હિન્દ ન્યુઝ, નવસારી
ખડસુપા ખાતે નવસારી તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ- ૨૦૨૩ કાર્યક્રમ યોજાયો રાજ્યના ખેડૂતોને રવિ પાકો, આધુનિક કૃષિ તાંત્રિકતા, ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ તેમજ ખેતી પાકો અંતર્ગત આધુનિક અને વૈજ્ઞાનિક સમાજ મળી રહે તથા તાલુકાના નાગરિકોને સરકારી સેવા એક જ છત્ર ઉપલબ્ધ થાય તે હેતુસર રાજ્યમાં તમામ તાલુકાઓમાં બે દિવસે રવિ કૃષિ મહોત્સવ અને સેવા સેતુ ના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે નવસારી વિધાનસભાના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઇના અધ્યક્ષસ્થાને એમ.એન.વિદ્યાલય ખડસુપા બોર્ડિંગ ખાતે તાલુકાકક્ષાનાં રવિ કૃષિ મહોત્સવ-વ-સેવાસેતુ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ખેતીવાડી અધિકારી ડો. અતુલ ગજેરાએ સ્વાગત પ્રવચન કરી રવિ કૃષિ મહોત્સવ-વ-સેવાસેતુ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, આપણા પરંપરાગત ધાન્ય એવા જુવાર, બાજરી, નાગલી જેવા પાકો પોષક તત્વોથી ભરપૂર છે તેથી તેનુ આપણા રોજિંદા જીવનમાં સમાવેશ કરવુ અનિવાર્ય બન્યુ છે. ધાન્યોના ફાયદા અને તેના વાવેતર તેમજ પ્રાકૃતિક ખેતી વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમજ સરકારની વિવિધ યોજનાઓના લાભ મેળવે એ દિશામાં સુચન કર્યું હતું. કૃષિ નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને કાર્યક્રમનાં પ્રથમ દિવસે રવિ પાકોના વાવેતર, આધુનિક કૃષિ તાંત્રિકતા, હલકા ધાન્ય પાકો વિશે આગવી સમજ, બાગાયતી પાકોનું મહત્વ તથા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા તેમના અનુભવોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આત્મા વિભાગ દ્વારા બેસ્ટ ફાર્મર એવોર્ડ અને ખેતીવાડી-બાગાયત-પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ મહાનુભાવોનાં વરદ હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રાકૃતિક ખેતી યુનિવર્સિટીના કુલપતિ ડો.સી.કે.ટીંબડીયા, જીલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ અરવિંદભાઇ પાઠક, જીલ્લા પંચાયત સદસ્યઓ વિનોદભાઇ, દર્શનાબેન, ગીતાબેન તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રતિભાબેન આહીર તેમજ જિલ્લા સંગઠનના મહામંત્રી જિગ્નેશભાઇ દેસાઇ, તાલુકા સંગઠનમાં પદાધિકારી મુકેશભાઇ પટેલ, તાલુકા સંગઠનના દિનેશભાઇ પટેલ તેમજ તાલુકા પંચાયતના સભ્ય, સહિત અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ અલગ અલગ ખાતાના સ્ટોલ પ્રદર્શનની મુલાકાત દ્વારા માર્ગદર્શન મેળવ્યું. નવસારી ખેતીવાડી ખાતાનાં અધિકારીઓ ચિંતનભાઈ દેસાઇ, મામલતદાર પ્રશાંત ગામિત તેમજ તેમની ટીમ, તાલુકા વિકાસ અધિકારી ભુપેન્દ્રભાઇ રાઠોડ તેમજ તાલુકા પંચાયત કચેરીની ટીમ, વિસ્તરણ અધિકારીઓ, ગ્રામ સેવકઓ, તલાટી ઓ તેમજ વિવિધ વિભાગમાંથી આવેલ અધિકારી/કર્મચારી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતાં
