Sunday, February 15News That Matters

ભાવનગર ખાતે આવેલી બજરંગદાસ બાપા ચેરીટેબલ હોસ્પિટલ ખાતે નવા સી.ટી. સ્કેન અને એમ.આર.આઈ. મશીનનું લોકાર્પણ કરતા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી

હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આજે ભાવનગર ખાતે આવેલી બજરંગદાસ બાપા ચેરીટેબલ હોસ્પિટલ ખાતે રેડિયોલોજી વિભાગમાં નવા સી.ટી. સ્કેન અને એમ.આર.આઈ.મશીનનુ લોકાર્પણ કર્યું હતું.

બજરંગદાસ બાપા હોસ્પિટલમાં નવા સી.ટી. સ્કેન મશીનના લોકાર્પણથી આસપાસના વિસ્તારના નાગરિકોને રાહત દરે સ્વાસ્થ્ય સંબંધિત સારી સુવિધાઓ જેવી કે, સી.ટી. સ્કેન, ડિજિટલ સોનોગ્રાફી અને ડિજિટલ એક્સ-રે જેવી સુવિધાઓ ઘરઆંગણે મળી રહેશે અને તેમના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ આવશે તેવી તેમણે વ્યક્ત કરી હતી.

શ્રી બજરંગ દાસ આરોગ્ય ધામ, પાન વાડી ખાતે શરૂ થયેલ સી.ટી. સ્કેન, ડીઝીટલ સોનોગ્રાફી તથા ડિજિટલ એક્સ-રે, સિવિધાથી દર્દીઓએ હવે જે બહાર જવું પડતું હતું તે મુશ્કેલીઓનો અંત આવશે.

ડો દર્શન શુક્લના માર્ગદર્શન હેઠળ ડો વિજય ભરોડીયા દ્વારા ચોક્કસ નિદાન હવે બનશે વધુ સરળ બનશે જેનો લાભ શહેર અને જિલ્લાની જનતાને મળશે.

બજરંગદાસ બાપા હોસ્પિટલ ખાતે બજારભાવ કરતાં ૨૦ ટકા ઓછા દરે આ તમામ સુવિધાઓ ભાવનગરની જનતાને ઉપલબ્ધ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *