Sunday, February 15News That Matters

Author: Admin Admin

બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજના માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકાશે

બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજના માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર જીલ્લાના બાગયાતદાર ખેડૂતો માટે નાણાકીય વર્ષ-૨૦૨૨-૨૩ માં બાગાયત ખાતા ની વિવિધ યોજનાઓ જેવીકે ઘનિષ્ઠ ખેતી થી વાવેલ ફળપાકો, કેળ(ટિસ્યુ), પપૈયાં, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો, બાગાયત પેદાશોના પેકિંગ મટિરિયલ્સ ખરીદીમાં સહાય, છૂટા તથા દાંડી ફૂલ પાકો ની ખેતી, પ્લાસ્ટિક આવરણ (મલ્ચિગ), બાગાયત યાંત્રિકરણ, કોલ્ડચેઈન મેનેજમેન્ટ કાર્યક્રમ વગેરે જેવા ઘટકોમાં લાભ લેવા માગતા ઇચ્છુક લાભાર્થીઓએ આઇ-ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) મારફતે તા.:૧૨/૦૭/૨૦૨૨ થી તા.:૩૧/૦૭/૨૦૨૨ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે,અરજીની નકલ (સહીવાળી) તથા જરૂરી સાધનિક પુરાવા જેવા કે, ૭-૧૨/૮-અ ની નકલ, આધારકાર્ડની ઝેરોક્ષ, બેંક પાસબુકની ઝેરોક્ષ સહિતની અરજી દિન-૭ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી,સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ,નવાપરા,ભાવનગર ખાતે અચૂક રૂબરૂ કે ટપાલ દ્વારા જમા કરાવવા અખબારી યાદીમાં ...
ગારીયાધારના મોટા ચારોડિયા ખાતે વંદે ગુજરાતની ઉજવણીમાં જોવાં મળ્યું અનોખું મહિલા શસક્તિકરણ

ગારીયાધારના મોટા ચારોડિયા ખાતે વંદે ગુજરાતની ઉજવણીમાં જોવાં મળ્યું અનોખું મહિલા શસક્તિકરણ

Breaking News
હિન્દ ટીવી ગુજરાતી - ભાવનગર  વંદે ગુજરાત યાત્રા તેના આખરી તબક્કામાં છે ત્યારે આજે વંદે ગુજરાત યાત્રામાં મહિલા સશક્તિકરણનું અનોખું ઉદાહરણ જોવાં મળ્યું હતું. આ યાત્રામાં વક્તા, શ્રોતા, લાભાર્થી, લાભ આપનાર, આયોજક તમામ મહિલાઓ હતી. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવાં માટે આજે આ યાત્રા ભાવનગરના ગારીયાધારના મોટા ચારોડિયા ખાતે પહોંચી ત્યારે યાત્રાનું સામૈયા સાથે ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે સખી મંડળ, વ્હાલી દિકરી, ગંગા સ્વરૂપા યોજના, સરસ્વતી સાધના યોજના વગેરે જેવી અનેક યોજનાઓ દ્વારા મહિલાઓનું આર્થિક સાથે સામાજિક સશક્તિકરણ કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે જ આજે વંદે ગુજરાત યાત્રામાં તમામ બાબતોમાં મહિલાઓએ પ્રાધાન્યપૂર્વક કાર્ય કર્યું હતું. લીડર પણ મહિલા અને લાભાર્થી પણ મહિલા એવાં કાર્યક્રમમાં સમગ્રતયા મહિલાઓનું આધિપત્ય જોવા...
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અનુસંધાને યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે તથા ફૂડ રજીસ્ટ્રેશન માંથી ફૂડ લાઇસન્સ મેળવી લેવા બાબતે

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અનુસંધાને યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે તથા ફૂડ રજીસ્ટ્રેશન માંથી ફૂડ લાઇસન્સ મેળવી લેવા બાબતે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અનુસંધાને દૂધ સાગર માર્ગ, શિવાજી નગર-૧, ચુનારાવાડ ચોક પાસે આવેલ મહાદેવ ડેરી ફાર્મમાં ચકાસણી કરેલ તપાસ દરમિયાન અનહાઇજીનીક રીતે સ્ટોરેજ કરેલ વાસી મીઠાઇના ૦૯ kg જથ્થાનો નાશ કરેલ તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે તથા ફૂડ રજીસ્ટ્રેશન માંથી ફૂડ લાઇસન્સ મેળવી લેવા બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ સ્થળ પરથી ચોકલેટ જેલી બરફીનું સેમ્પલ લેવામાં આવેલ. નમુનાની કામગીરી :-                             ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ  ૫ નમૂના લેવામાં આવેલ :- (૧) ચોકલેટ જેલી બરફી (લુઝ): સ્થળ –મહાદેવ ડેરી ફાર્મ -દૂધ સાગર રોડ, ચુનારાવાડ ચોક પાસે, શિવાજી નગર-૧, રાજકોટ. (૨) ચિકન મસાલા સબ્જી (પ્રિપેર્ડ -લુઝ): સ્થળ –સુરતી એગ મસ્તી -પ્લોટ નં-૬, ગેલેક્સી પાર્ક-૨, મોટા મૌવા સર્વે નં. ૩, કિંગ્સ ક્રાફ્...
કચ્છમાં મધ્યમસિંચાઇ યોજનાના કુલ ૨૦માંથી ૧૪ ડેમ ઓવરફલો : ૯ હજારથી વધુ હેકટર ખેતીને ફાયદો મળશે

કચ્છમાં મધ્યમસિંચાઇ યોજનાના કુલ ૨૦માંથી ૧૪ ડેમ ઓવરફલો : ૯ હજારથી વધુ હેકટર ખેતીને ફાયદો મળશે

Breaking News
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ         કચ્છમાં મેઘરાજા મહેરબાન થતાં દસે તાલુકામાં આવેલા મધ્યમ સિંચાઇ યોજનાના કુલ ૨૦ ડેમમાંથી અત્યારસુધીના સીઝનના વરસાદ થકી ૧૪ ડેમ ઓવરફલો થઇ ચુક્યા છે. બાકી રહેતા છ પૈકી પાંચ ડેમમાં ૧૦ થી ૭૦ ટકા પાણીની આવક થઇ છે જયારે બાકી એક ડેમમાં ચાલુ સીઝનમાં નોંધપાત્ર આવક થવાની સંભાવના છે. મેઘરાજાની મહેરબાનીથી જિલ્લામાં ડેમની સારી સ્થિતી બનતા ૧૪ ડેમના કમાન્ડ હેઠળ ૯૦૦૦ હેકટરથી વધુ ખેતીને સિંચાઇનો લાભ મળશે. આમ કચ્છમાં ખરીફ પાક સાથે રવિ સીઝનની ચિંતા ટળતા કિસાનોમાં ખુશીની લહેર ફેલાઇ છે.         કચ્છ જિલ્લામાં ૧૦ તાલુકાના ૧૪ ડેમ ઓવરફલો થઇ ચુક્યા છે ત્યારે અંજાર તાલુકાના ટપ્પર ડેમમાં અત્યારસુધીના કુલ ૫૫ મી.મી વરસાદના કારણે ૩૩.૯૮ મિલીયન કયુબીક મીટર( એમ.સી.એમ) જળનો સંગ્રહ થઇ શકયો છે જેના થકી ૬૯ ટકા ભરાઇ ગયો છે. જયારે લખપતનો ગોધાતડ ડેમ કુલ ૨૧૦ મી.મી વરસાદના કારણે તથા તાલુકાનો સાનન્ધ્...
રાપર તાલુકાના કાનમેર ગામ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું ગામલોકો સામૈયુ કરીને સ્વાગત કર્યું

રાપર તાલુકાના કાનમેર ગામ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું ગામલોકો સામૈયુ કરીને સ્વાગત કર્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ           આજરોજ રાપર તાલુકાના કાનમેર ગામે ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ સામૈયુ કરીને ઉત્સાહપૂર્વક આવકાર્યો હતો. આ પ્રસંગે નાની બાલિકાઓએ કુમ કુમ તિલક કરીને રથને વધાવ્યો હતો. આ કાર્યક્રમમાં ગામની બાલિકાઓ દ્વારા સ્વાગતગીત પ્રાર્થના રજૂ કરીને વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ દ્વારા વીસ વર્ષના વિશ્વાસ અને વિકાસને ટૂંકી ફિલ્મ ગામલોકોને દર્શાવવામાં આવી હતી.         આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું ઔષધિય છોડ આપીને સ્વાગત કરાયું હતું. આ તકે ઉપસ્થિત મહાનુભવોએ જણાવ્યું હતું કે, વિશ્વાસની સાથે સાથે દેશનો વિકાસ કરવામાં આવી રહ્યો છે તેમાં આપણે પણ સામેલ થઈને દેશના વિકાસમાં ભાગીદાર બનીએ તેમજ સરકારની વિવિધ યોજનાઓની જાણકારી ગામલોકોને આપવામાં આવી હતી.        આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, મુખ્યમંત્રી માતૂ શક્તિ યોજના, વૃધ્ધ...
ગરીબોને મદદ કરી ચહેરા ઉપર હાસ્ય લાવનાર ખજૂરભાઇનું દુબઇમાં સન્માન કરવામાં આવ્યું

ગરીબોને મદદ કરી ચહેરા ઉપર હાસ્ય લાવનાર ખજૂરભાઇનું દુબઇમાં સન્માન કરવામાં આવ્યું

Uncategorized
દુબઇ પોલીસ અને ગવર્નમેન્ટે કર્યું સન્માન સમગ્ર ગુજરાત માટે ગૌરવ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કોમેડીથી પોતાના કેરિયરની શરૂઆત કરનારા નીતિન જાની ઉર્ફે ખજુરભાઈને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. નીતિન જાની આજે ગુજરાતના દરેક ઘરમાં ઓળખાય છે, દરેક વ્યક્તિઅં મોઢે તેમનું નામ હાજર છે. ગુજરાતની અંદર તેમને જે લોકસેવાના કાર્યો કર્યા છે તેના માટે ગુજરાતીઓ તેમને દિલથી સલામ કરે છે. ત્યારે નીતિન જાનીના આ સેવાકીય કાર્યો માટે ફક્ત ગુજરાતીઓએ જ નહીં, પરંતુ દુબઇમાં પણ તેમનું ખાસ સન્માન કરાયું છે, નીતિન જાનીએ તેમના સોશિયલ મીડિયામાં થોડા સમય પહેલા જ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં દુબઇ પોલીસ અને દુબઇ ગવર્મેન્ટ દ્વારા મળેલા આ સન્માનને ગ્રહણ કરતા જોવા મળી રહ્યા છે. ગુજરાતની અંદર નીતિન જાનીનું ઘણીવાર સન્માન કરવામાં આવ્યું છે. ત્યારે હવે નીતિન જાનીનું સન્માન દુબઇ પોલીસ અને ત્યાંની સરકાર દ્વારા પણ કરવામાં આવ્યું છે, જેન...
ભેગા કુટુંબમાં આયુષ્યમાન કાર્ડ મોટો સહારો – લાભાર્થી જેસીકાબેન સેંધાણી

ભેગા કુટુંબમાં આયુષ્યમાન કાર્ડ મોટો સહારો – લાભાર્થી જેસીકાબેન સેંધાણી

Gujarat
૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસ-વંદે ગુજરાત હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ        “અમારા ગામનું વોટ્સએપ ગ્રુપ છે. એમાં ગામમાં થનાર કાર્યક્રમ-સમસ્યા અને નવીન બાબતોની જાણકારી આવતી હોય છે. આ ગામ ગ્રૃપમાંથી મને વંદે ગુજરાત વિકાસ રથના કાર્યક્રમની ખબર પડી. તેમાં મળતાં લાભો અને યોજના વિશે પણ પૂછતા ખબર પડેલી અને આજે અમે સબ સેન્ટરમાંથી આયુષ્યમાન કાર્ડ માટેનો લાભ લીધો છે” એમ જણાવે છે ભુજ તાલુકાના નારણપર રાવડી ગામના ગૃહિણી જેસીકાબેન ઘનશ્યામભાઇ સેંધાણી. ભુજ તાલુકાના નારણપર રાવડી ખાતે ૩૦ વર્ષીય ગૃહિણી જેસીકાબેનના પતિ કડીયા કામથી ગુજરાન ચલાવે છે. બે દિકરીઓ અને સાસુ સસરા સહિત છ જણાના પરિવારમાં આયુષ્યમાન કાર્ડ જેસીકાબેન માટે મોટો ટેકો છે. તેમના શબ્દોમાં કહુ તો, “સરકારનો આ લાભ અમારા જેવા માટે મોટો ટેકો છે. ના કરે નારાયણ અને મોટી બિમારી આવે તો આ કાર્ડ બતાવાથી અમને ઝડપી અને જરૂરી સારવાર મળી રહેશે એમ એમપીએચડ...
કલેકટર પ્રવિણા ડી.કે. એ કલેકટર કચેરી ખાતે ફ્રી પ્રિકોશન ડોઝ રસીકરણનો પ્રારંભ કરાવ્યો

કલેકટર પ્રવિણા ડી.કે. એ કલેકટર કચેરી ખાતે ફ્રી પ્રિકોશન ડોઝ રસીકરણનો પ્રારંભ કરાવ્યો

Breaking News
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ          આઝાદીકા અમૃતમહોત્સવ અંતર્ગત આજથી ૭૫ દિવસ સુધી ચાલનારા ૧૮ થી ૫૯ વર્ષની વય જુથ માટેના ફ્રી પ્રિકોશન ડોઝનો પ્રારંભ કલેકટર પ્રવિણા ડી.કે. એ કલેકટર કચેરી ખાતે કર્યો હતો. આ તકે તેમણે જણાવ્યું હતું કે, આજથી રાજયમાં પ્રારંભ કોવીડ-૧૯ના ફ્રી પ્રિકોશન ડોઝ સહિત અન્ય રસીનો તમામ જિલ્લાવાસીઓએ લાભ લેવો. જિલ્લામાં આજે ૨૬ સ્થળોએ શરુઆત કરાઈ છે. આ રસી વિનામૂલ્યે મળશે તે લઇને કોરોનાને હરાવવામાં અગમચેતી વાપરીએ સ્વસ્થ રહીએ. વિકાસ અધિકારી ભવ્ય વર્માએ આ તકે જણાવ્યું હતું કે, જિલ્લાની દરેક (પીએચસી) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને યુપીએચસી- અર્બન હેલ્થ સેન્ટર ખાતે ૭૫ દિવસ સુધી વિનામૂલ્યે કોવીશીલ્ડ, કોવેકસીન અને કોર્બેવેકસ મળી શકશે. પાત્રતા ધરાવતા દરેકે આ વેકસીન લેવી તેવો તેમણે અનુરોધ કર્યો હતો. અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આર.આર.ફુલમાલીએ જણાવ્યું ...
અનુસૂચિમાં જણાવેલ કચ્છનાં ૫ જેટલા ટોલ પ્‍લાઝા પર ટોલ ટેક્ષ ચૂકવીને વાહન ટોલનાકું પસાર કરવા જિલ્લા કલેકટરનું જાહેરનામું

અનુસૂચિમાં જણાવેલ કચ્છનાં ૫ જેટલા ટોલ પ્‍લાઝા પર ટોલ ટેક્ષ ચૂકવીને વાહન ટોલનાકું પસાર કરવા જિલ્લા કલેકટરનું જાહેરનામું

Breaking News
હિન્દ ટીવી - ગુજરાતી,  ભુજ રાજય સરકારના જુદા જુદા જાહેરનામાઓથી કચ્‍છ જિલ્‍લામાં નેશનલ હાઇવે ઉપર નિયત કરેલ સ્‍થળોએ જુદા જુદા ટોલ પ્‍લાઝા ખાતેથી વાહનો પાસેથી નિયત કરેલ ચાર્જ વસુલ કરવામાં આવે છે અને આ અંગે નિયત એજન્‍સી સાથે કરાર કરી ચાર્જ વસુલ કરવાનો અધિકાર આપવામાં આવેલ છે. જે માટે અનુસૂચિમાં જણાવ્યા અનુસાર મોખા ટોલ પ્લાઝા, તા.મુંદરા, સામખીયાળી ટોલપ્લાઝા, સામખીયાળી, સુરજબારી ટોલ પ્લાઝા, તા.ભચાઉ, માખેલ ટોલ પ્લાઝા, તા. રાપર અને ધાણેટી ટોલ પ્લાઝા, તા.ભુજ એમ જુદાં-જુદાં ટોલ પ્લાઝા લોકેશન નિયત કરાયાં છે અને સરકારના જાહેરનામા ઉલ્લેખ થયા અનુસાર જુદાં- જુદાં વાહનોને ટોલટેક્ષ ભરવામાંથી મુકિત આપવામાં આવી છે અથવા કન્સેશન આપવાની જોગવાઇ કરવામાં આવી છે. અનુસૂચિમાં જણાવેલ ટોલ પ્‍લાઝાની નજીકમાં જુદા જુદા ગામો આવેલ છે. આ ગામોના લોકો કોમર્સિયલ વાહનો ધરાવે છે. આવા વા...
રાજકોટ રાજપથ લી. દ્વારા તા.૦૪/૦૭/૨૦૨૨ થી તા.૧૦/૦૭/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરી

રાજકોટ રાજપથ લી. દ્વારા તા.૦૪/૦૭/૨૦૨૨ થી તા.૧૦/૦૭/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,  રાજકોટ         રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV - રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા.૦૪/૦૭/૨૦૨૨ થી તા.૧૦/૦૭/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો નીચે દર્શાવેલ છે. જે વિગતોથી રાજકોટ શહેરના નાગરીકોને આપના સુપ્રસીધ્ધ અખબારના માધ્યમ મારફતે વિના મુલ્યે પ્રસીધ્ધ કરવા વિનંતી છે.   ૧. સિટી બસ (RMTS) સેવા જનરલ- રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને ૪૬ રૂટ પર ૯૧ સિટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે.      સિટી બસ સેવા (RMTS)માં તા.૦૪/૦૭/૨૦૨૨ થી તા.૧૦/૦૭/૨૦૨૨ દરમિયાન કુલ અંદાજીત ૧,૧૨,૬૦૦ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૨,૦૧,૭૬૨ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.   સિટી બસમાં થયેલ કામગીરી:-                 સિટી બસના બસ સ્ટોપ તથા પીક અપ સ્ટોપનું જરૂરિયાત મુજબનું રીપેરીંગ તથા નાગરીકોની જાણકારી હ...