Sunday, February 15News That Matters

Author: Admin Admin

કમાલપુરના પી એમ યુવા લેખક શ્વેતા પટેલને દિલ્લીના લાલ કિલ્લા ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ મળ્યું

કમાલપુરના પી એમ યુવા લેખક શ્વેતા પટેલને દિલ્લીના લાલ કિલ્લા ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ મળ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ઈડર નવી દિલ્હી ખાતે 15 ઑગસ્ટના પાવન દિવસે યોજાનાર સ્વાતંત્ર દિવસના રાષ્ટ્રીય ધ્વજવંદન કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કમાલપુર ગામના યુવા લેખિકા શ્વેતા પટેલને ભારત સરકાર દ્વારા “વિશિષ્ટ અતિથિ” તરીકે આમંત્રણ મળ્યું છે. દર વર્ષે દિલ્લીના લાલ કિલ્લા પર આયોજિત રાષ્ટ્રીય પર્વમાં સમગ્ર દેશમાંથી ચયનિત ગણનાકીય પ્રતિભાઓને ભારત સરકાર વિશિષ્ટ મહેમાન તરીકે આમંત્રિત કરે છે. આ વર્ષે શિક્ષણ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયના સંયુક્ત આયોજનમાં દેશના પ્રતિભા શાળી યુવા લેખકોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં ઈડર તાલુકાના કમાલપુર ગામના પીએમ યુવા લેખક શ્વેતા પટેલને આમંત્રિત કર્યા છે. શ્વેતા પટેલ “પ્રધાનમંત્રી યુવા લેખક મેન્ટરશિપ યોજના-1” ના વિજેતા છે. જે થકી તેઓએ રાજ્ય અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ અગાઉ તેમણે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત કલા-સાહિત્...
નારી વંદન સપ્તાહ અંતર્ગત કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે મહિલા સ્વ-રોજગાર મેળાનું આયોજન કરાયું

નારી વંદન સપ્તાહ અંતર્ગત કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે મહિલા સ્વ-રોજગાર મેળાનું આયોજન કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર તારીખ 4 ઓગસ્ટ, 2025 ના રોજ, નારી વંદન સપ્તાહના ભાગ રૂપે કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે જિલ્લા રોજગાર કચેરીના સહયોગથી મહિલા સ્વ-રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માર્ગદર્શન અપાયું હતું. શ્રીમતી ક્રિષ્નાબેન સોઢાએ મહિલા સ્વાવલંબન વિશે પ્રાસંગિક ઉદબોધન આપ્યું, જ્યારે ધ્રુવરાજસિંહ દ્વારા રોજગાર મેળા વિશેની માહિતી આપવામાં આવી હતી. LIC બ્રાન્ચ મેનેજર મનોજભાઈ રાઠોડે કેન્દ્ર સરકારની વીમા સખી યોજના વિશે વિસ્તૃત માહિતી આપી, અને SBIના ડાયરેક્ટર મેનેજર વિજયસિંહે મહિલાઓ માટે બેંક લોન અને તાલીમ અંગેની વિગતો જણાવી હતી. આ ઉપરાંત, મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ચાલતી વિવિધ સ્વાવલંબન યોજનાઓ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. આ મેળામાં નોકરી શોધી રહેલી મહિલાઓ માટે ઇન્ટરવ્યુ અને માર્ગદર્શન સત્રોનું પણ ...

નર્મદા જિલ્લામાં “સક્ષમ શાળા” એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજપીપલા સમગ્ર શિક્ષા અંતર્ગત શિક્ષણના વિવિધ આયામોને કેન્દ્રમાં રાખીને કાર્ય કરતી નર્મદા જિલ્લાની શ્રેષ્ઠ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને “સક્ષમ શાળા” એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સહકાર ભવન, એકતાનગર ખાતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન તડવીની અધ્યક્ષતામાં યોજાયો. સક્ષમ શાળા એપ્લિકેશન દ્વારા હાથ ધરાયેલા બેઝલાઈન સર્વે મુજબ યુનિસેફ દ્વારા નક્કી કરાયેલા 12 પેરામીટર્સમાં 4 સ્ટાર અને 5 સ્ટાર હાંસલ કરનાર 5 જિલ્લા કક્ષાની અને 5 તાલુકા કક્ષાની એવી કુલ 10 શાળાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન તડવીએ એવોર્ડ મેળવનાર શાળાઓના સંચાલકો, આચાર્યો, એસએમસી સભ્યો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, આ તો હજી શરૂઆત છે. જેમ સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમાના કારણે નર્મદા...
‘હર ઘર તિરંગા’: મોરબી જિલ્લાની શાળાઓમાં રેલી સહિતની પ્રવૃતિઓ હાથ ધરાઈ

‘હર ઘર તિરંગા’: મોરબી જિલ્લાની શાળાઓમાં રેલી સહિતની પ્રવૃતિઓ હાથ ધરાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મોરબી હાલ રાજ્યભરમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ ચાલી રહ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ પ્રકારના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. મોરબી જિલ્લાની વિવિધ સરકારી અને ખાનગી શાળાઓએ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે. જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો જાહેર માર્ગો અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશભક્તિના નારા તથા તિરંગા સાથે રેલી યોજી લોકોને તિરંગાના તને માન પ્રત્યે જાગૃત કરી રહ્યા છે અને લોકોમાં દેશભક્તિનો માહોલ બનાવી રહ્યા...
મોરબી જિલ્લાની શાળાઓમાં દેશભક્તિ ની થીમ સાથે રાખી મેકિંગ આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ રંગોળી સ્પર્ધા યોજાઈ

મોરબી જિલ્લાની શાળાઓમાં દેશભક્તિ ની થીમ સાથે રાખી મેકિંગ આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ રંગોળી સ્પર્ધા યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મોરબી મોરબી જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ શાળાઓમાં દેશ ભક્તિની થીમ સાથે રાખી મેકિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ રંગોળી સ્પર્ધાઓ યોજાઈ હતી. દેશના લોકોમાં દેશભક્તિના માહોલને વધુ ઉત્પ્રેરિત કરવા તથા આપણા તિરંગા પ્રત્ય એક વિશેષ જોડાણ ની લાગણી ઉત્પન્ન થાય તેવા હેતુથી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહેલ વિવિધ આયોજનના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ જિલ્લાની વિવિધ શાળાઓમાં દેશભક્તિની થીમને કેન્દ્રમાં રાખી રાખડી બનાવવાની સ્પર્ધા, આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો ઉત્સાહભેર સહભાગી થયા હતા. જેમાં સ્પર્ધામાં વિજેતા બાળકોને ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા....
સુરત જિલ્લાના માંડવી ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીના વર્ષની ઉજવણી

સુરત જિલ્લાના માંડવી ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીના વર્ષની ઉજવણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં સુરત જિલ્લાના માંડવી ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીના વર્ષની ઉજવણીનો કાર્યક્રમ આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મુખ્યમંત્રીના વરદ્હસ્તે આ અવસરે રાજ્યના આદિવાસી વિસ્તારોમાં છાત્રાલયો, આશ્રમશાળાના નવીન મકાનો, સિંચાઈના વિવિધ કામો, રોડ-રસ્તાઓ અને આવાસો સહિતના કુલ રૂ. 479 કરોડથી વધુના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા હતા તેમજ આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ વ્યક્તિલક્ષી યોજનાઓ હેઠળ વર્ષ 2025-26માં કુલ 6.20 લાખથી વધુ લાભાર્થીઓને ₹125.36 કરોડના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ આદિવાસી વિસ્તારમાં વિકાસનો ઉજાસ પાથરતા આ અવસરે રમતગમત ક્ષત્રે પોતાની ઉત્કૃષ્ટતા ઝળકાવનાર આદિવાસી સમાજના રમતવીરોને સન્માનિત કરી, પ્રોત્સાહન પૂરું પાડ્યું હ...
10 ઓગસ્ટ – વિશ્વ સિંહ દિવસ

10 ઓગસ્ટ – વિશ્વ સિંહ દિવસ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી પ્રતિ વર્ષ વિશ્વના 40 જેટલા દેશો તેમજ સમગ્ર ભારતમાંથી 9 લાખ જેટલા સહેલાણીઓ ગીર વન્યજીવ અભયારણ્યની મુલાકાત લે છે. ગુજરાત સરકારના સિંહ સંવર્ધન માટેના સાતત્યભર્યા પ્રયાસોના પરિણામે સિંહોની સંખ્યા 891 થઈ છે; ગીરનો સિંહ માત્ર ગુજરાતનું નહીં પરંતુ, સમગ્ર ભારત વર્ષનું ગૌરવ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જામનગર એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જામનગર એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલ બરડા વન્યજીવ અભયારણ્ય- ટીંબડી ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થનાર છે. ત્યારે મુખ્યમંત્રીનું જામનગર આગમન થતા એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા. એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સ્વાગતમાં ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી તથા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ઉપસ્થિત રહ્યા હતા....
રાજ્યમાં સમય પહેલા જ પુષ્કળ વાવેતર થતા સપ્લાય પ્લાન મુજબ ખાતરનું જિલ્લાવાર વિતરણ ચાલી રહ્યું છે: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

રાજ્યમાં સમય પહેલા જ પુષ્કળ વાવેતર થતા સપ્લાય પ્લાન મુજબ ખાતરનું જિલ્લાવાર વિતરણ ચાલી રહ્યું છે: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર       કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ખાતર વિતરણ અંગે જણાવ્યું હતું કે, આ વર્ષે સારા વરસાદના પરિણામે ખરીફ પાકોના ૬૧ ટકા જેટલુ વાવેતર સમય કરતા વહેલા પૂર્ણ થયું છે. ખેડૂતોને વ્યાજબી ભાવે યુરીયા, ડી.એ.પી તથા એન.પી.કે ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા તેના પર માતબર રકમની સબસીડી આપીને સમયાંતરે ખાતરનો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે. ખેતી માટે જરૂરિયાત મુજબ ખેડૂતોને સમયસર અને પૂરતું ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સપ્લાય પ્લાન મુજબ ખાતરનો જથ્થો વિવિધ જિલ્લામાં વિતરણ કરવામાં આવી રહ્યો છે.    રાજ્યમાં જિલ્લાવાર અને તાલુકાવાર ફાળવવામાં આવતા ખાતરના જથ્થાની વિતરણ વ્યવસ્થાની રાજ્ય કક્ષાએથી કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિતના રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી ખેડૂતોને જરૂરિયાત મુજબનો ખાતરનો જથ્થો સરળતાથી ઉપલબ્...
ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપની આવડકૃપાની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણ

ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપની આવડકૃપાની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણ

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, ભાવનગર         ભાવનગર જિલ્લાનાં પ્રવાસે આવેલ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, શ્રમ-રોજગાર, યુવા બાબતો-રમત ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા અને ગ્રાહક બાબતો, ખાદ્ય-સાર્વજનીક ની વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા એ ભાવનગર જિલ્લામાં આવેલ કન્ટેનર બનાવતી કંપની આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી. ની મુલાકાત લીધી હતી. મંત્રીએ ભાવનગર – રાજકોટ રોડ ખાતે આવેલ આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી. કંપનીમાં તૈયાર થઇ રહેલા કંટેનરો અંગેની સમગ્ર જાણકારી મેળવી હતી અને જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.  ભાવનગર હવે કન્ટેનર હબ બનવા તરફ આગળ ધપી રહ્યું છે ત્યારે ભાવનગરના નવાગામ ખાતે આવેલ આ કન્ટેનર બનાવટી કંપની હાલ ઓર્ડર મુજબ રોજના ૧૫ જેટલા કન્ટેનર બનાવી રહી છે આ કંપની હવે રોજના ૧૦૦ જેટલા કન્ટેનર તૈયાર કરી શકે તેવા ઇન્ફરાસ્ટ્રકચર સાથે તૈયાર છે ત્યારે કન્ટેનર બનાવવાની સમગ્ર પ્...