Monday, September 7News That Matters

Gujarat

સ્વામી વિવેકાનંદ સ્વિમિંગ પૂલ ખાતે ક્લોરીન ગેસ લીકેજ માટેની મોકડ્રીલ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ           તા. ૧૬/૦૩/૨૦૨૩ ગુરૂવારના રોજ સવારે 11:00 કલાકે સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પૂલ ખાતે ક્લોરીનનાં  સલામત ઉપયોગ માટે વોટર વર્કસ(પ્રોજેકટ) શાખા દ્વારા મોકડ્રીલ યોજવામાં આવેલ. જેમાં કેમિસ્ટ કે.કે.વ્યાસ, ના.કા.ઈ. કે.એલ.જોષી, મ.ઈ. ડી.બી.મોરી, ક્લોરીન એટેંડન્ટ દિપાલીબેન આર. બોરીચા, વર્ક આસીસટન્ટ એ.કે.તરાવીયા તથા ઓપરેટરીંગ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ. ફાયરબ્રીગેડ તથા સંલગ્ન અધિકારીઓને જાણ કરતા કેમિસ્ટ અજયસિંહ જાડેજા, એચ.સી.નાગપરા તથા ફાયરબ્રીગેડના સ્ટેશન ઓફિસર આર.એ.જોબન, ફાયરમેન આર.સી.થોરીયા, ધ્રુવ એચ. .ત્રિવેદી વિ. તુરંત સ્થળ પર પહોચી સ્વિમિંગ પૂલ પર લીકેજ બંધ કરી પરીસ્થિતી પર કાબુ મેળવેલ. સમગ્ર ધટના અન્વયે એડી.સિટી ઇજનેર(ઇચા.) કે.પી.દેથરીયા તથા ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ.           ક્લોરીન ગેસ ઘણો જ ઝેરી વાયુ છે. ૧૦૦૦ પીપીએ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ-દહેજ એક્સપ્રેસ-વે સહિત માર્ગ વિકાસના અન્ય પ્રોજેક્ટ્સ ના સુચારૂ અમલીકરણ માટે દિશાનિર્દેશો આપ્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GSRDC ને ભરૂચ-દહેજ એક્સપ્રેસ-વે, વટામણ-પીપળી રોડ સહિતના પ્રોજેક્ટસ ઝડપથી કાર્યરત થાય તેવા સમયબદ્ધ આયોજન માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ GSRDC ની ૯૮મી બોર્ડ મિટીંગ ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. મુખ્યમંત્રીએ નિગમના ચેરમેન તરીકે GSRDC દ્વારા રાજ્યમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટસની પ્રગતિની તેમજ નવા પ્રોજેક્ટની અદ્યતન સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા કરતાં આ દિશાનિર્દેશો આપ્યા હતા. માર્ગ-મકાન સચિવ સંદીપ વસાવા તથા GSRDCના મેનેજિંગ ડિરેકટર એ.કે. પટેલે મુખ્યમંત્રી સમક્ષ નિગમના વિવિધ પ્રોજેક્ટસ અને અન્ય કામગીરીનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કર્યુ હતું. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં GSRDCને આવકના અન્ય સ્ત્રોત વિકસાવવા ઇનોવેટીવ ફાયનાન્સીંગ પર ઝોક આપવા પણ પ્રેરક સૂચન કર્ય...

ભાવનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ ઇન્ડિકેટર્સના સુધારાત્મક પગલાં અંતર્ગત મનોમંથન અને પ્લાનિંગ વર્કશોપ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા આરોગ્યના ખૂબજ અગત્યના વિવિધ હેલ્થ ઇન્ડિકેટર્સના સુધારાત્મક પગલાં અંતર્ગત મનોમંથન અને પ્લાનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ખાતે તા: ૧૪ માર્ચ ના રોજ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા જિલ્લાના અધિકારીઓ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર, પ્રોગ્રામ ઓફિસર આઇસીડીએસ, મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેક્નિશિયન, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર , એમ. પી. એચ. એસ. સ્ત્રી આરોગ્ય કાર્યકર , પુરુષ આરોગ્ય કાર્યકર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આંગણવાડી કાર્યકર, મુખ્ય સેવીકા, સીડીપીઓ અને આશા બહેનો દ્વારા આરોગ્યના ખૂબ જ અગત્યના એવા હેલ્થ ઇન્ડિકેટર્સ - માતા મરણ, બાળમરણ, રસીકરણ, ઓછા વજનવાળા બાળકો, પાંડુરોગ ધરાવતી મહિલાઓ એપીડેમિક ને કારણે થતા મરણ, માનસિક આરોગ્ય, સગર્ભા અને બાળકોનું પોષણ, સેક્સ રેશિયો એટ બર્થ, બિનચેપી રોગો તેમજ કુટુંબ કલ્યા...

આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે આગામી તા. ૨૦ માર્ચના ના રોજ જીલ્લા નોડલ સંસ્થાનો એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગુજરાત સરકારની મહત્વની યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભાવનગર જીલ્લામાં સમાવિષ્ટ વિવિધ ખાનગી અને સેવાકીય એકમોમાં એપ્રેન્ટીશીપ તાલીમ યોજના અંતર્ગત ખાલી જગ્યાઓ પર ધોરણ ૮(આઠ) પાસથી ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ કે ફ્રેશર ઉમેદવાર તરીકે જે કોઈ ઉમેદવારો જોડાવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે ભાવનગર જીલ્લાની આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે તારીખ ૨૦/૦૩/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાક થી એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જે ઉમેદવારો આ યોજના મારફત એપ્રેન્ટીસ તરીકે જોડાવા માંગતા હોય તેઓએ પોતાનું રજીસ્ટ્રેશન એપ્રેન્ટીસ પોર્ટલ લીંક https://www.apprenticeshipindia.gov.in/candidate-registration પર કરવાનું રેહશે. અને ભરતી મેળા ના દિવસે, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આધારકાર્ડની નકલ સાથે હાજર રેહવા જણાવવામાં આવે છે. રસ ધરાવતા ઉમેદવાર માટે ખાસ...

ભાવનગર જિલ્લાના રોજગારવાંચ્છુકો અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરી શકાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગુજરાત સરકારનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી તકો મળે તેમજ નોકરીદાતાઓને કૂશળ માનવબળ મળી રહે તે હેતુસર અનુબંધમ પોર્ટલ: www.anubandham.gujarat.gov.in તેમજ એપ શરૂ કરવામાં આવેલ છે. રોજગારવાંચ્છુ ઉમેદવારો ઘર બેઠાં જ ઈન્ટરનેટનાં માધ્યમથી અનુબંધમ પોર્ટલની મુલાકાત લઈ સરળ સ્ટેપને અનુસરી જાતે જ પોતાની નોંધણી કરાવી શકે છે. જે ઉમેદવારોએ રોજગાર કચેરી ખાતે એમ્પ્લોઈમેન્ટ કાર્ડ કઢાવેલ હોય તેને પણ અનુબંધમ પર નોંધણી કરવાની રહે છે. આ પોર્ટલ પર વિવિધ ઉપલબ્ધ રોજગારીની જગ્યાઓની માહિતી નોકરીદાતાઓ દ્વારા નોંધવામાં આવે છે. જેમાં ઉમેદવાર જાતે જ જેતે જગ્યા સામે લાયકાત અનુસાર એપ્લાય કરી શકે છે. તેમજ અનુબંધમ પોર્ટલમાં નોંધણી દરમિયાન કોઈ મુશ્કેલી જણાય તો રોજગાર સેતૂ કોલ સેન્ટર નં: ૬૩૫૭ ૩૯૦ ૩૯૦ ઉપર ફોન કરી શકો છો. અન્યથા જરૂરી તમામ શૈક્ષણિક...

શ્રી પરવડી બ્રાન્ચ શાળા પરિવાર દ્વારા શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી શાળા ગૌરવ સન્માન થી સન્માનિત કરાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગારિયાધાર તાલુકાની શ્રી પરવડી બ્રાન્ચ શાળાના મદદનીશ શિક્ષકશ્રી પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી ને શાળા તથા શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ અને સરાહનીય કામગીરી કરવા બદલ વિશ્વ વંદનીય પ.પુ.મોરારીબાપુ ના વરદહસ્તે તલગાજરડા ખાતે ચિત્રકૂટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ હતા આવા ઉચ્ચ અને પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત થઈને પરેશકુમાર હિરાણીએ સમગ્ર શાળા પરિવાર, પરવડી ગામ, ગારિયાધાર તાલુકા અને ભાવનગર જિલ્લાનુ ગૌરવ વધારેલ છે. ગુજરાત રાજ્યના પ્રતિભાશાળી શિક્ષક તથા ભાવનગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ થી પણ પરેશકુમાર હિરાણી સન્માનિત થઈ ચુક્યા છે. ત્યારે પરવડી બ્રાન્ચ શાળાના મદદનીશ શિક્ષક કલ્પેશભાઈ ચુડાસમા અને મનોજભાઈ લિયા તથા શાળા પરિવાર દ્વારા આજે પરેશકુમાર હિરાણી ને શાળા ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા હતા. શાળાના બાળકોએ પણ શાળાના મદદનીશ શિક્ષક ને સન્માનિત કરાતા ખુશી ની લાગણી વ્ય...

કમોસમી વરસાદની આગાહીનાં પગલે આંબા પાકની ખેતી કરતા ખેડૂતો મિત્રો માટે માર્ગદર્શિકા બહાર પડાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર નાયબ બાગાયત નિયામક, ભાવનગર દ્વારા આંબા પાકની ખેતી કરતા ખેડૂતો મિત્રોને જણાવવાનું કે, હાલ કમોસમી વરસાદ ની આગાહી ને ધ્યાને લેતા આંબા વાડિયામાં કોઈ પણ રાસાયણિક/ સેન્દ્રિય ખાતરો કે હોર્મોન્સના છંટકાવ કરવા નહિ, વાદળ છાયું વાતાવરણ હોય અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે જેના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરતાં રહેવું અને જરૂર જણાય તો કાર્બેન્ડેજીમ + મેન્કોજેબ અથવા હેકઝાકોનાજોલ ૫ % અથવા થાયોફીનાઇટ મીથાઇલ અથવા ટેબ્યું સલ્ફર ૧૦૦૦ લીટર પાણીમાં ૧ કિલો/૧ લીટર છંટકાવ કરવો તેમજ મધિયો અને થ્રીપ્સ અને મગિયા ઈયળ નો ઉપદ્રવ જણાયતો પ્રોફેનો સાયપર ૪૦ + ૪ ઈ.સી. ૧ લીટર પ્રતી ૧૦૦૦ લીટર પાણી મુજબ છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે....

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રોએ કાળજી લેવા અનુરોધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તા.૧૫ માર્ચથી તા.૧૯ માર્ચ દરમિયાન અશાન્ત: વાદળછાયું રહેવાનું અને છુટા છવાયા જગ્યાએ હળવા વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર-મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં થઈ શકે છે વરસાદ, સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં પણ થશે કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગ દ્વારા આગામી તા.૧૬ માર્ચ થી તા.૧૮ માર્ચ સુધી ભાવનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.  હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આવા સમયે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં તકેદારીનાં પગલા લેવા જિલ્લાના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે કે, કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/ તાડપત્રી થી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલ...

એસ.એસ.સી. તેમજ એચ.એસ.સી. (સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષાના પરિક્ષાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર એસ.એસ.સી. તેમજ એચ.એસ.સી. (સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષાઓ ભાવનગર જિલ્લામાં આગામી તા.૧૪/૦૩/૨૦૨૩ થી તા.૨૯/૦૩/૨૦૨૩ સુધી લેખિત પરીક્ષા યોજાનાર છે. જે પરીક્ષાનો સમય ૧૦:૦૦ કલાક થી ૬:૩૦ કલાક સુધી રહેશે. ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે. જેમાં જણાવ્યા અનુસાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રીજયામાં ઝેરોક્ષ/ ફેક્સ/ સ્કેનર મશીનનાં ઉપયોગ પર તેમજ પરીક્ષા કેંન્દ્રની ૧...

 (૧) ભક્તિભુમી એપાર્ટમેન્ટ અને (૨) ભગીની નિવેદિતા ટાઉનશીપનાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ અને તાલીમ અપાઇ

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે (૧) તા.૧૧/૦૩/૨૦૨૩ ના રોજ ભક્તીભુમી એપાર્ટમેન્ટ, નવો ૪૦ ફૂટનો રોડ, મટુકી રેસ્ટોરન્ટ પાછળ, મવડી  રાજકોટ તથા (૨) તા.૧૨/૦૩/૨૦૨૩ ના રોજ ભગીની નિવેદીતા ટાઉન શીપ, રેલનગર, રાજકોટ ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આ...