હિન્દ ટીવી – ગુજરાતી, ભુજ
વર્ષ ૨૦૨૪-૨૫ માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે કિસાન પરિવહન યોજના અંતર્ગત માલવાહક વાહન તથા ટ્રેક્ટર-ટ્રેલર ઘટક, સોલાર પાવર યુનિટ/કીટ ઘટક માટે Ikhedut portal પર ઓનલાઈન અરજીઓ માટે તા. ૦૫/૧૨/૨૦૨૪ થી સ્વીકારવામાં આવશે. ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ આ પોર્ટલના માધ્યમથી અરજી કરવાની રહેશે.
આ અંગે વધુ જાણકારી મેળવવા આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલા દ્વારા જણાવાયું છે
