Saturday, September 5News That Matters

Gujarat

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬

Gujarat
ભાવનગર અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર એન.ડી. ગોવાણીના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ આગામી સમયમાં યોજાનારી ભાવનગર મહાનગરપાલિકા તેમજ તાલુકા-જિલ્લા પંચાયત અને મહુવા, પાલીતાણા તથા વલ્લભીપુર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા તંત્ર દ્વારા સઘન અને સુવ્યવસ્થિત તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ સંદર્ભે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર એન.ડી. ગોવાણીના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, એપ્રિલ–૨૦૨૬ દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગો દ્વારા સંકલિત આયોજન સાથે સમયબ...
ઓડ ખાતે પ્રિસાઈડીંગ ઑફિસર અને પોલિંગ ઓફિસરની પ્રથમ તાલીમ યોજાઈ

ઓડ ખાતે પ્રિસાઈડીંગ ઑફિસર અને પોલિંગ ઓફિસરની પ્રથમ તાલીમ યોજાઈ

Gujarat
આણંદ આણંદ જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી તા.૨૩/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને સુવ્યવસ્થિત વાતાવરણમાં યોજાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન અને ઉમરેઠ વિધાનસભા ચૂંટણી અધિકારીના નેજા હેઠળ તારીખ ૦૨/૦૪/૨૦૨૬ ના રોજ ડી.એમ.પટેલ કોલેજ, ઓડ ખાતે ચૂંટણી સ્ટાફ માટેની પ્રથમ તાલીમ યોજાઈ હતી. આ તાલીમ કાર્યક્રમ બે તબક્કામાં યોજાયો હતો. જેમાં પ્રથમ સત્ર બપોરે ૧-૦૦ થી ૩-૦૦ કલાક દરમિયાન પ્રિસાઈડીંગ ઓફિસર (PR) માટે અને દ્વિતીય સત્ર બપોરે ૩-૦૦ થી ૫-૦૦ કલાક દરમિયાન ફર્સ્ટ પોલિંગ ઓફિસર (PO-1) માટે રાખવામાં આવ્યું હતું. આ તાલીમમાં માસ્ટર ટ્રેનર અને ખંભાત પ્રાંત અધિકારી કુંજલ શાહ દ્વારા સ્ટાફને મતદાન મથકની વ્યવસ્થા, ઈવીએમ (EVM) અને વીવીપેટ (VVPAT) ના સંચાલન તેમજ ચૂંટણી પંચની માર્ગદર્શિકા...

શ્રમયોગીઓને મતદાન માટે સવેતન રજા આપવા અંગે શ્રમ નિયામકની સૂચના

Gujarat
આણંદ આણંદ જિલ્લામાં સમાવિષ્ઠ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિભાગની પેટા-ચૂંટણી ૨૦૨૬, આગામી તા. ૨૩ એપ્રિલ ૨૦૨૬, ગુરૂવારના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં મતવિસ્તારના તમામ શ્રમયોગીઓ અને કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવા શ્રમ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ‘ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ - ૨૦૧૯' હેઠળ જે તે વિસ્તારની દુકાનો અને સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓની સાપ્તાહિક રજા જો મતદાનના દિવસે ન હોય, તો તે રજામાં ફેરફાર કરી મતદાનના દિવસે રજા મંજૂર કરવાની રહેશે. મતદાન માટે આપવામાં આવતી આ રજા માટે શ્રમયોગી કે કર્મચારીના પગારમાંથી કોઈ પણ પ્રકારની કપાત કરી શકાશે નહીં. જો કોઈ માલિક કે સંસ્થા 'લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧'ની કલમ-૧૩૫-બીની જોગવાઈઓનું ઉલ્લંઘન કરશે અથવા શ્રમયોગીઓને મતાધિક...

ચૂંટણીલક્ષી જાહેરાત, પાટિયા, બેનર્સ, કટ આઉટ મૂકવા સંબંધી રાજકીય પક્ષો / ઉમેદવારો આ નિયમોનું પાલન કરે

Gujarat
આણંદ આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા.૨૩/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન થનાર છે. આણંદ જિલ્લામાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો/ઉમેદવારો વિશાળ કટ આઉટ, જાહેરાત, આઇટમો, બેનર્સ વગરે દ્વારા આડંબર યુક્ત પ્રદર્શન ન કરે તે હેતુથી ભારતના ચૂંટણી પંચે નકકી કરેલ આચારસંહિતા મુજબ આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઇએ આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીના સંદર્ભે ચૂંટણીલક્ષી જાહેરાત, પાટિયા, બેનર્સ, કટ આઉટ મૂકવા માટે નિયમો જાહેર કરતો હુકમ બહાર પાડયો છે. તદ્અનુસાર કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, સંસ્થા અથવા વ્યકિત દ્વારા કટઆઉટ, હોર્ડિગ્સ, બેનર્સ, તોરણો, ધ્વજ, પતાકા વગેરે કોઇપણ જાહેર જગ્યાએ તેમજ જાહેર રસ્તા ઉપર મૂકી શકશે નહીં, એટલે કે સરકાર, નગરપાલિકા કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ વ...

રાજકીય પક્ષોના ઉમેદવારો કે અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે હંગામી કચેરી શરૂ કરતાં આટલી બાબતોનું ધ્યાન રાખવું

Gujarat
આણંદ, આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા. ૨૩/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે. ભારતીય નિર્વાચન આયોગ, નવી દિલ્હીના પત્ર અનુસાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ વખતે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો તથા અપક્ષ ઉમેદવારો દ્વારા સ્થાનિક પ્રચાર માટે હંગામી કચેરીઓ શરૂ કરવામાં આવે છે. આવી કચેરીઓ માટે કેટલીક માર્ગદર્શક સુચનાઓ જરૂરી હોઇ આ સુચનાઓનું પાલન થાય તથા તેનું ઉલ્લંઘન ન થાય તે હેતુસર આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઇએ કેટલાક હુકમો સાથે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ ઉમરેઠ વિધાનભાની પેટા ચૂંટણી-૨૦૨૬ દરમિયાન કોઇપણ રાજકીય પક્ષના ઉમેદવારો કે અપક્ષ ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર માટે હંગામી રીતે કચેરી શરૂ કરવામાં આવે ત્યારે કોઇપણ જાહેર કે ખાનગી મિલ્કતમાં દબાણ કરીને, કોઇપણ ધાર્મિક સ્થળ કે કેમ્પસમાં, કોઇપણ શૈક્ષણિક સંસ્થા કે હોસ્પિટલને ...
માધવપુર ઘેડનો લોકમેળો ભારતની વિવિધ સંસ્કૃતિને જોડતો મેળો

માધવપુર ઘેડનો લોકમેળો ભારતની વિવિધ સંસ્કૃતિને જોડતો મેળો

Gujarat
રાજકોટ, ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીજીના પવિત્ર વિવાહ પ્રસંગે યોજાતા સુપ્રસિદ્ધ માધવપુર ઘેડ લોકમેળામાં રોજબરોજ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. મેળાના ચોથા દિવસે રાજકોટ જિલ્લાના ઉપલેટાથી આવેલા પ્રવાસી ભીખુભાઈ માવજીભાઈએ મેળાની ભવ્યતા અને વૈવિધ્યસભર સંસ્કૃતિ અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. ભીખુભાઈએ જણાવ્યું હતું કે, “માધવપુર ઘેડનો આ લોકમેળો ભારતની વિવિધ સંસ્કૃતિનો જોડતો મેળો છે. અહીં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મિઝોરમ સહિત દેશના વિવિધ રાજ્યોની કલા અને સંસ્કૃતિનું જીવંત પ્રદર્શન જોવા મળે છે. વિવિધ રાજ્યોની પરંપરાગત હસ્તકલા અને ચીજવસ્તુઓનું પ્રદર્શન ભારતની ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને ઉજાગર કરે છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અમે દર વર્ષે ખાસ આ મેળાનો આનંદ માણવા રાજકોટ જિલ્લાના ઉપલેટાથી અહીં આવીએ છીએ. મેળામાં જોવા મળતી દેશી ચીજવસ્તુઓ અને હસ્તકલાના નમૂનાઓ મુલાકાતીઓ મ...
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

Gujarat
ઉમરેઠ, ભારતના ચૂંટણી પંચ દ્વારા 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. પેટા ચૂંટણીનું મતદાન આગામી 23મી એપ્રિલ 2026 ગુરૂવારના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિ અભિયાન યોજવા અને મતદારોને જાગૃત કરવા માટે એટલે કે સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીની નિમણૂક કરી છે. સ્વીપ ના નોડલ અધિકારી કામિનીબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આજે ઉમરેઠ તાલુકાની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ તેમના વાલીઓને આગામી તારીખ 23મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના મતદાનના દિવસે મતદાન જરૂરથી કરવા માટે લાગણી ભર્યા પત્ર પાઠવ્યા છે. પત્રમાં વિદ્યાર્થીઓના લખાણ મુજબ મતદાનના દ...
જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પોતાના વયનિવૃત્તિ પ્રસંગે કલેકટર કચેરી ખાતે ઘોડિયાઘરનો પ્રારંભ કરાવ્યો

જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પોતાના વયનિવૃત્તિ પ્રસંગે કલેકટર કચેરી ખાતે ઘોડિયાઘરનો પ્રારંભ કરાવ્યો

Gujarat
જામનગર , જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પોતાની લાંબી અને નોંધપાત્ર સરકારી સેવાનો કાર્યકાળ પૂર્ણ કરતા વયનિવૃત્તિના અવસરે એક સકારાત્મક પહેલરૂપે કલેકટર કચેરી ખાતે ઘોડિયાઘરનો પ્રારંભ કરાવ્યો હતો.જિલ્લા કલેક્ટરશ્રીએ પોતાના સેવાકાળ દરમિયાન જિલ્લાના સર્વાંગી વિકાસ, પારદર્શિતા અને લોકોમુખી વહીવટ માટે કરેલા પ્રયત્નોની સૌએ પ્રશંસા વ્યક્ત કરી હતી. ઘોડિયાઘર (બાળ સંભાળ કેન્દ્ર)ના પ્રારંભથી કામકાજ કરતી માતાઓને ખાસ સહાય મળશે અને બાળકોને સુરક્ષિત અને સંવેદનશીલ વાતાવરણમાં સંભાળની સુવિધા ઉપલબ્ધ થશે. અહીં બાળકો માટે મનોરંજનના સાધનો, બેડ અને પારણાંની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ પહેલ મહિલાઓના સશક્તિકરણ અને કામકાજમાં તેમની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપતી સાબિત થશે. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર શારદા કાથડ,અધિકારીઓ, કર્મચારીઓ, બાળકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા....

“રાઈટ ટુ એજ્યુકેશન (R.T.E.)” માટે એક માત્ર દીકરી હોવા અંગેના પ્રમાણપત્ર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે

Gujarat
રાજકોટ, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નબળા વર્ગના બાળકોના શિક્ષણ અર્થે શાળા પ્રવેશ અર્થેના રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ જુન-૨૦૨૫ના સત્રના પ્રથમ ધોરણના પ્રવેશ અર્થેની જાહેરાત થયેલ છે જે જાહેરાતમાં જે માતા-પિતાને ફક્ત એક માત્ર દિકરી હોય તેઓને પ્રથમ ધોરણમાં પ્રવેશમાં અગ્રતા આપવાની જાહેરાત થયેલ છે. આ જાહેરાત પૈકી જે માતા-પિતાને સંતાનમાં ફક્ત એક માત્ર દિકરી હોય અને તે દિકરીનો જન્મતા.૦૧/૦૬/૨૦૧૮ થી તા.૩૦/૦૫/૨૦૧૯ દરમ્યાન થયેલ હોય તેવા માતા-પિતા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન કચેરી ખાતેના સિવિક સેન્ટરમાંથી તા.૦૪/૦૪/૨૦૨૬ થી તા.૧૭/૦૪/૨૦૨૬ સુધી કામકાજના દિવસો દરમ્યાન સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૦૦ કલાક સુધી પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પ્રમાણપત્ર મેળવવા અર્થે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ WWW.RMC.GOV.IN માં ફોર્મસ મેનુમાંથી જન્મ મરણ વિભાગમાં RTE SINGLE GIRL CHILD ફોર્મ ડાઉ...

પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માધવપુર મેળા માટે ૨૫ બસોની વ્યવસ્થા

Gujarat
પોરબંદર, ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીના પાવન વિવાહ પ્રસંગે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે યોજાતા ભવ્ય મેળાનો લાભ જિલ્લાના નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૫ બસોની નિશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા અંતર્ગત પોરબંદર શહેરમાંથી કુલ ૧૫ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસો બપોરે ૨:૩૦ કલાકે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પ્રસ્થાન કરશે. જેમાં ગુરુકુળ ગેટ, ભીમરાવ ચોક (છાંયા), વિરડી પ્લોટ (ચુનાના ભઠા પાસે), કે.કે.નગર (હનુમાન મંદિર પાસે), બોખીરા, દક્ષિણ ઝોન મહાનગરપાલિકા બ્રાન્ચ ઓફિસ, સુદામા પરોઠા હાઉસવાળી ગલી, ખારવાવાડ, ચોગાન ફળીયું, જુરીબાગ, કાંતિપાન પાસે જેવા સ્થળોનો સમાવેશ થાય છે. ઉપરાંત વોરાવાડ વિસ્તારમાંથી ૩ બસો અને સ્વસ્તિક હોલ વિસ્તારમાંથી ૩ બસો પ્રસ્થાન કરશે. પોરબંદર તાલુકા પાંચ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ઓડદર, કડછ, એરડા અને ગરેજ ગામેથી બપોરે ૨...