Tuesday, April 14News That Matters

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬

ભાવનગર અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર એન.ડી. ગોવાણીના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ

આગામી સમયમાં યોજાનારી ભાવનગર મહાનગરપાલિકા તેમજ તાલુકા-જિલ્લા પંચાયત અને મહુવા, પાલીતાણા તથા વલ્લભીપુર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા તંત્ર દ્વારા સઘન અને સુવ્યવસ્થિત તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

આ સંદર્ભે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર એન.ડી. ગોવાણીના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, એપ્રિલ–૨૦૨૬ દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગો દ્વારા સંકલિત આયોજન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય છે. તેમણે આદર્શ આચાર સંહિતાનો કડક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા ખાસ ભાર મુક્યો હતો.

બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનીટરીંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત મતપત્રો, ડમી મતપત્રો અને પોસ્ટલ બેલેટના છાપકામ અને વ્યવસ્થાપન, મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઈઝેશન અને ઈ-ડેશબોર્ડ, આઈ.ટી. કામગીરી, SVEEP અંતર્ગત મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઈન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા, કોમ્યુનિકેશન પ્લાન અને એસએમએસ મોનીટરીંગ, પોલિંગ સ્ટાફ વેલ્ફેર, દિવ્યાંગ મતદારો માટેની સુવિધાઓ, સ્થળાંતરિત મતદારો માટેની વ્યવસ્થા, કસ્ટમાઈઝ્ડ કિટ, તાલીમ આયોજન, સાયબર સિક્યુરિટી તેમજ વેબકાસ્ટિંગ/વિડિયોગ્રાફી અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેઠકમાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ‌અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *