Monday, February 16News That Matters

ભાડૂઆતની માહિતી પોલીસ સ્‍ટેશનને પહોંચાડવી જરૂરી

હિન્દ ટીવી – ગુજરાતી, ભુજ

ત્રાસવાદીઓ કે આતંકવાદી અગર તો ઉદ્યોગગૃહો માટે બહારથી આવતા લોકોમાં કોઇ અસામાજિક તત્‍વો મકાન ભાડે રાખી લોકોની જિંદગી, સ્‍વાસ્‍થ્‍ય અને સલામતી માટે જોખમ ઉભું કરે નહીં તે માટે કોઇને મકાન ભાડે આપવામાં આવે ત્‍યારે ભાડૂઆતની વિગતો પોલીસ સ્‍ટેશને આપવા અંગે જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી અમિત અરોરા દ્વારા જાહેરનામું બહાર પાડયું છે.

જાહેરનામા મુજબ કચ્છ જિલ્લાની હદમાં આવેલ તમામ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં કોઇ મકાન ભાડે આપે ત્યારે સબંધિત પોલીસ સ્ટેશને જાણ કર્યા સિવાય કોઇ વ્યક્તિને મકાન ભાડે આપી શકશે નહીં. ભાડે આપેલ મકાનની વિગત ભાડૂઆત અને સબંધિત દલાલ કે જેઓએ ભાડૂઆતની ઓળખાણ આપેલ હોઇ તે અંગેની જરૂરી માહિતી સાથેની કોલમો મુજબ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે. (૧) મકાન માલીકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત કયા વિસ્તારમાં કેટલા ચો.મી.બાંધકામ, (૨) મકાન ભાડે આપવા સત્તા ધરાવતી વ્યક્તિનું નામ, (૩) મકાન કયારે ભાડે આપેલ છે તથા માસીક ભાડું કેટલું, (૪) કઇ વ્યક્તિઓને ભાડે આપેલ છે તેમના પાકા સરનામા સહિત સંપર્કની વિગત (૫) મકાન માલીક અને ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યકિતનું નામ જણાવવાનું રહેશે.

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૨૧૫ની આદેશાત્મક જોગવાઇઓ ધ્યાને લઇ આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે તપાસના અંતે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાના, જાહેરનામાનાં પાલન કરાવવાના અને તપાસના અંતે ફરિયાદ રજૂ કરવાના અધિકાર જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ, તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરના કર્મચારીઓને રહેશે.

આ જાહેરનામું તા.૨૯/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *