આણંદ
આણંદ જિલ્લામાં સમાવિષ્ઠ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિભાગની પેટા-ચૂંટણી ૨૦૨૬, આગામી તા. ૨૩ એપ્રિલ ૨૦૨૬, ગુરૂવારના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં મતવિસ્તારના તમામ શ્રમયોગીઓ અને કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવા શ્રમ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ‘ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ – ૨૦૧૯’ હેઠળ જે તે વિસ્તારની દુકાનો અને સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓની સાપ્તાહિક રજા જો મતદાનના દિવસે ન હોય, તો તે રજામાં ફેરફાર કરી મતદાનના દિવસે રજા મંજૂર કરવાની રહેશે. મતદાન માટે આપવામાં આવતી આ રજા માટે શ્રમયોગી કે કર્મચારીના પગારમાંથી કોઈ પણ પ્રકારની કપાત કરી શકાશે નહીં. જો કોઈ માલિક કે સંસ્થા ‘લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧’ની કલમ-૧૩૫-બીની જોગવાઈઓનું ઉલ્લંઘન કરશે અથવા શ્રમયોગીઓને મતાધિકારથી વંચિત રાખશે, તો તેઓ દંડ અને કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે.
