Sunday, February 15News That Matters

ગ્રામીણ મહિલાઓને ઘર આંગણે રોજગારી પૂરી પાડતી મિશન મંગલમ્ યોજના

હિન્દ ટીવી – ગુજરાતી, સુરેન્દ્રનગર 

   સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વણોદ ગામની મહિલાઓ ગુજરાત સરકારની મિશન મંગલમ યોજના હેઠળ સ્વરોજગારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. 

આ બહેનો ઘરે બેઠા વિવિધ પ્રકારના ઓર્ગેનિક ઉત્પાદનો બનાવે છે, જેમાં મુખ્યત્વે ચારકોલ, નીમ, તુલસી, એલોવેરા અને ગુલાબ.

અન્ય પ્રોડક્ટ્સ: વાસણ ઘસવાનું લિક્વિડ અને વોશિંગ પાઉડર.

‘વોકલ ફોર લોકલ’ ના સૂત્રને સાકાર કરતી આ મહિલાઓ, એકતા અને સંગઠનની શક્તિથી ગ્રામીણ અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપી રહી છે. આર્થિક રીતે પગભર બનીને તેઓ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *