Monday, February 16News That Matters

Author: Admin Admin

ગીર સોમનાથ જિલ્લામાં નાળિયેરીમા થતી સફેદમાખીનો ઉપદ્રવને અટકાવવા માટેના ઉપાયો

ગીર સોમનાથ જિલ્લામાં નાળિયેરીમા થતી સફેદમાખીનો ઉપદ્રવને અટકાવવા માટેના ઉપાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં  નાળિયેરી બગીચા ધરાવતા ખેડુતોને  સફેદમાખી ( રૂગોસ સ્પાયરલિંગ વ્હાઇટ ફ્લાય )ના ઉપદ્રવને અટકાવવા માટે બાગાયત વિભાગ દ્વારા પગલાઓ લેવા માટે ખેડૂતોને અનુરોધ કરવામા આવે છે. જેમા નાળિયેરીના બગીચા ૧ થી ૩ વર્ષના ઝાડ  ધરાવતા  હોય તેવા ખેડૂતોને સફેદમાખીના (રૂગોસ સ્પાયરલિંગ) અસરકારક નિયંત્રણ માટે પાયરીપ્રોક્સીફેન ૧૦% + બાયફેન્થ્રીન ૧૦% ઇ.સી. ૦.૦૦% ( ૧૦ મીલી/૧૦ લીટર પાણી ) અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસ.સી. ૦.૦૨૭% ( ૧૨ મીલી/૧૦ લીટર પાણી ) અથવા ડાયાફ્રેન્થીયુરોન ૫૦% ડબ્લ્યુ.પી. ૦.૦૫% ( ૧૦ ગ્રામ/૧૦ લીટર પાણી), સ્ટાર્ચ ૧% ( ૧૦ ગ્રા/લીટર પાણી ) સાથે, પ્રથમ છંટકાવ જીવાતનો ઉપદ્રવ શરુ થયે અને ત્યારબાદ બીજો અને ત્રીજો છંટકાવ, પ્રથમ છંટકાવના ૧૦ દિવસના અંતરે કરવો. ઉપરાંત નાળિયેરીના બગીચા ૫ વર્ષથી વધારે ઉંમરનાં ઝાડમા   સફેદમાખીના (રૂગોસ સ્...
મકરસંક્રાંતિ પર્વના શાસ્ત્રોકત સંક્રાંતિ કાળ સમયે સોમનાથ મંદિરમાં કરાયું સુર્યપૂજન તથા ગૌ પૂજન

મકરસંક્રાંતિ પર્વના શાસ્ત્રોકત સંક્રાંતિ કાળ સમયે સોમનાથ મંદિરમાં કરાયું સુર્યપૂજન તથા ગૌ પૂજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ સનાતન સંસ્કૃતિમાં મકરસંક્રાંતિના સંક્રાંતિ કાળનું વિશેષ મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. સંક્રાંતિ કાળ સમયે કરવામાં આવતું પુણ્ય કાર્ય અનેક ગણું વધુ ફળદાયી કેહવામાં આવ્યું છે. વળી ગૌ પૂજન નું સંક્રાંતિ સમયે અનેરુ મહાત્મ્ય હોય છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થમાં મહાદેવના દર્શનની સાથે સાથે ગૌ પૂજનનો પણ લાભ દેશ-વિદેશમાં વસતા શ્રદ્ધાળુંઓએ પુજાનો લાભલીધો હતો.   સોમનાથ મંદિરમાં પરંપરાગત કરવામાં આવતી પુજામાં સુર્યપૂજન- ગૌ પૂજન કરવામાં આવેલ. સાથે જ સોમનાથ મહાદેવને કરવામાં આવતા વિશેષ મહાપૂજનમાં દ્રવ્યો, ઔષધીઓ, દુગ્ધ, સહિતમાં વિવિધ તલથી સોમનાથ મહાદેવને અભિષેક કરવામાં આવેલ હતો. વિશ્વશાંતિ અને આરોગ્ય સુખાકારી માટે પુજારીએ સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં સોમનાથ ગૌશાળા માંથી લાવવામાં આવેલ ગૌમાતાનું મંદિરના ...
ભાવનગરમાં બોરતળાવ, તખ્તેશ્વર મહાદેવ અને પીલગાર્ડન ખાતે ૧૪ મી જાન્યુઆરીના રોજ ૫૧ સૂર્ય નમસ્કાર કરવામાં આવશે

ભાવનગરમાં બોરતળાવ, તખ્તેશ્વર મહાદેવ અને પીલગાર્ડન ખાતે ૧૪ મી જાન્યુઆરીના રોજ ૫૧ સૂર્ય નમસ્કાર કરવામાં આવશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર રમત ગમત , યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા .૧૪ મી જાન્યુઆરી ને શનિવારે ઉત્તરાયણના દિવસે સવારના ૭ થી ૮ કલાક દરમ્યાન ભાવનગરમાં ત્રણ અલગ અલગ સ્થળોએ ૫૧ સૂર્ય નમસ્કાર કરવામાં આવશે. ગુજરાત ના ૭૫ જેટલા વિશેષ પ્રવાસન / ઐતિહાસિક સ્થળોએ જેમાં ભાવનગર ખાતે ત્રણ ૧.) બોરતળાવ ૨) તખ્તેશ્વર મહાદેવ 3) પીલગાર્ડન ખાતે ૧૦૦ યોગી ભાઈઓ - બહેનો ૫૧ સૂર્ય નમસ્કારથી ઉગતા સૂર્યને વંદન ઉજવણી કરશે. વધુ માહિતી માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના સંકલન કર્તા જિલ્લા કો ઓરડીનેટર શ્રી જીગ્નેશ પટેલ મો . ૯૬૬૪૯૯૩૯૦૬ , ( પીલગાર્ડન ) રિદ્ધિબેન માંડલીયા મો .૯૪૨૬૯૬૪૨૪૭ નો સંપર્ક કરવાનો રહેશે. ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી (ભાવનગર)...
સી.આર.પી.સી. કલમ-૮૨ મુજબ ના જાહેરનામાંથી આરોપી વ્યક્તિ મગનભાઇ જીવાભાઇ કોળી એ હાજર થવા આદેશ જારી

સી.આર.પી.સી. કલમ-૮૨ મુજબ ના જાહેરનામાંથી આરોપી વ્યક્તિ મગનભાઇ જીવાભાઇ કોળી એ હાજર થવા આદેશ જારી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર મહુવાના ૫’મી એડીશનલ સેશન્સ જજ એસ.એફ.પરીખ એ તા.૧૭-૧૨-૨૦૨૨ના રોજ સી.આર.પીસ.ઈ કલમ- ૮૨ મુજબ આદેશ કરતું જાહેરનામું જારી કરી ફરમાવેલ છે કે મારી સમક્ષ એવી ફરીયાદ કરવામાં આવેલ છે કે મગનભાઇ જીવાભાઇ કોળી –રહે. સથરા, તા.મહુવા, જી.ભાવનગરવાળી વ્યક્તિએ આઇ.પી.સી. કલમ- ૩૯૪, ૩૯૭, ૧૧૪ અનુસાર સજાપાત્ર ગુનો કરેલ છે (અથવા તો એવો ગુનો કરેલ હોય એવો શક છે) અને સદરહું નામની વ્યક્તિ ઉપર કાઢવામાં આવેલ ગીરફતારી વોરંટ એવા શેરા સહિત પાછો આવેલ છે કે સદરહુ આરોપી મળી આવતો નથી અને તેને આધારે મને ખાત્રી કરાવી આપવામાં આવેલ છે કે આ નામની વ્યક્તિ ભાગી ગયેલ છે અથવા તો સદર વોરંટની બજવણી અટકાવવા માટે તેણે પોતાની જાતને છુપાવી દીધેલ છે. તેથી આરોપી મગનભાઇ જીવાભાઇ કોળી –રહે. સથરા, તા.મહુવા, જી.ભાવનગરનાએ સદર ફરીયાદનો જવાબ આપવા માટે કોર્ટ સમક્ષ અથવા તો કોર્ટના જજ એફ.એસ.પરીખ સમક્ષ આ આદેશ ઇસ્યુ કર્યા તા...
જસદણના ગઢડિયા ગામમાં જુગાર રમતા 18 જુગરી ઝડપાયા

જસદણના ગઢડિયા ગામમાં જુગાર રમતા 18 જુગરી ઝડપાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જસદણ         જસદણ પો.સ્ટે વિસ્તારના ગઢડિયા ગામેથી જુગારન રમતા 18 જુગારીઓને પકડી પાડતી જસદણ પોલીસ રાજકોટ રેન્જ પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા ગોંડલ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ.ઇન્સ ટી.બી.જાની સ્ટાફ સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન સાથેના એ.એસ.આઈ ભુરાભાઈ માલીવાડ તથા સંજયભાઇ મેટાળિયાને ને મળેલ ચોક્કસ બાતમીના આધારે જસદણ પો.સ્ટેના ગઢડિયા ગામે મહેન્દ્રભાઇ મનજીભાઇ ડેરવાળીયા પોતાની માલિકીના ગોડાઉનમાં જુગાર રમતા અઢાર ઈસમોને પકડી પાડી રોક્ડ રૂપિયા ૪૯,૫૦૦ ના કુલ મુદામાલ સાથે પકડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.         જેમાં પકડાયેલ આરોપી (૧) મહેન્દ્રભાઇ ધનજીભાઇ ડેરવાળીયા જાતે કોળી ઉવ.૨૯ ધંધો ખેતી રહે ગઢડીયા(જસ) તા જસદણ (ર) જીતેશભાઇ શામજીભાઇ પરમાર જાતે કો...
વેરાવળ ખાતે તા.૨૫મી જાન્યુઆરીના રોજ યોજાશે તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ

વેરાવળ ખાતે તા.૨૫મી જાન્યુઆરીના રોજ યોજાશે તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ

Uncategorized
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ        ગીર સોમનાથ પ્રજાજનોનો તેમના પ્રશ્નો તથા ફરિયાદનો સ્થાનિક કક્ષાએ ઉકેલ આવે તે માટે મુખ્યમંત્રી ગુજરાત રાજય તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવુ ન પડે તે માટે વેરાવળ તાલુકા કક્ષાનો ''સ્વાગત'' ઓનલાઇન કાર્યક્રમ તા.૨૫-૦૧-૨૦૨૩ના બુધવારના રોજ યોજાનાર છે.        આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તા.૧૫-૦૧-૨૦૨૩ સુધીમાં તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેના તાલુકા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો, કચેરીને પહોંચતી કરવા સબંધકર્તા લોકોને વિનંતી કરવામાં આવે છે અને  અરજીમાં મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ'' લખવાનું રહેશે.       ગ્રામ્ય વિસ્તારના લોકો તેમનો પ્રશ્ન "ગ્રામ સ્વાગત' કાર્યક્રમ અંતર્ગત તા.૧૫/૦૧/૨૦૨૩ સુઘીમાં ગામના તલાટી કમ મંત્રીશ્રીને સંબોધીને અરજી કરી શકે છે અને અરજીના મથા...
ICAR-CIFT ના વેરાવળ સંશોધન કેન્દ્રે સમુદ્રમાં તરતી મૂકી વેવ રાઈડર બૉય ઓબ્ઝર્વેશન સિસ્ટમ

ICAR-CIFT ના વેરાવળ સંશોધન કેન્દ્રે સમુદ્રમાં તરતી મૂકી વેવ રાઈડર બૉય ઓબ્ઝર્વેશન સિસ્ટમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ INCOISએ હિંદ મહાસાગરમાં ૧૬ ડાયરેક્શનલ વેવ રાઇડર બોયા તૈનાત કર્યા છે. ICAR-CIFT ના વેરાવળ સંશોધન કેન્દ્રે INCOIS-હૈદરાબાદના સહયોગથી ગીર-સોમનાથ જિલ્લાના સોમનાથમાં સમુદ્ર સપાટી પર વેવ રાઇડર બોયાને તૈનાત કર્યું છે. આ બોયામાંથી એકત્રિત કરવામાં આવેલ માહિતીનો ઉપયોગ ભવિષ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા માટે ચોક્કસ સમયની માહિતી સિસ્ટમ વિકસાવવા માટે કરવામાં આવશે. આ વેવ રાઇડર બોયા સમુદ્રની હવામાન પરિસ્થિતિ, સમુદ્રની ભરતીની પ્રકૃતિ અને સમુદ્રી પ્રવાહો વિશે સચોટ માહિતી આપે છે. ઉપરાંત તોફાનો અને દરિયાની સ્થિતિની આગાહી કરવામાં પણ મદદ કરે છે. દરિયાઈ ઈજનેરી, શિપિંગ અને ફિશરીઝના સંદર્ભમાં તેમજ દરિયાઈ વિજ્ઞાનના પાયાના સંશોધનો, આબોહવા પરિવર્તન તેમજ ચક્રવાતની અસરના અભ્યાસ માટે વેવ રાઈડર બોયા એ ટૂંકા ગાળા તેમજ લાંબા ગાળાના અભ્યાસ માટે ખૂબ ઉપયોગી છે. ખાસ કરીને આ બોયા દરિ...
સુરતથી ગુમ થયા મહિલા અને પુરુષ, માહિતી આપનારને ૨૫,૦૦૦નું રોકડ ઈનામ

સુરતથી ગુમ થયા મહિલા અને પુરુષ, માહિતી આપનારને ૨૫,૦૦૦નું રોકડ ઈનામ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,, ગીર સોમનાથ   નાયબ પોલીસ અધિક્ષક, સુરત ઝોન, સી.આઈ.ડી. ક્રાઇમ દ્વારા જાહેર જનતા જોગ જણાવવામાં આવે છે કે સુરતથી ગુમ થયેલ ભાવનાબેન કરસનજી ઠાકોર અને  કનુભાઈ તળજાભાઇ રબારી   આ બંન્ને વ્યક્તિઓ મળી ન આવતા અરજદારએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં હેબીયસ કોપર્સ પીટીશન દાખલ કરેલ છે. તસવીરમાં જણાવેલ બન્ને ગુમ થનાર મહિલા તથા પુરૂષની માહિતી આપનાર અથવા શોધી આપનારને રૂ. 25,000/- પ્રોત્સાહન ઈનામ આપવાનું જાહેર કરવામાં આવેલ છે. વિગતો અનુસાર ભાવનાબેન કરસનજી ઠાકોર(ઉ.વ.આશરે ૨૮ થી ૩૦) નાની શરીરે મધ્યમ બાંધાની, ઘઉં વર્ણો રંગ, ગોળ ચહેરો અને ઉંચાઈ આશરે 5X2 ની છે. જેના જમણા હાથે પાનની અંદર અંગ્રેજીમાં B.K. નું છૂંદણાનું નિશાન છે અને મેલાભાઈ નાગજીભાઈના તબેલામાં રહેવાસી છે. મુળ રહે ભાથણીવાસ, ગામ - ખેરવા, તા.જી મહેસાણા, ગુજરાત - ૯૮૪૦૦૧ તથા ગામ - કલાણા, તા.જી.પાટણ, ગુજરાત (પિયર) અને શકમંદ સામાવાળા ...
Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર સિહોરમાં સંકલિત આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા “કિશોરી કુશળ બનો -સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો તાલુકા પંચાયત પ્રમુખ તૃપ્તિબેન જસાણીનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં મહિલા સશક્તિકરણમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે લાભ લેવા જણાવ્યું હતું. કિશોરીઓના પોષણ સાથે મહિલાઓના આરોગ્ય તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓ સંદર્ભે આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંગે આઈ.સી.ડી.એસ. વિભાગનાં રાજેશ્વરીબા જાડેજાએ જાણકારી આપી હતી. આ સાથે કુ. સુરભી ચૌહાણ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિધિબેન દવેએ કિશોરી પોષણ જાગૃતિ સંદર્ભે સૌને પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ સાથે વાનગી સ્પર્ધા તેમજ વિવિધ સન્માન પુરસ્કારો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મામલતદાર જોગસિંહ દરબાર, આરોગ્ય વિભાગ પુજાબા ગોહિલ, ઔધોગિક તાલીમ સંસ્થાના ભાવિન શાહ, બાળ સંભાળ કચેરીના કૃષ...
ઘોઘામાં “કિશોરી કુશળ બનો -સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો

ઘોઘામાં “કિશોરી કુશળ બનો -સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો

Uncategorized
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત “ બેટી બચાવો બેટી પઢાવો ” યોજનાના સંયુક્ત ઉપક્રમે બી.આર.સી. ભવન ઘોઘા ખાતે તા: ૧૧ જાન્યુઆરીના રોજ “કિશોરી કુશળ બનો -સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈ.સી.ડી.એસ. ઘોઘા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ૧૫ થી ૧૮ વર્ષની પૂર્ણા કિશોરીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં બાળ શક્તિ કેન્દ્ર, નારી અદાલત ઘોઘા, જિલ્લા બાળ સુરક્ષા એકમ ભાવનગર, તાલુકા હેલ્થ ઓફીસ ઘોઘા, ભાવનગર જીલા કો- ઓપરેટીવ બેંક, ઘોઘા ઈંગ્લીશ સ્કુલ, તાલુકા કાનૂની સેવા સમિતી તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર ઘોઘા, અને અભયમ મહિલા હેલ્પલાઇન સહિતના વિભાગોએ કાર્યક્રમ સફળ બનાવેલ હતો. આ કાર્યક્રમમાં ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ જાનવીબા મહાવીરસિંહ ગોહિલ, ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ મુકેશભાઈ વેગડ, ઘોઘા આઈ.સી.ડી.એસ ...