હિન્દ ટીવી – ગુજરાતી , ભાવનગર
ભારતના માન.વડાપ્રધાનના ભાવનગર ખાતેના તા.૨૩/૧૧/૨૦૨૨ ના પ્રવાસ કાર્યક્રમ અન્વયે કોન્વોય રૂટના રસ્તાઓ પૈકી કાળીયાબીડ પાણીની ટાંકીથી આર.ટી.ઓ. સર્કલ તથા આર.ટી.ઓ. સર્કલ થી નારી ચોકડી સુધી ભારે વાહનોનીભાવનગર અવર-જવરથી ટ્રાફિક નિયમન ખોરવાય તેમ હોય, તેથી મહાનુભાવોની સુરક્ષાને ધ્યાને લઇ ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તે માટે ભાવનગર શહેરનાં આ રસ્તાઓ પર ભારે વાહનો (સરકારી ફરજ તથા મેડિકલ ઈમરજન્સી સિવાયના)ની અવર-જવર માટે સંપૂર્ણપણે બંધ કરવા જરૂરી જણાતા તા.૨૩-૧૧-૨૦૨૨ ના ૧૨ કલાકથી ૨૨ કલાક સુધી ભારે વાહન પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે પોલીસ અધિક્ષક, ભાવનગર દ્વારા દરખાસ્ત રજૂ થતા ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મળેલ અધિકારની રૂએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર પાણીની ટાંકીથી આર.ટી.ઓ. સર્કલ તેમજ આર.ટી.ઓ. સર્કલ થી નારી ચોકડી સુધી દ્વારા ભારે વાહનો માટે પ્રવેશ બંધી જાહેર કરેલ છે. આ પ્રવેશ બંધી કરેલ રૂટના ડાયવર્ઝન રૂટ તરીકે કાળીયાબીડ પાણીની ટાંકીથી રામંત્રણ મંદિર તરફ, કાળીયાબીડ પાણીની ટાંકીથી સીદસર તરફ, આર.ટી.ઓ. સર્કલથી શાસ્ત્રીનગર કુંભારવાડા, નારી ચોકડીથી નારી ગામ દસનાળા તરફ, નારી ચોકડીથી સિદસર તરફ કરવામાં આવેલ છે. આ જાહેરનામા અન્વયે જાહેર સેવા તંત્ર સાથે સંકળાયેલા અને ફરજ પરના વાહનોને તથા અધિકારી- કર્મચારીઓને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ મુજબ શિક્ષણ થશે. આ જાહેરનામનો અમલ અને તેના ભંગ બદલના પગલાં લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીને અધિકાર રહેશે.
