ઉપલેટામાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રજતતુલા સંપન્ન : રજતતુલામાં પ્રાપ્ત ૧.૧૫ કરોડની ઘનરાશી સંસ્થાઓ જળસંગ્રહના કાર્યોમાં વાપરશે
હિન્દ ટીવી ગુજરાતી, ઉપલેટા
જળ સંચય માટે રજતતુલા માત્ર મુખ્ય મંત્રીની નથી જનહિત માટે - પાણી માટે કાર્ય કરતા એક એક કાર્યકર્તાની છે
જળ સંચયમાં જનભાગીદારીથી વરસાદના પાણીનું એક એક ટીપુ બચાવવુ છે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતે જનહિત માટે પરિશ્રમથી પરિવર્તનની અનેક સિધ્ધીઓ હાંસલ કરી છે
હિમોગ્લોબિન તુલા-પાણી માટે રજતતુલા આ બધા ભાવ ગુજરાતની જનભાગીદારીને નવી દિશા આપી રહ્યા છે
પ્રાકૃતિક ખેતી થકી જમીન અને આપણા સૌનું-નવી પેઢીનું સ્વાસ્થ્ય સુધરશે - મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ...


