નરેન્દ્રભાઇ મોદીના કર્મઠ નેતૃત્વમાં ગુજરાત દેશનુ વિકાસ મોડેલ કેવી રીતે બન્યું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગુજરાતની અને ગુજરાતના વિકાસની આજે સમગ્ર ભારતવર્ષમાં જ નહીં, દુનિયાભરના વિકાસ ઝંખતા દેશોમાં પણ ચર્ચા છે. ગાંધી અને સરદાર તથા ઈન્દુચાચા અને રવિશંકર મહારાજ વિના આ વાત અધૂરી ગણાય. એમાં હવે દબદબાભેર એક નામ ઉમેરવું જ પડે, શ્રી નરેન્દ્રભાઈ મોદીનું. એમના નામનો ઉલ્લેખ કર્યા વિના ગુજરાતના વિકાસની વાત અધુરી જ લાગે. ગુજરાત પ્રદેશ તો સદીઓથી છે, પરંતુ સને ૧૯૬૦ના સ્થાપનાકાળથી આપણે જોતા આવ્યા છીએ કે, પાછલા ૧૨ વર્ષોમાં ગુજરાતે જે પ્રતિષ્ઠા, સાખ, આબરુ અને નામના અંકે કરી છે એવી આ ૧૨ વર્ષ પૂર્વેનાં ૪૦ વર્ષોમાં ક્યારેય પ્રાપ્ત થઈ નથી. આ નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશનનો જાદુ છે. ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી તરીકે સતત અને એકધારા ૧૩ વર્ષથી શાસન કરી રહેલા આ લોકપ્રિય નેતાએ માત્ર ગુજરાતીઓ જ નહીં, દેશવાસીઓનાં દિલોમાં પણ સ્થાન મેળવ્યું છે. એમના ચાહકો તો દુનિયાભરના દેશોમાં પથરાયેલા છે. તા...






