કચ્છના ટ્રાન્સપોર્ટ ઓપરેટરો રાજ્ય/જિલ્લા બહારના ડ્રાયવરો કિલનરની નોંધણી કરાવ્યા સિવાય કામે રાખી શકશે નહીં
ભુજ
જિલ્લામાં લૂંટ, ધાડ અને ચોરીના બનાવો ઉપર અંકુશ આવે અને રાજ્ય અને જિલ્લા બહારથી આવતા અસામાજિક તત્વો ઉપર પૂરતી વોચ રહે તેમજ પોલીસ તપાસ માટે વિગતો ઉપલબ્ધ બને તે માટે કચ્છ જિલ્લામાં કાર્યરત તમામ ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને પોતાના વાહનો પરના ડ્રાયવર, કિલનરોને કામે રાખતા પહેલા તેઓના નામ, સરનામા સહિતની જરૂરી વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા જાહેરનામામાં જણાવાયું છે અને આ જાહેરનામું તા.૨૯/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
જાહેરનામા મુજબ દરેક ટ્રાન્સપોર્ટ ઓપરેટરોએ કામે રાખેલ રાજ્ય બહારના ડ્રાયવરો/કલીનરોની વિગત સંબંધિત પોલીસ સ્ટેશનમાં ડીટેઇલ બાયોડેટા સહિત નોંધણી કરાવી લેવાની રહેશે. ત્યારબાદ વણ નોંધાયેલ ડ્રાયવર/કલીનરો કામગીરી કરી શકશે નહીં. આ હુકમમાં વધુમાં જણાવ્યા અનુસાર કામે રાખેલા રાજ્ય બહારના ડ્રાયવર/કલીનર પૈકી કોઇ છૂટા થાય તો ત...




