

      ઉનાળો આવતા જ ગુજરાતી ઘરોમાં વર્ષભરના મસાલા ભરવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. અત્યારે ગૃહિણીઓ શુદ્ધતાનો આગ્રહ રાખતી થઈ છે, ત્યારે ‘પ્રાકૃતિક કૃષિ’ દ્વારા પકવેલા મસાલાની માંગ અને કિંમત બંને બજારમાં ખૂબ ઊંચા રહે છે.

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, ગાંધીનગર પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો માટે આ એક સુવર્ણ તક છે. ભારતીય રસોડામાં મસાલા એ માત્ર સ્વાદ નથી, પણ આયુર્વેદિક ઔષધિ છે. જ્યારે ખેડૂત ઝેરમુક્ત ખેતી કરે છે, ત્યારે તે માત્ર પાક નથી પકવતો, પણ સમાજને સ્વાસ્થ્ય પીરસે છે. રાસાયણિક vs. પ્રાકૃતિક મસાલા: મુખ્ય તફાવત ગ્રાહકો હવે જાગૃત થયા છે. તેઓ પ્રાકૃતિક અને રાસાયણિક ખેતીના તફાવતો સમજવાને કારણે પ્રાકૃતિક મસાલા તરફ વળ્યા છે, સ્વાદ અને સુગંધની વાત કરવામાં આવે તો, કૃત્રિમ ખાતરને લીધે સ્વાદ મોળો હોય છે, સુગંધ ઓછી હોય છે. અસલી તીખાશ અને કુદરતી તેલીય તત્વો જળવાતા નથી.સાથેજ મસાલા જલદી બગડી જાય છે,અથવા તેમાં જાળી કે જીવાત વહેલી પડે છે. પેસ્ટીસાઈડના અવશેષો કેન્સર અને પેટની બીમારીઓ નોંતરે છે. જ્યારે પ્રાકૃતિક કૃષિથી પકવેલા મસાલા એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર અને સંપૂર્ણ સુરક્ષિત હોય છે. તેમાં કુદરતી સ્વાદ, સુગંધ અને તેલી...
બારડોલી તાલુકાના કણાઈ ગામના બળવંતભાઈ પટેલે પશુપાલન દ્વારા આત્મનિર્ભરતા તરફ પગલું ભર્યું

બારડોલી તાલુકાના કણાઈ ગામના બળવંતભાઈ પટેલે પશુપાલન દ્વારા આત્મનિર્ભરતા તરફ પગલું ભર્યું

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, બારડોલી રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સહાયકારી યોજનાઓ અમલી છે. જેનો લાભ લઈને સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કણાઈ ગામના ૪૮ વર્ષીય બળવંતભાઈ બહાદૂરભાઈ પટેલ પશુપાલન દ્વારા સ્થિર આવક મેળવી આત્મનિર્ભર જીવન જીવી રહ્યા છે. ધો.૧૨ સુધી અભ્યાસ કરનાર પશુપાલક બળવંતભાઈ વર્ષોથી પરંપરાગત રીતે પશુપાલનનો વ્યવસાય કરે છે. હાલમાં તેમની પાસે ત્રણ ભેંસ અને બે ગાય છે. જેના વૈજ્ઞાનિક કાળજી અને નિભાવથી તેઓ દરરોજ આશરે ૨૮ લીટર દૂધનું ઉત્પાદન કરે છે. દૂધનો મોટો ભાગ નજીકની ડેરીમાં ભરવામાં આવે છે, તેમજ થોડું આસપાસના નાગરિકોમાં વેચાણ કરીને મહિને અંદાજે રૂ.૩૮ હજાર જેટલી આવક પ્રાપ્ત કરી રહ્યા છે....
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (8 માર્ચ) ની ઉજવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા કચેરી ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને આયોજન સંબંધિત બેઠક યોજાઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations) દ્વારા વર્ષ ૨૦૨૬ માટે જાહેર કરવામાં આવેલી થીમ "Rights. Justice. Action. For ALL Women and Girls" હેઠળ આ વર્ષે વિવિધ મહિલાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં મહિલા સશક્તિકરણ, મહિલા કલ્યાણ યોજનાઓનો વ્યાપ વધારવો તેમજ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન સુચારુ રીતે થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. જિલ્લા કલેક્ટરએ સંબંધિત વિભાગોના અધિકારીઓને મહિલાઓના આરોગ્ય, શિક્ષણ, સ્વરોજગાર અને સુરક્ષા સંબંધિત કાર્યક્રમોનું અસરકારક આયોજન કરવા માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ આ દિવસે મહિલા સ્વસહાય જૂથો, આંગણવાડી બહેનો તથા વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર...
ગાંધીનગર ફાયર બ્રિગેડની જાંબાઝી: સતર્કતા અને ત્વરિત કામગીરીથી એક જ સપ્તાહમાં ત્રણ અમૂલ્ય જીવ બચાવાયા

ગાંધીનગર ફાયર બ્રિગેડની જાંબાઝી: સતર્કતા અને ત્વરિત કામગીરીથી એક જ સપ્તાહમાં ત્રણ અમૂલ્ય જીવ બચાવાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર ગાંધીનગર શહેરી વિસ્તારમાં નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે ફાયર વિભાગ દ્વારા લેવામાં આવેલા આગોતરી સાવચેતીના પગલાં આશીર્વાદરૂપ સાબિત થયા છે. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા વિવિધ વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત કરવામાં આવેલા 'સ્ટેન્ડબાય' સ્ટાફ અને તેમની વીજળીક ઝડપે કામગીરીના પરિણામે, ચાલુ અઠવાડિયા દરમિયાન બનેલી અલગ-અલગ દુર્ઘટનાઓમાં ત્રણ વ્યક્તિઓના જીવ બચાવવામાં સફળતા મળી છે. તાજેતરમાં ધૂળેટીના પર્વે જ્યારે સમગ્ર રાજ્ય ઉત્સવમાં મગ્ન હતું, ત્યારે ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનોએ ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તા. ૦૪/૦૩/૨૦૨૬ના રોજ તહેવારને ધ્યાને રાખી સાબરમતી નદી અને નર્મદા કેનાલ પર ખાસ 'સ્ટેન્ડબાય ઓન ડ્યુટી' બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ધૂળેટીના પર્વે નર્મદા કેનાલમાં કૂદકો મારનાર મહિલાનો બચાવ સાંજે અંદાજે ૬:૧૩ કલાકે સુઘડ નર્મદા કેનાલ ખ...
સર્વાઇકલ કેન્સરથી દીકરીને બચાવીએ, સમયસર HPV રસી મુકાવીએ; રાજ્ય સરકાર દ્વારા અંદાજે 5.50 લાખ કિશોરીઓને રસી આપવાનું લક્ષ્ય

સર્વાઇકલ કેન્સરથી દીકરીને બચાવીએ, સમયસર HPV રસી મુકાવીએ; રાજ્ય સરકાર દ્વારા અંદાજે 5.50 લાખ કિશોરીઓને રસી આપવાનું લક્ષ્ય

Gujarat
  14 વર્ષની દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપવા સરકારના અભિયાનમાં જોડાવવા વાલીઓને જાહેર અપીલ. વિશ્વના 100થી વધુ દેશોમાં સ્વીકૃત HPV રસી દીકરીઓ માટે સંપૂર્ણ સુરક્ષિત હોવાનું નિષ્ણાત ડોક્ટર્સનો મત ગર્ભાશયના મુખના કેન્સર સામે લડવા માટેની આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત અને દીકરીઓને જીવલેણ કેન્સરથી બચાવવા માટે અનિવાર્ય હોવાનું GCRIના નિષ્ણાત તબીબોએ જણાવ્યું. આ કેન્સર માટે મુખ્યત્વે HPV 16 અને 18 પ્રકારના વાયરસ જવાબદાર છે. 14 વર્ષની વયે આપવામાં આવતી આ રસી આ વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં સૌથી વધુ અસરકારક સાબિત થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગ્લોબલ એડવાઈઝરી કમિટીએ સ્પષ્ટ કર્યું છે કે HPV રસી અને વંધ્યત્વ અથવા અન્ય ગંભીર આડઅસરો વચ્ચે કોઈ જ કારણભૂત સંબંધ નથી. રાજ્ય સરકાર આ રસી વિનામૂલ્યે આપી રહી છે....

નશીલા પદાર્થોના સેવન માટે ઉપયોગમાં લેવાતા રોલીંગ પેપર, સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી સ્મોકિંગ એસેસરીઝના સંગ્રહ વેચાણ, વિતરણ કે હેરાફેરી પર પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, ભુજ રાજ્યમાં સગીર/યુવાનો દ્વારા ચરસ, ગાંજા વગેરે જેવા નશીલા પદાર્થોના સેવન માટે સ્મોકિંગ એસેસરીઝ જેવી કે રોલીંગ પેપર/સ્મોકિંગ કોનનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્મોકિંગ એસેસરીઝના સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી વ્યક્તિગત, જનસમુદાય તેમજ ખાસ કરીને યુવાપેઢી માટે ગંભીર ખતરો બની શકે તેમ છે. રાજ્યના યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવવા આવી સ્મોકિંગ એસેસરીઝનું ઓનલાઇન-ઇ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા તેમજ પાન પાર્લર, ચાની દુકાનો, છુટક કરીયાણાની દુકાનો વગેરેમાં થતા સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી પર પ્રતિબંધ મૂકવા બાબતે જરૂરી કાર્યવાહી થવા સૂચના આપવામાં આવેલ છે તથા તેને સંલગ્ન પોલીસ અધિક્ષક, પૂર્વ કચ્છ-ગાંધીધામ તરફથી તા.૨૪/૦૨/૨૦૨૬વાળી દરખાસ્ત પણ રજુ થયેલ છે જે ધ્યાને લેતા નીચે મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે. કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ, દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦...

સાહસના શોખીનોને રાજ્ય સરકાર આપી રહી છે સુવર્ણ તક

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી ગાંધીનગર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે માઉન્ટ આબુ ખાતે નિ:શુલ્ક પર્વતારોહણ તાલીમ શિબિરનું આયોજન. ઇચ્છુક ઉમેદવારો 31, માર્ચ સુધી અરજી કરી શકશે આગામી તા. 09 મે થી શરૂ થતી આ શિબિરમાં પસંદગી પામનાર ઉમેદવારોને રહેવા, જમવા અને તાલીમનો કોઈ ખર્ચ ભોગવવાનો રહેશે નહીં. આ ઉપરાંત વતનથી તાલીમી સંસ્થાના સ્થળે આવવા-જવા માટે ST બસ અથવા રેલવે સેકન્ડ ક્લાસનું ભાડું પણ મળવાપાત્ર થશે. આ શિબિરમાં જોડાવવા માંગતા ગુજરાતના વતની હોય તેવા ઉમેદવારે પોતાનું નામ, સરનામું, ટેલિફોન નંબર, મોબાઇલ નંબર સહિતની માહિતી દર્શાવતી અરજી કરવાની રહેશે. અરજી ફોર્મનો નમૂનો સંસ્થાના ફેસબુક પેજ https://www.facebook.com/svimadmin/ પરથી મેળવી શકાશે-વધુ માહિતી માટે સંસ્થાના મોબાઈલ નં. 6377890298 પર ઓફિસ સમય દરમિયાન (જાહેર રજા સિવાય) સંપર્ક ...
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ઘટક-૧ ઘટક-૨ અને ઘટક-૩ના તમામ આંગણવાડી કેન્દ્ર ઉપર હોળી, ધૂળેટી પર્વ ની ઉજવણી કરવામાં આવી

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ઘટક-૧ ઘટક-૨ અને ઘટક-૩ના તમામ આંગણવાડી કેન્દ્ર ઉપર હોળી, ધૂળેટી પર્વ ની ઉજવણી કરવામાં આવી

Gujarat
હિન્દ તી.વી. ગુજરાતી,  દાહોદ દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ દેવગઢ બારીયા તાલુકાના દેવગઢ બારીયા ઘટક-૧ અને ઘટક-૩ના તમામ આંગણવાડી કેન્દ્રો પર હોળી , ધૂળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. હોળી પર્વની ઉજવણી અંતર્ગત બાળકો દ્વારા હોળી વિષયક વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવવામા આવી હતી. બાળકો રંગબેરંગી વસ્ત્રોમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોને હોળી પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ પર્યાવરણમિત્ર અને સુરક્ષિત હોળી ઉજવવાનો સંદેશ આપવામાં આવ્યો.ઉપસ્થિત વાલીઓ અને ગામજનોએ પણ કાર્યક્રમમાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમના અંતે બાળકોને મીઠાઈ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું....