Tuesday, February 17News That Matters

Author: Admin Admin

એક અનોખો ડાક સેવક: ચિરાગ પંચાલ ખીણો અને ડુંગરો ખૂંદીને ટપાલ અને ટપાલ વિભાગની સેવાઓ હાંફેશ્વરના અંતરિયાળ ફળિયાઓ અને ઘરો સુધી પહોંચાડે છે.

એક અનોખો ડાક સેવક: ચિરાગ પંચાલ ખીણો અને ડુંગરો ખૂંદીને ટપાલ અને ટપાલ વિભાગની સેવાઓ હાંફેશ્વરના અંતરિયાળ ફળિયાઓ અને ઘરો સુધી પહોંચાડે છે.

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, વડોદરા     શહેરી વિસ્તારમાં ડાકસેવકો માટે ટપાલ કે મનીઓર્ડર જેવી નાણાકીય સેવાઓ ઘેર ઘેર પહોંચાડવી પ્રમાણમાં સરળ છે.સાયકલ કે દ્વીચક્રી વાહન થી આ કામ સહેલું બની જાય છે. પરંતુ ખરી કસોટીઓ જંગલ અને ડુંગર વિસ્તારમાં સેવા આપવાની હોય એવા ડાક સેવકોની થાય છે.પૂર્વ પટ્ટીના આદિવાસી કે ડુંગર વિસ્તારમાં ગામના ફળિયા અને ઘરો પોતપોતાના ખેતરોના છેડે આવેલા હોય, છૂટાછવાયા હોય,ત્યાં સુધી પહોંચવાનો પાકો રસ્તો તો હોય જ નહિ અને જે કાચો રસ્તો હોય એના પર વાહન ચલાવવું તો દૂરની વાત છે,સલામત રીતે ચાલવાના ફાંફાં પડે એવી સ્થિતિ હોય છે.ત્યારે આ વિસ્તારના ડાકસેવકો ખરેખર દાદને પાત્ર કામગીરી કરતા હોય છે. ભારતીય ટપાલ વિભાગના આવા જ એક ડાક સેવક ચિરાગ પંચાલ છે જેઓ છોટાઉદેપુર પોસ્ટ ઓફિસ સાથે સંકળાયેલા રહીને,ગુજરાતની સરહદના પ્રવેશદ્વાર જેવા હાંફેશ્વર વિસ્તારમાં ચાર વર્ષથી સેવા આપી રહ્યા છે.આ આખો જંગલ વિ...
રાજ્યમાં સૌ પ્રથમ વખત વડોદરામાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી યોજાયો શિક્ષકોની બદલીનો કેમ્પ

રાજ્યમાં સૌ પ્રથમ વખત વડોદરામાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી યોજાયો શિક્ષકોની બદલીનો કેમ્પ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વડોદરા      જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્ર દ્વારા યોજાયેલા શિક્ષકોની બદલી કેમ્પને કારણે પ્રાથમિક શિક્ષકોએ રાહતનો શ્વાસ લીધો છે. શિક્ષકોની બદલી બાબતે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમોને પગલે યોજાયેલા આ કેમ્પમાં બહારના જિલ્લાના શિક્ષકોને બોલાવીને શાળા પસંદ કરનારને સ્થળ ઉપર જ ઓર્ડર આપવામાં આવ્યા હતા. રાજ્યમાં સૌ પ્રથમ વખત વડોદરામાં બદલીના કેમ્પમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીના સામંજસ્ય સાધી શિક્ષકો માટે ઇન્ટરેક્ટિવ મોબાઇલ ડિસ્પ્લે ગોઠવવામાં આવી હતી.  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પાંડેએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા બદલીના નિયમો અનુસાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.  આઇટીનો કેવી રીતે ઉપયોગ થયો ? એ બાબતની માહિતી આપતા પાંડેએ જણાવ્યું કે, શિક્ષકોની બદલી માટેના કેમ્પમાં મહત્વની ત્રણ ...
વડોદરાના વડીલ મહિલાનું સાહસ: ૬૩ ની ઉંમરે આરોગ્ય લાભો માટે કરે છે પ્રાકૃતિક ખેતી

વડોદરાના વડીલ મહિલાનું સાહસ: ૬૩ ની ઉંમરે આરોગ્ય લાભો માટે કરે છે પ્રાકૃતિક ખેતી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વડોદરા       સરકારી નોકરી કે અન્ય નોકરીઓમાં દાખલ થવું હોય તો ઉંમર મર્યાદા નડે.પરંતુ સાહસ કરવું હોય તો કોઈ વય મર્યાદા ના નડે.વડોદરાના વડીલ મહિલા દીપ્તિ જાની ૬૩ વર્ષની ઉંમરે આરોગ્ય લાભો માટે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ૬ વર્ષની ગાય આધારિત સાત્વિક ખેતીની સફળતા પછી તેઓ વધુ એક નવું સાહસ કરવાનું વિચારી રહ્યા છે.હવે તેઓ પ્રાકૃતિક ખેતીના ગુણસભર શાકભાજી ઉત્પાદનોની સૂકવણી કરી,તેના પાવડર બનાવીને મૂલ્યવર્ધિત પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણનું નવું સાહસ કરવાનું વિચારી રહ્યા છે.ખરેખર સાહસને ઉંમરની કોઈ સીમા નડતી નથી. દીપ્તિ શરદ જાની બોટની એટલે કે વનસ્પતિ વિજ્ઞાનના સ્નાતક છે એટલે વનસ્પતિઓ પ્રત્યે પહેલે થી લગાવ હતો.આમ તો તેઓ રોગ મુક્તિની આધ્યાત્મ વિદ્યા રિકી અને વાસ્તુશાસ્ત્ર ના પરામર્શક તરીકે સેવાઓ આપતા હતા.પરંતુ તેમને પ્રાકૃતિક ખેતી કરવાનું મન થયું.એટલે ૨૦૧૮ માં પાદરા તાલુકાના સાધ...
ઉમરપાડા તાલુકાના ડોગરીપાડા ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો

ઉમરપાડા તાલુકાના ડોગરીપાડા ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ઉમરપાડા       જેમાં ખેડુતોને ગાય આધારિત ખેતી કરીને કેવી રીતે ખેતી ખર્ચ ધટાડી શકાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને રવિ પાકોમાં ધઉ, શાકભાજી, તુવેર, ચણા જવા પાકોમાં જીવામૃત, ધનજીવામૃત, અગ્ર્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશપણીઅર્ક જેવી દવાઓ ઘરબેઠા બનાવીને ખેતીપાકોમાં છંટકાવ કરીને જીવાતો પર નિયંત્રણ કરી શકાય છે તે અંગે ખેતીવાડી વિભાગના અધિકારી, આત્મા પ્રોજેકટના, તથા ફાર્મર માસ્ટર ટ્રેનર દ્વારા ખેડુતોને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું....
તા. ૩ ડિસેમ્બરને ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ’

તા. ૩ ડિસેમ્બરને ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ’

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ        સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે દિવ્યાંગોને મુખ્ય ધારામાં આગળ ધપાવવા, તેમને સમજવા અને તેમના પ્રત્યે તા. ૩ ડિસેમ્બરને ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૨૪ની થીમ ‘સમાવિષ્ટ અને ટકાઉ ભવિષ્ય માટે દિવ્યાંગ વ્યક્તિઓના નેતૃત્વને વધુ વિસ્તૃત બનાવવું’ રાખવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં દિવ્યાંગોના સામાજિક અને આર્થિક વિકાસ માટે અનેકવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. ગુજરાત સરકારે દિવ્યાંગ ઓળખકાર્ડ, એસ.ટી. બસમાં મફત મુસાફરી યોજના, દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, સંત સુરદાસ યોજના, ઈન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન સ્કીમ, દિવ્યાંગ સાધન સહાય યોજના, મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ કાર્યાન્વિત છે. દિવ્યા...
મોરબી જિલ્લામાં ૨૦૨૪ માં ૪૦૬ દિવ્યાંગોને વિનામૂલ્યે એસટી બસ પાસનો તો ૨૫૬ દિવ્યાંગોને સંત સુરદાસ યોજનાનો લાભ મળ્યો

મોરબી જિલ્લામાં ૨૦૨૪ માં ૪૦૬ દિવ્યાંગોને વિનામૂલ્યે એસટી બસ પાસનો તો ૨૫૬ દિવ્યાંગોને સંત સુરદાસ યોજનાનો લાભ મળ્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મોરબી          દર વર્ષે તારીખ ૦૩ ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ મનાવવામાં આવે છે. વર્ષ ૧૯૮૧ માં આ તારીખને આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ દિવસ જાહેર કરવાનો ઉદ્દેશ એ છે કે દિવ્યાંગો આત્મનિર્ભર બને અને તેઓ સ્વાવલંબન માટે પ્રયત્નો કરી શકે.          મોરબી જિલ્લામાં રાજ્ય સરકારની ૨૧ જેટલી વિવિધ પ્રકારની સહાય આપવામાં આવે છે. અત્યારે દિવ્યાંગો માટે એસ.ટી.બસમાં નિઃશુલ્ક મુસાફરીની યોજના, દિવ્યાંગ સહાય સાધન યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના વગેરે યોજનાના અરજી પત્રક સ્વીકારવામાં આવે છે. તેમજ આ વિવિધ યોજનાઓનો લાભ પણ આપવામાં આવે છે.          મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૪૦૬ દિવ્યાંગોને વિનામૂલ્યે એસટી બસ પાસ, ૨૯૯ દિવ્યાંગ લાભાર્થીઓને ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબીલીટી પેન્શન સ્કીમ, મનોદિવ્યાંગ કેટેગરીના ૧૧૭૩ નાગરિકોને વિવિધ સહાય, ...
વડોદરાના એક આરોગ્યકર્મીની અનોખી સેવા, ૩૦ હજાર જેટલા મૃતદેહો પર કર્યું શલ્યકામ

વડોદરાના એક આરોગ્યકર્મીની અનોખી સેવા, ૩૦ હજાર જેટલા મૃતદેહો પર કર્યું શલ્યકામ

Gujarat
 હિન્દ ટીવી - ગુજરાતી, વડોદરા      વિરાટ કોહલીએ ક્રિકેટમાં હજારો રનના ઢગલા ખડક્યા છે. સરખામણી થોડી વિચિત્ર ભલે લાગે. પરંતુ સયાજી હોસ્પિટલમાં ૨૩ કરતા વધુ વર્ષોથી, જેને અઘરામાં અઘરી અને કઠણ કાળજાની જરૂર પડે એવી શબ વિચ્છેદનની અવિરત સેવાઓ આપી છે એવા જગદીશભાઈ વૈષ્ણવે ૩૦ હજારથી વધુ મૃતદેહોને, તબીબોના માર્ગદર્શન હેઠળ પોસ્ટ મોર્ટમ માટે તૈયાર કરવાની ખૂબ અઘરી અને અનોખી સેવા કરી છે.  સહુને સહુથી વધુ ડર મોતનો લાગે છે. પરંતુ જગદીશભાઈ એ શબઘરમાં મૃતદેહો સાથે રાત દિવસ કામ કરતા રહીને સિદ્ધ સંત કે મહાત્મા જેવી, મૃત્યુંના ડર ને પરાજય આપવાની સિદ્ધિ મેળવી છે. જો કે, રાતદિવસ મૃતદેહો સાથે પનારો પડવા છતાં એમની સંવેદનાની ધાર બુઠ્ઠી થઈ નથી.  આ ભડવીરને જ્યારે એકવાર બે વર્ષની બાળકીના શબ પર શલ્યકામ કરવાનું થયું ત્યારે, એમને પોતાના માસૂમ બાળકો યાદ આવી ગયા અને એમના હાથ ધ્રુજી ઉઠ્યા હતા. તેમણે રડતી આંખે અને ભારે...
નાગરિકો ને આવાગમન માં સરળતા માટે અલકાપુરી અંડર પાસ ના સ્થાને ઓવર બ્રીજ બનાવાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત

નાગરિકો ને આવાગમન માં સરળતા માટે અલકાપુરી અંડર પાસ ના સ્થાને ઓવર બ્રીજ બનાવાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, વડોદરા  -મુખ્યમંત્રી- - વડોદરા સહિત રાજ્યના ૧૦ શહેરોના વાઇબ્રન્ટ વિકાસનું આયોજન કર્યું છે. - વડોદરાને વિશ્વ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રકચર સાથેનું આયોજિત વિકાસનું મોડેલ બનાવવામાં આવશે. -પ્રધાનમંત્રીએ શહેરીકરણને આફતને બદલે વિકાસનો અવસર બનાવતા શીખવ્યું છે. - રાજ્યના શહેરોને લવેબાલ અને લીવેબલ બનવાવા ના ધ્યેય સાથે સરકાર આગળ વધી રહી છે.      મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગર પાલિકા આયોજિત નવા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે વડોદરાની એક કાયમી મુશ્કેલી નિવારવાના આયોજનની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અલકાપુરી રેલવે અંડર પાસની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. મુખ્યમંત્રીએ વડોદરા મહાનગરપાલિકા આયોજિત વિકાસ ઉત્સવમાં રૂ.૬૧૬.૫૪ કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તકતી અનાવરણ દ્વારા કર્યા હતા. મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ અને અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં ...
Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વડોદરા :: મુખ્યમંત્રી :: ૦ ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ સેક્ટરના સુનિયોજિત વિકાસ સાથે બહેતરીન લોજિસ્ટિક્સ સેવાઓ દ્વારા કોમ્પિટિટિવ બિઝનેસ ઈકોસિસ્ટમ તૈયાર કરવામાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલય આગવું કદમ છે. ૦ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નેશનલ લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાનના માધ્યમથી લોજિસ્ટિક્સમાં વર્લ્ડ લેવલે થતાં એવરેજ ટાઈમથી ઓછા સમયમાં ટ્રાન્સપોર્ટેશન સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ૦ ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય માટે 31 હેક્ટર જમીન ઉપલબ્ધ કરાવાશે. ૦ રાજ્યના ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ માટેના TPI, DPR બનાવવામાં ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયના જ્ઞાન કૌશલ્યનો સહયોગ સરકાર અને વિશ્વ વિદ્યાલય બેય માટે વિન-વિન સિચ્યુએશન છે. :: રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ :: ૦ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝનરી નેતૃત્વ અને દ્રઢ સંકલ્પને કારણે વડોદરામાં આ યુનિવર્સિટી કાર્યરત થઇ છે. ૦ ગતિશક્તિ યુ...
મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મોરબી આત્મા પ્રોજેક્ટ મોરબી દ્વારા મોરબીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીની પ્રેરક ઉપસ્થિતિમાં ખેડૂતોને પ્રાકૃતિક અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કૃષિ પરિસંવાદ અન્વયે જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા હોય અને કરવા માંગતા હોય તે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે જીવામૃત, ધન જીવામૃત બનાવવા તથા વિતરણ માટેની માળખાકીય સુવિધા અંગે સહાય યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. આ પરિસંવાદમાં વિશેષ સ્ટોલ રાખી પ્રાકૃતિક ખેતી કરતા સફળ ખેડૂતો દ્વારા તેમની પ્રાકૃતિક ખેતીની વિવિધ પેદાશોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ કૃષિ પરિસંવાદમાં ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકઓ, નાયબ ખેતી નિયામકશ્રી(વિ.), મદદની...