Sunday, February 15News That Matters

જામનગર (ગ્રામ્ય) તાલુકામાં આગામી તા.24 જાન્યુઆરીના ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે

હિન્દ ટીવી – ગુજરાતી, જામનગર

‘સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અન્વયે, જામનગર (ગ્રામ્ય) તાલુકામાં ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.24 જાન્યુઆરીના રોજ સવારના 11:00 કલાકથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી જામનગર ગ્રામ્ય મામલતદારની કચેરી ખાતે યોજવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીએ જાતે હાજર થવાનું રહેશે. તેમના પ્રતિનિધીને હાજર રાખી શકાશે નહિ. જેથી, અરજદારોએ આગામી તા.12 જાન્યુઆરી સુધીમાં ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ના મથાળા હેઠળ તેમનો પ્રશ્ન/ અરજી જામનગર ગ્રામ્ય મામલતદારની કચેરી, મહેસુલ સેવા સદન, શરૂ સેક્શન રોડ, જામનગરના સરનામાં પર મોકલી દેવાની રહેશે.

અરજી મોકલતી વખતે અરજદારોએ આ તમામ બાબતોનું પાલન કરવાનું રહેશે. જે અંતર્ગત, (1) જો તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ, અને રજૂ કરેલો પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ. તો જ આ કાર્યક્રમમાં અરજી સ્વીકારવામાં આવશે. (2) કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય, તેવા પ્રશ્નો જ હોવા જોઈએ. (3) કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ પૂરતા આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે. (4) કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો કરી શકશે નહીં. જામનગર (ગ્રામ્ય) તાલુકાના તમામ નાગરિકોને ઉક્ત તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે મામલતદાર, જામનગર (ગ્રામ્ય) ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *