ધોરડો ટેન્ટ સિટી ખાતે કચ્છી સંસ્કૃતિની ઝલક સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ માણતા માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ
હિન્દ ટીવી ગુજરાતી, ભુજ
માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કચ્છ જિલ્લાના પ્રવાસે પધાર્યા છે ત્યારે તેઓએ ધોરડો ટેન્ટ સિટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ કૃતિઓની પ્રસ્તુતિ માનનીય ઉપરાષ્ટ્રપતિએ માણી હતી. તેઓએ જુસ્સાભેર રજૂ થયેલા સીદી ધમાલ નૃત્યનો આનંદ લીધો હતો.
ધીંગી ધરા નામથી રજૂ કરાયેલી નૃત્યની પ્રસ્તુતિમાં કચ્છ કેવી કેવી કપરી આપદાઓમાંથી આપબળે ઉગરીને આજે અડીખમ ઉભું છે તેની કહાણી ઉપરાષ્ટ્રપતિ સમક્ષ દર્શાવાઈ હતી. કચ્છની ધરા દરિયો, રણ અને પર્વતો એમ અલગ અલગ ભૌગૌલિક વિવિધતાથી સંપન્ન છે તેના વિશે પણ તેઓને માહિતગાર કરાયા હતા.
આ વિવિધ પ્રસ્તુતિ માણીને ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ પરફોર્મન્સ અદભૂત હતા. તેઓએ તમામ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન લેડી વાઈસ પ્રેસિડેન્ટ શ્રીમતિ સુદેશ ધનખડ, રાજ્યના સહકાર અને પ્રોટોકોલ મંત્રી...

