Tuesday, September 8News That Matters

Gujarat

ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની નિમણૂંક અંગે અરજી મંગાવાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર સરકારના મહેસુલ વિભાગ, ગાંધીનગર દ્વારા કલેક્ટર કચેરી, ભાવનગર ખાતે ૧૧(અગીયાર) માસની મુદ્દત માટે ઉભી કરવામાં આવેલ કરાર આધારિત કાયદા સલાહકારની ૧(એક) જગ્યા ઉપર નિમણૂંક કરવાની છે. આ અંગેના અરજીઓ નિયત લાયકાતો/અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી તા.૫/૦૬/૨૦૨૩ ના રોજ ૧૭.૦૦ કલાક સુધીમાં મંગાવવામાં આવે છે. કરાર આધારિત કાયદા સલાહકારની જગ્યા માટેનું અરજી ફોર્મ, શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા નિમણૂંકની બોલીઓ અને શરતો અંગેની માહિતી મહેકમ શાખા, કલેક્ટર કચેરી, ભાવનગર ખાતેથી કચેરી સમય દરમ્યાન મેળવી શકાશે....

ભાવનગર જિલ્લામાં લોક અદાલતને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો : ૧૦,૫૩૦ કેસોનો નિકાલ થયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,ભાવનગર દવારા તા.૧૩/૦૫/૨૦૨૩ ના રોજ નાલ્સા (સુપ્રિમ કોર્ટ) અને સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટી (હાઈકોર્ટ) ના આદેશ અનુસાર નેશનલ લોકઅદાલત નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ રૂ.૮.૭૧ કરોડ સમાધાનની રકમ દવારા કુલ ૧૦,૫૩૦ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગરના અધ્યક્ષ અને જિલ્લા ન્યાયાધીશ એલ.એસ.પીરઝાદા માર્ગદર્શન અનુસાર કોર્ટોમાં લોક અદાલત યોજાઈ હતી. જેમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો, મોટર એકસીડન્ટ ક્લેઈમ પીટીશન, ચેક રીટર્ન કેસો, દેવા વસુલાતને લગતા દિવાની તકરારના કેસો સહિત સમાધાનલાયક કેસો મુકાયા હતા. જેમાં ૪૧ મોટર અકસ્માત વળતરના કેસોનો નિકાલ કરી રૂ. ૧,૭૦,૯૬,૭૦૦/- નો વળતરનો હુકમ કરાયો હતો. ઉપરાંત, ૫૧૧૫ પ્રિલીટીગેશન કેસોનો નિકાલ કરી રૂ. પ૭,૮૨,૧૨૩ વળતરનો હુક્મ કરાયો હતો. લોક અદાલતને સફળ બનાવવા જિલ્લાન...

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્યની ૧ મહાનગરપાલિકા અને ૩ નગરપાલિકાઓને કુલ પ.૬૦ કરોડ રૂપિયા જન સુવિધા-સુખાકારી કામો માટે અપાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાનો વ્યાપક લાભ મહાનગરો- નગરોમાં નાગરિક સુવિધા-સુખાકારી વૃદ્ધિના કામો માટે આપવાનો જનહિત અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર, મુખ્યમંત્રીએ રાજ્યના ભાવનગર મહાનગર તેમજ નડિયાદ, કાલાવાડ અને હળવદ નગરપાલિકાઓને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના વિવિધ કામો માટે કુલ રૂ. પાંચ કરોડ ૬૦ લાખ ર૧ હજાર ૯૧૪ ની રકમના ખર્ચ માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. શહેરી વિકાસ વિભાગે આ કામોની દરખાસ્તો રજુ કરી હતી તેને તેમણે અનુમોદન આપ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદ નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના ઘટક અન્વયે પ૬ કામો માટે ૧ કરોડ ૬૪ લાખ ૦૬ હજાર રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. નડિયાદ નગરના ૯૭૧ જેટલા પરિવારોને આ કામોથી વધુ સુવિધા મળતી થશે. આ ઉપરાંત ભૂપેન્દ...

વેરાવળમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને સાસરિયા અને પિયરીયા દ્રારા તરછોડાતા અભયમ ટીમ વ્હારે આવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ વેરાવળ પંથકની યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ લગ્નજીવનના થોડાં સમય બાદ યુવતીને સાસુ - સસરા દ્રારા સામાન્ય બાબતમાં બોલચાલ કરી ઝઘડા કરી ત્રાસ અપાતો. આ દરમિયાન યુવતીએ આપઘાત કરવાનો પ્રયત્ન કરેલ જેના કારણે પતિ દ્રારા માનસિક ત્રાસ વધતા કંટાળી યુવતીએ પિયરમાં પિતાને ફોન કરી સાસરિયામાં ત્રાસ અપાતો હોવા અંગેનું જણાવ્યું હતુ. ત્યારબાદ પિયરમાં જઈને યુવતી પિતા સાથે ઝઘડો કરતા હોવાથી યુવતીના પિતાએ ઘર છોડી જવા જણાવેલ. તેથી યુવતી પતિની શોધમાં ઘર છોડી ચાલી નીકળેલ અને 181મહીલા હેલ્પલાઇનની મદદ માગેલ. 181 અભયમ મહિલા હેલ્પલાઇન વેરાવળથી કાઉન્સેલર દાફડા અંજના, કોન્સ્ટેબલ ડોડીયા અલ્પાબેન તેમજ પાયલોટ સાથે ટીમ યુવતી પાસે દોડી ગયેલ. યુવતીએ જણાવેલ કે તેમને તેમના પતિ પાસે જવું છે પરંતુ તેમને કોઈ સ્વીકારવા તૈયાર નથી. 181 ટીમ યુવતીને સાથે લઈ જઈ પતિનાં ઘરે પહોચી અને સાસરીપક્ષને મળી કાઉન્સેલી...

કોડીનાર તાલુકા ખાતે ‘ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ’ અંગે જાગૃતિ શિબિરનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ કોડીનારના વેલણ-માઢવાડ ગામ ખાતે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા 'ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫' અંતર્ગત એક જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી આર.એમ.જિંજાળા દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અન્વયે માહિતી, ડીઆરડીએ આસિસ્ટન્ટ પ્રોગ્રામ મેનેજર બારડ રાજેશભાઈ તેમજ બારડ રોહિતભાઈ દ્વારા મહિલા સશક્તિકરણ તેમજ સખીમંડળ વિશે જાણકારી આપવામાં આવી હતી તથા સખી વન સ્ટોપ સેન્ટર પોલિસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઈનની માહિતી આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં મહિલાલક્ષી યોજનાઓની પણ માહિતી આપવામાં આવેલ હતી. આ તકે વેલણ, માઢવાડ ગામની સ્થાનિક મહિલાઓની પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિતી રહી હતી....

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઘોઘા તાલુકાના ઉખરલા ગામના બાળકીનું જન્મ જાત હૃદયરોગનું સફળ ઓપરેશન થયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઘોઘા તાલુકાના ઉખરલા ગામના બાળકીને જન્મ જાત હૃદયરોગની ખામી હતી. તેનો પરિવાર આ જાણીને ચિંતામાં ગરકાવ હતો. પરંતુ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા ભાવનગરના ઘોઘા તાલુકાના ઉખરલા ગામના બાળકીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે એક રીતે આ બાળકીને નવજીવન મળ્યું છે. હ્યદયરોગથી પીડાતા આ પરિવારની મદદમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત કાર્યક્રમ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આવ્યો છે. આ કાર્યક્રમ દ્વારા બાળકોની શારીરિક તપાસ કરવામાં આવે છે જેમાં બાળકની તમામ સ્વાસ્થ્યને લગતી બાબતો નોંધવામાં આવે છે. જેના આધારે આવાં ગંભીર પ્રકારનો રોગ પણ જાણમાં આવે છે અને તેના તુરંત જ પ્રાથમિક રિપોર્ટ કરાવવાથી ગંભીર પ્રકારની બિમારીને જાણી તેની સારવાર કરી શકાય છે. આ કાર્યક્રમથી અનેક બાળકોની સારવાર શક્ય બની છે. આવી જ રીતે ઘોઘા તાલુકાના ઉખરલા ગામે રહેતાં ...

ભાવનગરમાં એમ. જે. કોલેજ ઓફ કોમર્સ ખાતે તા. ૨૦ મે ના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૫ એકમ (કંપની) માં, માર્કેટીંગ એક્જેક્યુટીવ, ઓફીસ એક્જેક્યુટીવ, ટેલિકોલર(ડીજિટલ ઓફિસર), ટ્રેઈની કેન્દ્ર મેનેજર, સેલ્સ પ્રમોટર, સ્ટોર એક્ઝીક્યુટીવ, આઇ.ટી.આઇ ઓપરેટર, કમ્પ્યુટર ઓપરેટર વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ, આઇટીઆઈ, ડિપ્લોમાં, ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૨૦/૦૫/૨૦૨૩ (શનિવાર), સમય: સવારે ૧૦:3૦ કલાકે, એમ. જે. કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર, જિ. ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૫ (પાંચ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક(રોજગાર)ની યાદીમાં જણાવવામાં આવે છે...

ભાવનગર જિલ્લામાં લોક અદાલતને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો : ૧૦,૫૩૦ કેસોનો નિકાલ થયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,ભાવનગર દવારા તા.૧૩/૦૫/૨૦૨૩ ના રોજ નાલ્સા (સુપ્રિમ કોર્ટ) અને સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટી (હાઈકોર્ટ) ના આદેશ અનુસાર નેશનલ લોકઅદાલત નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ રૂ.૮.૭૧ કરોડ સમાધાનની રકમ દવારા કુલ ૧૦,૫૩૦ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગરના અધ્યક્ષ અને જિલ્લા ન્યાયાધીશ એલ.એસ.પીરઝાદા માર્ગદર્શન અનુસાર કોર્ટોમાં લોક અદાલત યોજાઈ હતી. જેમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો, મોટર એકસીડન્ટ ક્લેઈમ પીટીશન, ચેક રીટર્ન કેસો, દેવા વસુલાતને લગતા દિવાની તકરારના કેસો સહિત સમાધાનલાયક કેસો મુકાયા હતા. જેમાં ૪૧ મોટર અકસ્માત વળતરના કેસોનો નિકાલ કરી રૂ. ૧,૭૦,૯૬,૭૦૦/- નો વળતરનો હુકમ કરાયો હતો. ઉપરાંત, ૫૧૧૫ પ્રિલીટીગેશન કેસોનો નિકાલ કરી રૂ. પ૭,૮૨,૧૨૩ વળતરનો હુક્મ કરાયો હતો. લોક અદાલતને સફળ બનાવવ...

રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

Gujarat
રાજ્યના ૧૩ જિલ્લાઓમાં નવી ઔદ્યોગિક વસાહતોની સ્થાપના માટે પ્રાથમિક શક્યતાદર્શી તપાસ અહેવાલ મેળવવા સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ: પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલ હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર              પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના યુવાનોને ઘર આંગણે રોજગારી મળી રહે તે આશયથી મુખ્યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં નવીન જી.આઇ.ડી.સી.ની સ્થાપના માટે વિધાનસભા સત્રમાં જાહેરાત કરવામાં આવી હતી. આ સંદર્ભે ગુજરાત ઔદ્યોગિક વસાહત નિગમના નિયામક મંડળ દ્વારા રાજ્યના ૧૩ જિલ્લાઓમાં નવી જી.આઇ.ડી.સી. સ્થાપવા માટે જમીનની એક જથ્થે ઉપલબ્ધતા, ડિમાન્ડ સર્વે, સ્થાનિક પરિબળો અને કૃષિ ઉત્પાદન વગેરેના પ્રાથમિક શક્યતાદર્શી તપાસ અહેવાલ એટલે કે પ્રિ-ફિઝીબિલીટી એસેસમેન્ટ રીપોર્ટ મેળવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.        મુખ્યમંત્રી  ભૂપેન્‍...

ભાવનગરમાં વિશ્વ ડેન્ગ્યુ દિવસની જ્ઞાનધારાથી ઉજવણી કરતું આરોગ્યતંત્ર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર વિશ્વ ડેન્ગ્યુ દિવસ ઉજવણીમાં જિલ્લા આરોગ્યતંત્ર ભાવનગર દ્વારા જ્ઞાનધારા મેલેરીયા અંગે જનજાગૃતિ અને આરોગ્ય કર્મચારીઓમાં જ્ઞાનનો વધારો થાય અને છેવાડા માનવીને સારી આરોગ્ય સેવા પૂરી પાડી શકાય તે શુભ હેતુ સર કરવા મેઘાણી ભવન સરદારનગર ખાતે કાર્યક્રમ યોજાયો. જેમાં જિલ્લાભરનાં પુરુષ આરોગ્ય કર્મચારીઓ સુપરવાઈઝરો, તાલુકા સુપરવાઇઝરો, જિલ્લા મેલેરીયા શાખાના અધિકારી, જિલ્લા પંચાયત પ્રમૂખ ભરતસિંહ ગોહીલ, આર.ડી.ડી. ડો. મનીષકુમાર ફેન્સી, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી પ્રસાદ, આર.સી. એચ. ઓફીસર ડો. કોકિલાબેન સોલંકી, જિલ્લા મેલેરીયા અધિકારી ડો. બી.પી. બોરીચા, એપેડેમિક અધિકારી ડો. સુનિલભાઇ પટેલ, ડી.ક્યું.એમ.ઓ. ડો. મનસ્વિનીબેન માલવિયા, મહાનગપાલિકાના આર.સી.એચ. ઓફીસર ડો. મૂકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્ર્મ યોજાયો. કાર્યક્ર્મના અંતે ગત વર્ષે મેલેરીયા વિભાગમાં સુ...