Sunday, February 15News That Matters

ભાવનગર શહેર ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨ ના રોજ યોજાશે

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

રાજ્ય સરકાર ના આદેશ અનુસાર તા.૨૨ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી, વિધાનગર, બી.પી.ટી.આઇ. સામે ભાવનગર શહેર ખાતે માન. મુખ્યમંત્રી નો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, તાલુકા કક્ષાના પ્રશ્નો ના નિકાલ કરવા માટે નાયબ કલેકટર ભાવનગરનાં અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે.

ભાવનગર સીટીના પ્રશ્નો માટે ભાવનગર શહેરના અરજદાર ઓ પાસે થી તા.૧૦/૦૨/૨૦૨૩ સુધીમાં વિવિધ કચેરીઓમાં અનિર્ણીત પ્રશ્નોના આધાર પુરાવા સાથે અરજી મંગાવામાં આવે છે. પ્રશ્ન રજૂ કરવા માટે જે તે અરજદારે ભાવનગર શહેર સ્વાગત ફરીવાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે સીટીમામલતદાર, ભાવનગર ને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં ગત તાલુકા ફરિયાદ નિવારણા કાર્યક્રમમાં અનિણીત રહેલ અરજદારો તથા સંબંધીત વિભાગોએ જરૂરી આધારો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષય ને લગતી રજુઆત કરી શકશે. સામુહીક રજુઆત કરી શકાશે નથી તે સીટી મામલતદાર ભાવનગરની અખબારી યાદી માં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *