Tuesday, February 17News That Matters

Author: Admin Admin

આણંદ સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ સાયન્સ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ ની ઉજવણી

આણંદ સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ સાયન્સ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ ની ઉજવણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ દર વર્ષે તારીખ ૨૪ થી ૩૦ ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ  સાયન્સ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી, જેના અંતર્ગત અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગના વડા ડો. વિનાયક. એચ. પટેલ, અધ્યાપિકા ડો. કોમલ પટેલ અને જનરલ હોમ સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગ રૂપે સરદાર પટેલ યુનિવર્સિટી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનના માધ્યમ દ્વારા તારીખ ૨૨ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ગ્રાહકોને ખોરાકમાં થતી વિવિધ ભેળસેળ અને તેનાથી થતી સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર વિશેની જાણકારી આપવા માટે એક રેડિયો જીંગલ રજૂ કરવામાં આવી હતી.  તદઉપરાંત, તા. ૨૮/૧૨/૨૦૨૩ના રોજ જ્ઞાનયજ્ઞ વિદ્યાલય, મોગરી માં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવા માં આવ્યું હતું જેમા...
આણંદ સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ મતદાર વિભાગના મતદારોમાં મતદાન જાગૃતિ અર્થે મોબાઇલ નિદર્શન વાન ફરશે

આણંદ સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ મતદાર વિભાગના મતદારોમાં મતદાન જાગૃતિ અર્થે મોબાઇલ નિદર્શન વાન ફરશે

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, આણંદ આણંદમા સોમવારે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને ધ્યાનમાં લઇ ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે આણંદ સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ તમામ મતદાર વિભાગના મતદારોમાં મતદાન જાગૃતિ અર્થે મોબાઇલ નિદર્શન વાનના માધ્યમથી ઇ.વી.એમ. તથા વી.વી.પેટના નિદર્શનનું કાર્ય આરંભાયું છે. જે અંતર્ગત આજે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ આણંદ કલેકટર કચેરી ખાતેથી ૧૬ - આણંદ સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ વિધાનસભા મતદાર વિભાગના મતદારોની જાગૃતિ માટેના આ મોબાઇલ નિદર્શન વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતુ. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, નવા મતદારો ઈ.વી.એમ. અને વી.વી.પેટના ઉપયોગથી જાગૃત બને તે માટે ચૂંટણી પંચ દ્વારા ઈ.વી.એમ. અને વી.વી.પેટના નિદર્શન અને તાલીમ માટે ઝુંબેશ યોજવામાં આવે છે. જે અંતર્ગત આણંદ જિલ્લાના...
આણંદ અમુલ ડેરી ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો

આણંદ અમુલ ડેરી ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ  મોઢેરા સૂર્યમંદિર સહિત રાજ્યભરમાં ૧૦૮ સ્થળોએ યોજાયેલ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ એ વિશ્વ વિક્રમ સર્જ્યો છે જેની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવાઈ છે. સૂર્ય નમસ્કાર એ આત્મા સાથેના જોડાણની પ્રક્રિયા છે : નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી  દરેક વ્યક્તિ યોગના મહત્વને સમજીને તેને જીવનનો ભાગ બનાવે તેવા શુભ આશયથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યવ્યાપી સુર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની પૂર્ણાહુતિના ભાગરૂપે રાજયના તમામ જિલ્લાઓ/મહાનગરપાલિકાઓ તેમજ આઇકોનીક જગ્યાઓ મળી ૧૦૮ જગ્યાએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમો યોજાયા હતા.  આણંદ ખાતે સોમવારે અમુલ ડેરી, આણંદ ખાતે યોજાયેલ સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ સૂર્ય નમસ્કારનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, સૂર્ય નમસ્કાર હતાશા, તણાવ અને માનસિક થાકને દૂર કરી મનને...
ધોળકા તાલુકાના વાલથેરા મુકામે,સેવાસેતુ અનેવિકસિત ભારત સંકલ્પ યાત્રા

ધોળકા તાલુકાના વાલથેરા મુકામે,સેવાસેતુ અનેવિકસિત ભારત સંકલ્પ યાત્રા

Gujarat
હિન્દ ન્યુઝ, ધોળકા  સરકારી યોજનાઓ થકી લોક કલ્યાણ માટે મોદી સરકાર કટિબદ્ધતાપૂર્વક નિરંતર કાર્ય કરી રહી છે. આ યોજનાઓથી લોકો માહિતગાર થાય અને તેનો મહત્તમ લાભ લેવા માટે જનસામાન્યમાં જાગૃતિ આવે તે હેતુથી આયોજિત "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" માં ધોળકા તાલુકાના વાલથેરા ગામ ખાતે ઉપસ્થિત રહીને લોક સંવાદ સાધ્યો. ગામના આગેવાનો તથા પાર્ટીના હોદ્દેદારો સાથે મળીને લાભાર્થીઓને વિવિધ જનકલ્યાણ યોજનાઓના લાભ અર્પણ કર્યા તથા ગામના ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહિત કર્યા. પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, જનધન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી કલ્યાણકારી યોજનાઓનો લોકોને જે લાભ મળ્યો છે તે અકલ્પનિય છે અને જેના માટે આજે લાભાર્થીઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અંતરથી આશીર્વાદ આપી રહ્યા છે. આ કાર્યક્રમમાં ધોળકા તા...
૨૦૪ ગ્રામ પંચાયતોનો ૧૦૦ ટકા જમીન રેકર્ડ ડિજિટલાઇઝેશન કરાયું.

૨૦૪ ગ્રામ પંચાયતોનો ૧૦૦ ટકા જમીન રેકર્ડ ડિજિટલાઇઝેશન કરાયું.

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, છોટાઉદેપુર     છોટાઉદેપુર જિલ્લાના ૬ તાલુકાના તા. ૧૫.૧૧.૨૩ થી ૧૨.૧૨.૨૩ સુધીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ૨૦૪ ગ્રામ પંચાયતોમાં અંદાજે ૪૧૮૩૭ ભાઇઓ અને ૨૯૬૧૯ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.આ યાત્રા દરમિયાન જિલ્લાના ૭૧૩૬૪ નાગરિકોએ સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે ૬૩૪૮ નવા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા જેમાંથી ૧૮૮૮ કાર્ડનું યાત્રા દરમિયાન સ્થળ પર જ વિતરણ કરાયું હતું.               આ યાત્રા દરમિયાન ૨૦૪ ગામોમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં ૧૩૭૧૯ નાગરિકોએ આરોગ્ય તપાસ કરાવી હતી.જેમાં ૩૧૫૯ વ્યક્તિઓની ટી.બી.રોગની તપાસ તેમજ ૫૦૭૦ વ્યક્તિઓની સિકલ સેલની તપાસ કરાઇ હતી. 'મારૂ ભારત' અંતર્ગત ૨૦૪ ગ્રામ પંચાયતમાંથી ૧૪૦ સ્વયંસેવક નોંધાયા હતા. ૨૦૪ ગ્રામ પંચાયતોમાં મહાનુભાવોના હસ્તે ૩૬૫ મહિલાઓને, ૧૮૪ વિદ્યાર્થીઓને, ૭૩ રમતવીરોને તેમજ ૮ સ્થાનિક કલાકારીગરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. મેર...
ભાવનગર શહેરના ઘોઘા સર્કલ- અકવાડા વોર્ડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત

ભાવનગર શહેરના ઘોઘા સર્કલ- અકવાડા વોર્ડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' રથ ભાવનગર શહેરના ઘોઘા સર્કલ- અકવાડા વોર્ડ ખાતે આવી પહોંચતા બાળાઓએ રથનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. મહાનુભાવોના હસ્તે ઉજ્જવલા યોજના, અન્નપૂર્ણા યોજના સહિત વિવિધ યોજનાના ભાર્થીઓને લાભ આપી લાભાન્વિત કરાયાં હતાં. 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' દરમિયાન PMJAY કાર્ડ, આભાકાર્ડ કઢાવવાની સાથે લાભાર્થીઓએ ટી.બી તપાસ કરાવી હતી. કાર્યક્રમમાં લોકોએ પ્રધાનમંત્રીનો વિડિઓ સંદેશ નિહાળ્યો હતો. ભારતને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાની સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી.   કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર શ્રીમતિ મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયા, આગેવાન અભયભાઈ ચૌહાણ, કોર્પોરેટરઓ, કમિશનર એન. વી. ઉપાધ્યાય નાયબ કમિશનર મનિષાબેન બ્રહ્મભટ્ટ સહિતના ઉપસ્થિત રહેલ હતા....
”સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત ICCC (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) દ્વારા, તા.૨૯-૧૧-૨૦૨૩ ના રોજ સીસીટીવી કેમેરા મારફત 0૮ વ્યક્તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા, તેઓ ને ઈ-ચલણ દ્વારા દંડ કરાયો

”સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત ICCC (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) દ્વારા, તા.૨૯-૧૧-૨૦૨૩ ના રોજ સીસીટીવી કેમેરા મારફત 0૮ વ્યક્તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા, તેઓ ને ઈ-ચલણ દ્વારા દંડ કરાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેર ને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગે ની ફરિયાદો નાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકો ને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓ ને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનાર ને  સીસીટીવી કેમેરા ના માધ્યમ દ્વારા ઝડપી  લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત તા.૨૯-૧૧-૨૦૨૩ના રોજ ૦૮ વ્યક્તિઓને સીસીટીવી કેમેરા મારફત જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓ ને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ ૧૦૦૦ કેમેરા દ્વારા દિનભરમાં ૧૫૫૧ લોકેશન ચેક કરવામાં આવેલ,  જે અંતર્ગત  કુલ ૪૨૪ સફાઈ કામદારો ની સફાઈ કામગીરી નું નિરીક્ષણ કરવામાં આવેલ છે, જે દરમ્યાન તા.૨૯-૧૧-૨૦૨૩ ના રોજ સોલીડ વેસ્ટ...

આણંદમા ભારત હિન્દુ રાષ્ટ્રના સંકલ્પ સાથે શ્રીમદ્ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી નિશ્ચલાનંદ સરસ્વતી ધર્મસભા યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ  આણંદના કુશ ફાર્મ.બાકરોલ ખાતે તા-૨૭|૨૮ના રોજ શ્રીમદ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી નિશ્વલાનંદ સરસ્વતીજીના અધ્યક્ષ સ્થાને "હિન્દુરાષ્ટ્ર ધર્મસભા"તથા"હિન્દુરાષ્ટ્ર સંગોષ્ઠી" કાર્યક્રમમાં રાખવામાં આવેલ. શ્રી ઋગ્વેદીય પૂર્વામ્નાય શ્રી ગોવર્ધનમઠ પુરીપીઠાધીશ્વર અનંત વિભૂષિત પૂજ્યપાદ શ્રીમદ્દ મહાભાગે ઉદ્ઘોષણા કરી છે કે આવનાર સાડા ત્રણ વર્ષ ની અલ્પાવિધિમાં ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે જેનું એંશી ટકા કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે માત્ર વીસ ટકા કાર્ય બાકી રહેલું છે.” તેની પૂર્ણાહુતિ માટે પુરીપીઠાધીશ્વર શ્રીમદ્દ જગદગુરુ શંકરાચાર્ય મહાભાગ દ્વારા ભારત હિન્દુરાષ્ટ્ર નિર્માણ સંકલ્પ પૂર્તિ હેતુ આયોજીત "રાષ્ટ્રોત્કર્ષ યાત્રા" સાથે આણંદ શહેર પધાર્યા અને આ નિમિત્તે "હિન્દુરાષ્ટ્ર ધર્મસભા" તથા "હિન્દુરાષ્ટ્ર સંગોષ્ઠી" કાર્યક્રમ રાખેલ.   આણંદ શહેરના ધર્મપ્રેમી, રાષ્ટ્રપ્...
રાજ્યભરમાં ૨૬૬ સ્થળો એ યોજાયેલ દ્વિ દિવસીય રવિ કૃષિમહોત્સવમાં ૨૧૦૧૬૮ થી વધુ ખેડૂતો થયા સહભાગી: કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ 

રાજ્યભરમાં ૨૬૬ સ્થળો એ યોજાયેલ દ્વિ દિવસીય રવિ કૃષિમહોત્સવમાં ૨૧૦૧૬૮ થી વધુ ખેડૂતો થયા સહભાગી: કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ 

Gujarat
રવિ કૃષિ મહોત્સવ  હિન્દ ટીવી ગુજરાતી, છોટાઉદપુર કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે,રાજ્યના ખેડૂતોને રવિ ઋતુના પાકો વિશે આધુનિક તાંત્રિકતા અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં તારીખ ૨૪ અને ૨૫ નવેમ્બર દરમિયાન રવિ કૃષિ મહોત્સવ યોજાયો. રાજ્યભરમાં દ્વિ દિવસીય દરમ્યાન ૨૬૬ સ્થળો એ યોજાયેલ રવિ કૃષિ મહોત્સવ માં ૨૧૦૧૬૮ થી વધુ ખેડૂતો સહભાગી થયા હતા. મંત્રી પટેલે ઉમેર્યું કે,રાજ્યના કુલ ૨૬૬ સ્થળોએ યોજાયેલ રવિ કૃષિ મહોત્સવનો અમદાવાદ ના પીરાણા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કૃષિમંત્રી, કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુંસિંહ ચૌહાણ, ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, જિલ્લા તથા તાલુકાના પદાધિકારીઓ, ખેડૂત સંગઠનોના આગેવાનોની ઉપસ્થિતિમાં રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા તથા આધુનિક કૃષિ તકનીકી ઉપયોગ કરવા ખેડૂતોને સંદેશો આપ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત ક...
ખડસુપા ખાતે નવસારી તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ- ૨૦૨૩ કાર્યક્રમ યોજાયો

ખડસુપા ખાતે નવસારી તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ- ૨૦૨૩ કાર્યક્રમ યોજાયો

Gujarat
 હિન્દ ન્યુઝ, નવસારી           ખડસુપા ખાતે નવસારી તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ- ૨૦૨૩ કાર્યક્રમ યોજાયો રાજ્યના ખેડૂતોને રવિ પાકો, આધુનિક કૃષિ તાંત્રિકતા, ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ તેમજ ખેતી પાકો અંતર્ગત આધુનિક અને વૈજ્ઞાનિક સમાજ મળી રહે તથા તાલુકાના નાગરિકોને સરકારી સેવા એક જ છત્ર ઉપલબ્ધ થાય તે હેતુસર રાજ્યમાં તમામ તાલુકાઓમાં બે દિવસે રવિ કૃષિ મહોત્સવ અને સેવા સેતુ ના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે નવસારી વિધાનસભાના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઇના અધ્યક્ષસ્થાને એમ.એન.વિદ્યાલય ખડસુપા બોર્ડિંગ ખાતે તાલુકાકક્ષાનાં રવિ કૃષિ મહોત્સવ-વ-સેવાસેતુ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ખેતીવાડી અધિકારી ડો. અતુલ ગજેરાએ સ્વાગત પ્રવચન કરી રવિ કૃષિ મહોત્સવ-વ-સેવાસેતુ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, આપણા પરંપરાગત ધાન્ય એવા જુવાર...