હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ
વિધાનસભા ચૂંટણી અંતર્ગત ગીર સોમનાથમાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે. વિધાનસભાના મહાપર્વમાં ભાગીદાર બનવા ૯૦-સોમનાથ વિધાનસભા મતવિસ્તારનાં ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ટ્રેનર્સ દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલાં તમામ મહિલા પોલિંગ સ્ટાફને વિસ્તૃત માર્ગદર્શન સહિત તાલીમ વર્ગ યોજાયા હતા.
જેમાં રાજેન્દ્ર ભુવન રોડ પર આવેલી મણિબહેન કોટક હાઈસ્કૂલ ખાતે યોજાયેલા તાલીમ વર્ગમાં આશરે ૫૪૦ કરતા પણ વધુ મહિલા પોલિંગ સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી અને જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતોની સમજ આપવામાં આવી હતી. આ લોકશાહીના પર્વમાં વિવિધ સરકારી વિભાગના પોલિંગ ઓફિસરોને ઈવીએમ-વીવીપેટનાં થીયરી તથા પ્રેકટીકલ બાબતો તેમજ જરૂરી વૈધાનિક ફોર્મ ભરવા જેવી બાબતો સહિતની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં.

