Sunday, February 15News That Matters

ધોળકા તાલુકાના વાલથેરા મુકામે,સેવાસેતુ અનેવિકસિત ભારત સંકલ્પ યાત્રા

હિન્દ ન્યુઝ, ધોળકા 

સરકારી યોજનાઓ થકી લોક કલ્યાણ માટે મોદી સરકાર કટિબદ્ધતાપૂર્વક નિરંતર કાર્ય કરી રહી છે. આ યોજનાઓથી લોકો માહિતગાર થાય અને તેનો મહત્તમ લાભ લેવા માટે જનસામાન્યમાં જાગૃતિ આવે તે હેતુથી આયોજિત “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” માં ધોળકા તાલુકાના વાલથેરા ગામ ખાતે ઉપસ્થિત રહીને લોક સંવાદ સાધ્યો. ગામના આગેવાનો તથા પાર્ટીના હોદ્દેદારો સાથે મળીને લાભાર્થીઓને વિવિધ જનકલ્યાણ યોજનાઓના લાભ અર્પણ કર્યા તથા ગામના ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહિત કર્યા.

પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, જનધન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી કલ્યાણકારી યોજનાઓનો લોકોને જે લાભ મળ્યો છે તે અકલ્પનિય છે અને જેના માટે આજે લાભાર્થીઓ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અંતરથી આશીર્વાદ આપી રહ્યા છે.

આ કાર્યક્રમમાં ધોળકા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ દિગ્વિજયસિંહ મસાણી,જીલ્લાના યાત્રા ઈન્ચાર્જ રાજુભાઈ ઠાકોર, યોગેશભાઈ પટેલ,બક્ષીપંચ મોરચાના પ્રમખ મુકેશભાઈ ઠાકોર, મહામંત્રી વિષ્ણુભાઈ પરમાર, ઉપપ્રમુખ રાજુભાઈ જોષી, રણજીતસિંહ ચાવડા, પીન્ટુભાઈ કોળી પટેલ, અજીતસિંહ ડાભી, ભરતસિંહ વેગડ,ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો,અધિકારીઓ તથા ગામના વિવિધ યોજનાઓના લાભાર્થી ભાઈઓ અને બહેનો તેમજ પાર્ટીના હોદ્દેદાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

રિપોર્ટર : વિજય સોલંકી, ધોળકા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *