Monday, September 7News That Matters

દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણી અને તેમના પુત્ર આકાશભાઈ અંબાણીએ મહાશિવરાત્રી પર્વ પર સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન કર્યા

હિન્દ ટીવી – ગુજરાતી, સોમનાથ
 
 મુકેશભાઈ અને આકાશ ભાઈ અંબાણીએ મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરને 1.51 કરોડ શિવાર્પણ કર્યા

મહાશિવરાત્રીના પાવન પર્વ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશભાઈ અંબાણી તેમજ તેમના પુત્ર અને રિલાયન્સ jio ના ચેરમેન આકાશભાઈ અંબાણી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે લહેરી ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


મુકેશભાઈ અંબાણી અને આકાશભાઈ અંબાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સાથે તેઓએ જલાભિષેક કરી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી પણ અર્પણ કરી હતી. સોમનાથ ટ્રસ્ટના પૂજારીશ્રી દ્વારા તેઓનું ચંદન અને ઉપવસ્ત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે મુકેશભાઈ અંબાણીએ સોમનાથ મહાદેવની મહાપૂજા, સોમેશ્વર પૂજા, ધ્વજા પૂજા ના સંકલ્પ કરી પૂજામાં ભાગ લીધો હતો તેમજ મુકેશભાઈ અંબાણી દ્વારા શ્રી સોમનાથ મહાદેવને 1.51 કરોડ શિવાર્પણ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *