Sunday, February 15News That Matters

Author: Admin Admin

પાક સંરક્ષણના પ્રાકૃતિક ઉપાયો અને કપાસની સફળ ખેતી માટે ખેડૂતો માટે ખાસ માર્ગદર્શન

પાક સંરક્ષણના પ્રાકૃતિક ઉપાયો અને કપાસની સફળ ખેતી માટે ખેડૂતો માટે ખાસ માર્ગદર્શન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, દાહોદ    ભારતની કૃષિ અર્થવ્યવસ્થામાં કપાસનું એક મુખ્ય સ્થાન છે, જેને "સફેદ સોનું" પણ કહેવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ ખેડૂતો માટે એક ક્રાંતિકારી પગલું છે, પરંતુ શરૂઆતમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને, જમીનમાં સેન્દ્રિય કાર્બન ઓછો હોવાથી પાક પર રોગ અને જીવાત આવી શકે છે. તો ચાલો જાણીએ, આ પરિસ્થિતિમાં રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર, કઈ રીતે ઘરગથ્થુ ઉપચારથી પાકનું રક્ષણ કેવી રીતે કરવું. નવા ખેડૂતો માટે પડકારો અને તેના નિવારણ: શરૂઆતમાં પ્રાકૃતિક ખેતીમાં આવતા ખેડૂતોને પાક પર રોગ-જીવાતનો હુમલો વધારે જોવા મળી શકે છે. આના નિયંત્રણ માટે, ખેડૂતો નિમાસ્ત્ર, સૂંઠાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અને અગ્નિઅસ્ત્ર જેવા પ્રાકૃતિક જંતુરોધકોનો ઉપયોગ કરી શકે છે. આ જંતુરોધકો બનાવવા માટે, લીમડો, ધતુરો, આંકડો, ગળો, અને સીતાફળી જેવી વનસ્પતિઓને ગૌમૂત્રમાં ભેળવીને ઉપયોગ...
મોરબી જિલ્લામાં ૧ નવેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

મોરબી જિલ્લામાં ૧ નવેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, મોરબી      હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી ૦૧/૧૧/૨૦૨૫ સુધી મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી  કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત ર...
આગામી તા.2 નવેમ્બર થી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમા હેતુ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની ટીમે તૈયારીઓ પુર્ણ કરી

આગામી તા.2 નવેમ્બર થી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમા હેતુ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની ટીમે તૈયારીઓ પુર્ણ કરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જૂનાગઢ      આગામી તા. 2 નવેમ્બર થી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમામાં લાખો યાત્રિકોની સુરક્ષા અને સેવા જળવાઈ રહે તે માટે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની ટીમે તૈયારીઓ પુર્ણ કરી છે. ખાસ કરીને પીવાનું શુદ્ધ પાણી, ઈમરજન્સીમાં સારવાર અને સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત પ્લાસ્ટિક મુક્ત ગિરનારની પરિક્રમા રહે તે માટે જિલ્લા તંત્રએ યાત્રિકોના સહકાર સાથે કટિબદ્ધતા વ્યક્ત કરી છે.  કલેકટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આજે કલેક્ટર કચેરીના સભાખંડમાં ગિરનારની લીલી પરિક્રમામાં જુદી જુદી કામગીરીમાં જોડાયેલા વિવિધ વિભાગો કચેરીઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં રૂટ નિરીક્ષણ દરમિયાન ધ્યાનમાં આવેલા મુદ્દા તેમજ યાત્રિકોને પરિક્રમા દરમિયાન મુશ્કેલી ન પડે અને સારી રીતે પરિક્રમા યોજાય તે માટે વિવિધ સુવિધા પર જે તે ડિપાર્ટમેન્ટની તૈયારીની વિગતો જાણીને માર્ગદર્શન આપવા...
દાહોદ માં 108 ઈમરજન્સી સેવા ફરી એકવાર માનવજીવન બચાવવામાં નિમિત્ત બની

દાહોદ માં 108 ઈમરજન્સી સેવા ફરી એકવાર માનવજીવન બચાવવામાં નિમિત્ત બની

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, દાહોદ    દાહોદ જિલ્લામાં અસહ્ય પ્રસવ પીડા થતા 108 ઈમરજન્સી ટીમ દ્વારા દેવગઢ બારિયા તાલુકાની રૂપારેલ ગામની પટેલ ફળિયાની સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જ 2 જુડવા બાળકોની પ્રસૂતિ કરાવવામાં આવી હતી. 108 ની સમયસરની સારવારથી સફળ પ્રસૂતિ થઈ હતી. હાલ પ્રસૂતા માતા અને નવજાત બાળકો સ્વસ્થ છે. તા.22 મીની સાંજે 20:19 વાગ્યે દેવગઢ બારિયાના અંતરિયાળ વિસ્તારમાં રૂપારેલ ગામની સગર્ભા મહિલાને પ્રસવપીડા ઉપડતા સેવનીયા લોકેશનની એમ્બ્યુલન્સ સેવાને ઈમરજન્સી કોલ મળ્યો હતો. ગણતરીના સમયમાં 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી.  31 વર્ષીય આ મહિલાની ચોથી અને જોખમી પ્રસૂતિ હતી. અસહ્ય પ્રસૂતિ દુ:ખાવો થઈ રહ્યો હતો. તેથી 108 સ્ટાફે સ્થિતિ પારખી લીધી જેમાં હોસ્પિટલ પહોંચી શકાય તેમ ન હતું. વધારે જોખમી જેમાં ઓછું વજન અને લોહીના ટકા ઓછા હોવાથી માતાને ગોધરા સિવિલ માં ડાયરેક્ટ એમ્બ્યુલન્સ માં લઈ જવું...
મુંબઈ ખાતે આયોજિત ‘ઈન્ડિયા મેરિટાઈમ વિક-2025’ નું શુભારંભ

મુંબઈ ખાતે આયોજિત ‘ઈન્ડિયા મેરિટાઈમ વિક-2025’ નું શુભારંભ

Gujarat, Maharashtra
હિન્દ ટીવી - ગુજરાતી, મુંબઈ     કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે મુંબઈ ખાતે આયોજિત ‘ઈન્ડિયા મેરિટાઈમ વિક-2025’ના શુભારંભ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલ, મહારાષ્ટ્ર, ગોવા અને ઑડિશાના મુખ્યમંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની સાથે સહભાગી થયા હતા. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સુરક્ષા, સ્થિરતા અને આત્મનિર્ભરતાના વિઝન સાથે મેરિટાઈમ સેક્ટરમાં કરવામાં આવેલા સુધારાઓને કારણે આજે ભારત મેરિટાઈમ ક્ષેત્રે એક વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. તેમણે 100થી વધુ દેશોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આયોજિત #IndiaMaritimeWeek2025 ‘ગેટવે ઓફ ઈન્ડિયા’ને ‘ગેટવે ઓફ વર્લ્ડ’માં પરિવર્તિત કરનાર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાતન...
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે 77 વિધાનસભા મત વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે 77 વિધાનસભા મત વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર    કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે 77-જામનગર (ગ્રામ્ય) વિધાનસભા મત વિસ્તારમાં વિકાસ કાર્યોના ભાગરૂપે વોર્ડ નંબર 7 માં બે કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામોમાં નાઘેડી રોડ પર આવેલી વિનાયક પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં આશરે રૂ.10 લાખના ખર્ચે થનારા પેવર બ્લોકનું કામ અને માધવ વિલા-1 અને 2ના ગેટથી મુખ્ય રસ્તાને જોડતી ખુલ્લી ગટરને બંધ કરવાના આશરે રૂ.7.38 લાખના કામનો સમાવેશ થાય છે. આ બંને કાર્યો વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળની લોક ભાગીદારી યોજના હેઠળ વર્ષ 2024-25ની ગ્રાન્ટ અંતર્ગત હાથ ધરવામાં આવ્યા છે.    આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે વિકાસ એ માત્ર સરકારી યોજનાઓનો અમલ નથી, પરંતુ લોક ભાગીદારી અને લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને થતી પ્રક્રિયા છે. આજે આપણે પ્રારંભ કરી રહ્યા છીએ તે વિકાસ કાર્યો સરકારના છેવાડાના માનવી સુધી પહોંચવા ...
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસ જામનગર ખાતે લોકસંપર્ક યોજાયો

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસ જામનગર ખાતે લોકસંપર્ક યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર      રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી તે પરત્વે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મંત્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિમંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા આ પ્રકારના લોક સંપર્કનું દર અઠવાડિયે શહેરના લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે આયોજન કરવામાં આવે છે. જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી પોતાના પ્રશ્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે છે. કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ પણ નાગરિકોના પ્રશ્નો સાંભળી તેના નિવારણ માટે સ્થળ...
બોટાદ જિલ્લા માં થયેલ કાર્યક્રમ ની સૂચિ

બોટાદ જિલ્લા માં થયેલ કાર્યક્રમ ની સૂચિ

Gujarat
હિન્દ ન્યુઝ, બોટાદ “સ્વસ્થ બાળક, સ્વસ્થ ભવિષ્ય” બોટાદ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી બોટાદ જિલ્લામાં કુલ ૧,૫૪,૧૮૨ બાળકોને કૃમિનાશક દવાનો ડોઝ આપવામાં આવ્યા શાળા અને આંગણવાડી કેન્દ્રોના સહકારથી કૃમિનાશક દવા (આલ્બેન્ડાઝોલની ગોળી) નિ:શુલ્ક આપવાની કામગીરી ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવી (more…)...

ગ્રામીણ મહિલાઓને ઘર આંગણે રોજગારી પૂરી પાડતી મિશન મંગલમ્ યોજના

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરેન્દ્રનગર     સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વણોદ ગામની મહિલાઓ ગુજરાત સરકારની મિશન મંગલમ યોજના હેઠળ સ્વરોજગારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.  આ બહેનો ઘરે બેઠા વિવિધ પ્રકારના ઓર્ગેનિક ઉત્પાદનો બનાવે છે, જેમાં મુખ્યત્વે ચારકોલ, નીમ, તુલસી, એલોવેરા અને ગુલાબ. અન્ય પ્રોડક્ટ્સ: વાસણ ઘસવાનું લિક્વિડ અને વોશિંગ પાઉડર. ‘વોકલ ફોર લોકલ’ ના સૂત્રને સાકાર કરતી આ મહિલાઓ, એકતા અને સંગઠનની શક્તિથી ગ્રામીણ અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપી રહી છે. આર્થિક રીતે પગભર બનીને તેઓ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બન્યા છે....
રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ વળેલા ગઢશીશાના ખેડૂતે કમલમ્ ફળના ઉત્પાદનને વધુ ગુણવત્તાયુક્ત બનાવ્યું

રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ વળેલા ગઢશીશાના ખેડૂતે કમલમ્ ફળના ઉત્પાદનને વધુ ગુણવત્તાયુક્ત બનાવ્યું

Gujarat
હિંન્દ ટીવી - ગુજારાતી, ભુજ પ્રાકૃતિક ખેતી આજના સમયમાં ખેડૂતો, પર્યાવરણ તેમજ મનૂષ્યો માટે વરદાનરૂપ છે. રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહિત પ્રાકૃતિક ખેતી અભિયાનમાં કચ્છના અનેક ખેડૂતો જોડાઇને મીઠા ફળ મેળવી રહ્યા છે ત્યારે ગઢશીશા ખાતે ખેતી કરતા કેશુભાઇ પારસીયા પણ હાલ પ્રાકૃતિક ખેતી તરફ ડગ માંડીને ઉચ્ચ ગુણવત્તાના પાક મેળવી રહ્યા છે. વર્ષોથી રાસાયણિક ખેતી કરતા કેશુભાઇએ જોયું કે, રાસાયણિક ખાતર, જતુંનાશક દવાના કારણે જમીન સાથે નાણાં પણ ધોવાઇ રહ્યા છે ત્યારે તેમણે તેના વિકલ્પમાં શું કરી શકાય તેના પર વિચાર શરૂ કર્યો અંતે તેમના પ્રાકૃતિક ખેતી કરતા તેમના મિત્રો પાસેથી માહિતી અને માર્ગદર્શન મેળવીને તેઓ પણ પોતાની વાડીમાં ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી અપનાવતા જઇ રહ્યા છે. જેના કારણે હાલ તેમના બાગાયતી પાકમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળતું થયું છે. તેઓ કમલમ્, આંબા તથા ખારેક સહિતની ખેતીમાં પ્રાકૃતિક ખેતીના ઉપાય...