સ્વચ્છતા હી સેવાની પ્રવૃતિને વધુ વેગ આપવા “નિર્મળ ગુજરાત ૨.૦” ના ભાગ રૂપે રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકામાં તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૫/૦૩/૨૦૨૪ દરમ્યાન જનજાગૃતિ અભિયાન સ્વરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન
હિન્દ ટીવી ગુજરાતી, રાજકોટ
ગુજરાત રાજ્ય સ્વચ્છતા બાબતે હમેશાં અગ્રેસર રહ્યું છે અને સ્વચ્છતા એ સરકારની પ્રાથમિકતા રહી છે. સ્વચ્છતાની આ પ્રવૃતિને વધુ આગળ વધારવા, રાજ્યના તમામ નાગરિકોની સભાન ભાગીદારી કેળવવા અને ગુજરાત રાજ્યને સ્વચ્છતા બાબતે દેશમાં એક મોડલ રાજ્ય બનાવવા તા.૨૫/૧૨/૨૦૨૩ સુશાસન દિવસે માન. મુખ્યમંત્રી દ્વારા “નિર્મળ ગુજરાત ૨.૦” લોન્ચ કરવામાં આવેલ છે.
સ્વચ્છતા હી સેવાની પ્રવૃતિને વધુ વેગ આપવા “નિર્મળ ગુજરાત ૨.૦” ના ભાગ રૂપે રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકામાં તા.૦૧/૦૩/૨૦૨૪ થી તા.૧૫/૦૩/૨૦૨૪ દરમ્યાન જનજાગૃતિ અભિયાન સ્વરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જેના ઉપલક્ષમાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” ના સુત્રને સાર્થક કરવા સારૂ જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ તારીખ ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ શહેરી વિસ્તારના ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વે...








