Monday, February 16News That Matters

ખાનગી ટયુશન કલાસીસો સવારે ૮ કલાકથી સાંજે ૧૯ કલાક સુધી ચાલુ રાખી શકાશે, તે સિવાયના સમયમાં ટયુશન કલાસીસ ચલાવવા પર પ્રતિબંધ

હિન્દ ટીવી – ગુજરાતી, ભુજ

               કચ્‍છ જિલ્‍લામાં તાલુકા મથકો પર વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓ આવેલી છે અને આવી શૈક્ષણિક સંસ્‍થાઓમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને પૂરક અને વધુ તાલીમ માટે દરેક તાલુકા મથકો ઉપર વિવિધ ખાનગી ટયુશન કલાસીસ અસ્‍તિત્‍વમાં આવેલ છે. આ ટયુશન કલાસીસ રાત દિવસ ધમધમતા હોય છે. ઘણા ટયુશન કલાસમાં વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ રાત્રિના સમયમાં કે વહેલી સવારે ટયુશન કલાસ ભરવા જતા હોવાનું ધ્‍યાને આવેલ છે. અને તે દરમિયાન ઘણી વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કે બીજા કાયદો વ્‍યવસ્‍થાને લગતા પ્રશ્‍નો ઉપસ્‍થિત થતા હોવાનું ધ્‍યાને આવેલ છે. આ ઉપરાંત જિલ્‍લામાં વિવિધ ટયુશન કલાસ મહદઅંશે ભાડાના મકાનોમાં ચાલે છે. જેથી ટયુશન કલાસના મકાનની આસપાસ આવેલ રહીશોને પણ વિદ્યાર્થીનીઓની સતત અવર-જવરથી પરેશાન થાય છે. ટયુશન કલાસના સંચાલકો તરફથી વિદ્યાર્થીઓની શારીરિક છેડતી કરતી હોવાથી બાબતે પણ રજૂઆત થયેલ છે. આમ તમામ બાબતો ધ્‍યાને લેતા જિલ્‍લામાં ચાલતા ટયુશન કલાસો માટે ચોકકસ સમય રાખવો જરૂરી જણાય છે.

         આથી જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અમિત અરોરા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્‍વયે મળે અધિકારીની રૂએ કચ્‍છ જિલ્‍લાની મહેસૂલી હદમાં આવેલ ખાનગી ટયુશન કલાસીસ સવારે ૮ કલાકથી સાંજે ૧૯ કલાક સુધી ચાલુ રાખી શકાશે તે સિવાયના સમયમાં ટયુશન કલાસીસ ચલાવવા પર મનાઇ ફરમાવેલ છે. આ જાહેરનામું તા.૨૯/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *