Sunday, February 15News That Matters

ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપની આવડકૃપાની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણ

હિન્દ ટીવી -ગુજરાતી, ભાવનગર   

     ભાવનગર જિલ્લાનાં પ્રવાસે આવેલ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, શ્રમ-રોજગાર, યુવા બાબતો-રમત ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા અને ગ્રાહક બાબતો, ખાદ્ય-સાર્વજનીક ની વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા એ ભાવનગર જિલ્લામાં આવેલ કન્ટેનર બનાવતી કંપની આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી. ની મુલાકાત લીધી હતી.

મંત્રીએ ભાવનગર – રાજકોટ રોડ ખાતે આવેલ આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી. કંપનીમાં તૈયાર થઇ રહેલા કંટેનરો અંગેની સમગ્ર જાણકારી મેળવી હતી અને જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. 

ભાવનગર હવે કન્ટેનર હબ બનવા તરફ આગળ ધપી રહ્યું છે ત્યારે ભાવનગરના નવાગામ ખાતે આવેલ આ કન્ટેનર બનાવટી કંપની હાલ ઓર્ડર મુજબ રોજના ૧૫ જેટલા કન્ટેનર બનાવી રહી છે આ કંપની હવે રોજના ૧૦૦ જેટલા કન્ટેનર તૈયાર કરી શકે તેવા ઇન્ફરાસ્ટ્રકચર સાથે તૈયાર છે ત્યારે કન્ટેનર બનાવવાની સમગ્ર પ્રક્રિયા અને ટેકનોલોજી અંગેનું નિરીક્ષણ રેલવે મંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. અને આગામી સમયમાં વૈશ્વિક ક્ષેત્રે કન્ટેનરની માંગ પૂરી કરવા આ કંપની સજ્જ હોઈ તેને આવશ્યક લાગે ત્યાં સરકારની મદદ મળી રહેવાની બાંહેધરી મંત્રી દ્વારા આપી હતી. 

આ તકે મંત્રીની સાથે જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ, આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી. ના હસમુખભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *