રાજકોટ રાજપથ લી. દ્વારા તા.૧૬/૦૧/૨૦૨૩ થી તા.૨૨/૦૧/૨૦૨૩ સુધીમાં કરવામાં આવેલ કામગીરી
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ
રાજકોટ રાજપથ લી. દ્વારા તા.૧૬/૦૧/૨૦૨૩ થી તા.૨૨/૦૧/૨૦૨૩ સુધીમાં કરવામાં આવેલ કામગીરી તારીખ: ૨૭/૦૧/૨૦૨૩ રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV - રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા.૧૬/૦૧/૨૦૨૩ થી તા.૨૨/૦૧/૨૦૨૩ સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો નીચે દર્શાવેલ છે. જે વિગતોથી રાજકોટ શહેરના નાગરીકોને આપના સુપ્રસીધ્ધ અખબારના માધ્યમ મારફતે વિના મુલ્યે પ્રસીધ્ધ કરવા વિનંતી છે.
૧. સિટી બસ (RMTS) સેવા
• જનરલ-
• રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને ૪૭ રૂટ પર ૧૧૫ સિટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે.
• સિટી બસ સેવા (RMTS)માં તા.૧૬/૦૧/૨૦૨૩ થી તા.૨૨/૦૧/૨૦૨૩ દરમિયાન કુલ અંદાજીત ૯૫,૭૭૪ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૭૧,૨૫૪ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.
• સિટી બસમાં થયેલ કા...
