Tuesday, September 8News That Matters

શ્રી સોમનાથ મંદિર પરિસરમાં “શ્રી ગણેશ મહાયજ્ઞ”નો પવિત્ર વાતાવરણમાં પ્રારંભ

હિન્દ ન્યુઝ, સોમનાથ

     શ્રી સોમનાથ મંદિર પરિસરમાં અતી પ્રાચીન અને ભાવબૃહસ્પતિ દ્વારા નિર્મિત શ્રી કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં સોમનાથ તીર્થના ઇતિહાસનું સૌથી મોટું ગણેશ આરાધના સવા લક્ષ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન અને શ્રી ગણેશ મહાયજ્ઞનું વિશ્વ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
કેહવામાં આવે છે કે 1000 ગણપતિ અથર્વશીર્ષ ના પઠન થી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે જે ભૂમિ પર 1.25 લાખ ગણપતિ અથર્વશીર્ષનું પઠન અને યજ્ઞ થાય તે ભૂમિ સાક્ષાત શ્રી ગણેશનું નિરંતર સાનિધ્ય પ્રાપ્ત કરે છે. સ્કંદપુરાણના પ્રભાસ ખંડમાં ઉતરાર્ધમાં પ્રભાસતીર્થમાં મહાવીનાયકી યજ્ઞનો ઉલ્લેખ છે જે યજ્ઞ કરવાથી શાંતિ કલ્યાણ અને ઉત્કર્ષના આશીર્વાદ સાક્ષાત શ્રી ગણેશ આપે છે. ભાદરવા માસની નવરાત્રીને ગણેશ નૌરાત્ર તરીકે ગણેશ આરાધનાનો સર્વોત્તમ અવસર માનવામાં આવે છે ત્યારે ગણેશ નૌરત્ર દરમિયાન જ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમગ્ર વિશ્વ માટે શાંતિ, અને દેશના કલ્યાણની પ્રાર્થના સાથે ગણેશ મહાયાગનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યભરની તમામ પાઠશાળાના ઋષિકુમારો દ્વારા મણકા અનુસાર શ્રી ગણપતિ અથર્વશીર્ષના 1.25 લાખ પાઠ પૂર્ણ કરવામાં આવ્યા છે ત્યારે આજથી એટલેકે તા.26 થી 3 દિવસ સુધી સોમનાથ મંદિર પરિસરમાં શ્રીગણેશ મહાયજ્ઞ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. મહાયજ્ઞ માટે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે વિશેષ યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ગોમયના લીંપણ સાથે સમગ્ર યજ્ઞશાળા દૈવીય ઊર્જાનો સંચાર કરે તેવી રીતે તૈયાર કરવામાં આવી છે. વૃક્ષોના પર્ણો સાથે યજ્ઞશાળાનું સુશોભન કરવામાં આવ્યું છે.
શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના મુખ્ય યજમાન પદે આ મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યજ્ઞમાં કુલ 59 બ્રાહ્મણો દ્વારા શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ સાથે યજ્ઞ નારાયણને લાડુની કુલ 2750 આહૂતિ આપવામાં આવી હતી.
યજ્ઞના પ્રથમ દિવસે પંચાંગ કર્મ, પ્રધાન સંકલ્પ, ગણપતિ પૂજનમ, પુણ્યહ વાચનમ્, માતૃકા પૂજનમ્, વસોધ્ધારા, આયુષ્ય મંત્ર જપ, નાન્દી શ્રાધ્ધ, આચાર્યાદિઋત્વિગ વરૂણમ્ , વાસ્તુ દેવતા સ્થાપનમ્, યોગીની દેવતા સ્થાપનમ્ ,ક્ષેત્રપાલ દેવતા સ્થાપનમ્, પ્રધાન દેવ પીઠ યંત્ર સ્થાપનમ્, અગ્નિદેવતા આવાહન પૂજનમ્,,ગ્રહશાંતિ,પ્રધાન દેવતા હોમ,સાયં પૂજનમ,આરતી,શયનકર્મ સહિતની ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *