જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને નવસારીના એરૂ ખાતે સુરત ઝોન કક્ષાનો ભૂલકાં મેળો-૨૦૨૪ યોજાયો
હિન્દ ટીવી - ગુજરાતી, નવસારી
કુપોષણ મુકત નવસારી ફેઝ-૪ હેઠળ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૫૨૮ ભુલકાઓને પોષણ કીટ વિતરણ તેમજ ગરમ પોશાક વિતરણ કરાયું - કુપોષણ મુકત નવસારી ફેઝ-૩ હેઠળ ઉચ્ચ કક્ષાની કામગીરી કરનાર આંગણવાડી વર્કરોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા આજરોજ નવસારી જિલ્લાના દયાળજી પાર્ટી પ્લોટ, ગાંધી સ્મૃતિ ફાટક નજીક, એરૂ ખાતે આઇસીડીએસ શાખા, નવસારી સહિત વિભાગીય નાયબ નિયામક સુરત ઝોનના સંયુકત ઉપક્રમે "પા પા પગલી પ્રોજેકટ અંતર્ગત” ભૂલકાં મેળો-૨૦૨૪ તથા કુપોષણ મુકત નવસારી ફેઝ-૪ હેઠળ પોષણ કીટ વિતરણ તેમજ ગરમ પોશાક વિતરણ” કાર્યક્રમ ભારત સરકારના જળશક્તિ મંત્રી, સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇ સહિત વિવિધ ધારાસભ્યઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં યોજાયો હતો. એરૂ ખાતે યોજાયેલા ભૂલકાં મેળામાં ૩ થી ૬ વર્ષના આંગણવાડીના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ...





