હાઇરાઇઝ બિલ્ડીંગમાં ૮૦ જેટલા સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ મેળવી
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૦૪/૦૨/૨૦૨૩ શહેરની છત્રપતિ શિવાજી ટાઉનશીપ A થી H 8 વિંગ્સ, કર્ણાવતી સ્કુલથી આગળ, રેલનગર, રાજકોટ રેસીડેન્સીયલ બિલ્ડીંગ ખાતે ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે.
ઉપરોક્ત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન છત્રપતિ શિવાજી ટાઉનશીપ A થી H 8 વિંગ્સ, કર્ણાવતી સ્કુલથી આગળ, રેલનગર, રાજકોટ ખાતે બિલ...

