Tuesday, April 14News That Matters

રાજકીય પક્ષોના ઉમેદવારો કે અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે હંગામી કચેરી શરૂ કરતાં આટલી બાબતોનું ધ્યાન રાખવું

આણંદ,

આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા. ૨૩/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે.

ભારતીય નિર્વાચન આયોગ, નવી દિલ્હીના પત્ર અનુસાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ વખતે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો તથા અપક્ષ ઉમેદવારો દ્વારા સ્થાનિક પ્રચાર માટે હંગામી કચેરીઓ શરૂ કરવામાં આવે છે. આવી કચેરીઓ માટે કેટલીક માર્ગદર્શક સુચનાઓ જરૂરી હોઇ આ સુચનાઓનું પાલન થાય તથા તેનું ઉલ્લંઘન ન થાય તે હેતુસર આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઇએ કેટલાક હુકમો સાથે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

જે મુજબ ઉમરેઠ વિધાનભાની પેટા ચૂંટણી-૨૦૨૬ દરમિયાન કોઇપણ રાજકીય પક્ષના ઉમેદવારો કે અપક્ષ ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર માટે હંગામી રીતે કચેરી શરૂ કરવામાં આવે ત્યારે કોઇપણ જાહેર કે ખાનગી મિલ્કતમાં દબાણ કરીને, કોઇપણ ધાર્મિક સ્થળ કે કેમ્પસમાં, કોઇપણ શૈક્ષણિક સંસ્થા કે હોસ્પિટલને લગોલગ કે હયાત મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયામાં આવી કચેરી શરૂ કરી શકાશે નહીં. તેમજ આવી કચેરીએ પક્ષનો ધ્વજ તથા પક્ષના પ્રતિક / ફોટોગ્રાફ સહિતનું બેનર પ્રદર્શિત કરી શકાશે જયારે આવી કચેરીએ ઉપયોગમાં લેવાના બેનરની સાઇઝ ૪x૮ ફુટથી વધુ ન હોવી જોઇએ અને જો સ્થાનિક કાયદાઓ મુજબ તેનાથી ઓછી સાઇઝ નકકી થયેલ હોય તો સ્થાનિક નિયમો મુજબ બંનેમાંથી ઓછી સાઇઝમાં ઉપયોગમાં લેવા અંગેનો હુકમ કરવામાં આવ્યો છે.

આ હુકમ આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા સુધી લાગુ પડશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *