Sunday, February 15News That Matters

જામનગરમાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે શહેર કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ

જામનગરમાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે શહેર કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ

જામનગર

સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી રમા કે.મદ્રાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેર કક્ષાની બહેનોની (તરણ) સ્વિમિંગ સ્પર્ધા જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અલગ-અલગ 6 એજ ગ્રુપ કેટેગરીમાંથી 150 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર કુલદીપભાઈ જાની, ભગીરથસિંહ, હાર્દિકભાઈ જોશી અને ટેકનિકલ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *