Sunday, February 15News That Matters

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે વિશેષ શ્રુંગાર

હિન્દ ટીવી – ગુજરાતી, સોમનાથ

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે મહાશિવરાત્રી પર્વે શ્રી સોમનાથ મહાદેવને સાયં બિલ્વપત્ર, રૂદ્રાક્ષ, ભસ્મ, વિવિધ પુષ્પો, વિવિધ વસ્ત્રોનો મનમોહક વિશેષ શ્રુંગાર કરવામાં આવેલ. જેનો ભક્તજનોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી. મહાશિવરાત્રિ પર્વે ભક્તો દ્વારા 2455-રુદ્રાભિષેક, 46 -ધ્વજાપૂજા સાંજના ૦૬ વાગ્યા સુધીમાં 53 જેટલી સોમેશ્વર મહાપૂજા કરવામાં આવેલ. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે મહાશિવરાત્રી પર્વે સાંજના ૦૭:૦૦ વાગ્યા સુધીમાં અંદાજીત 75 હજાર જેટલા ભક્તોએ શ્રી સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શનનો લાભ લીધેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *