રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે સફેદ માદા વાઘણએ બે બાળને જન્મ આપ્યો
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૫૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે.
ઝૂ ખાતે સફેદ વાઘ બાળ ૦૨ નો જન્મ :
સફેદ વાઘ નર દિવાકર તથા સફેદ માદા વાઘણ કાવેરીના સંવનનથી ૧૦૮ દિવસના ગર્ભાવસ્થાના અંતે કાવેરી વાઘણ દ્વારા પ્રથમ વખત તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ સવારના સમયે સફેદ વાઘ બાળ જીવ-૦૨(બે)નો જન્મ થયેલ છે....

