Wednesday, February 18News That Matters

ધનંજય પેરેડાઈઝ એપાર્ટમેન્ટનાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજી તાલીમ અપાઇ

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ

            રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૨૩/૦૩/૨૦૨૩ નાં રોજ ધનંજય પેરેડાઈઝ એપાર્ટમેન્ટ, મવડી બાય પાસ, રામધણ ગૌ શાળા પાસે, રાજકોટ ખાતે ખાતે ચીફ ફાયર ઓફીસર આઇવીખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બીજેઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતુંઆ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે.

ઉપરોક્ત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન ધનંજય પેરેડાઈઝ એપાર્ટમેન્ટ, મવડી બાય પાસ, રામધણ ગૌ શાળા પાસે, રાજકોટ ખાતે અંદાજે ૩૦ થી ૩૫  હાઈરાઈઝ બીલ્ડીંગનાં રહેવાસીઓ આ મોકડ્રીલમાં જોડાયેલ. મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફીસર એમ.કે.જુણેજા, લીડીંગ ફાયરમેન જયેશભાઈ દાણીધારિયા, ફાયરમેન અનિલભાઈ, સંજયભાઈ, ડ્રાઈવર હિતેશભાઈ તથા ટ્રેનર સહિતના સ્ટાફ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવોજાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો  તે અંગે તાલીમનું આયોજન કરવામા આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *