Sunday, February 15News That Matters

સી.આર.પી.સી. કલમ-૮૨ મુજબ ના જાહેરનામાંથી આરોપી વ્યક્તિ મગનભાઇ જીવાભાઇ કોળી એ હાજર થવા આદેશ જારી

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

મહુવાના ૫’મી એડીશનલ સેશન્સ જજ એસ.એફ.પરીખ એ તા.૧૭-૧૨-૨૦૨૨ના રોજ સી.આર.પીસ.ઈ કલમ- ૮૨ મુજબ આદેશ કરતું જાહેરનામું જારી કરી ફરમાવેલ છે કે મારી સમક્ષ એવી ફરીયાદ કરવામાં આવેલ છે કે મગનભાઇ જીવાભાઇ કોળી –રહે. સથરા, તા.મહુવા, જી.ભાવનગરવાળી વ્યક્તિએ આઇ.પી.સી. કલમ- ૩૯૪, ૩૯૭, ૧૧૪ અનુસાર સજાપાત્ર ગુનો કરેલ છે (અથવા તો એવો ગુનો કરેલ હોય એવો શક છે) અને સદરહું નામની વ્યક્તિ ઉપર કાઢવામાં આવેલ ગીરફતારી વોરંટ એવા શેરા સહિત પાછો આવેલ છે કે સદરહુ આરોપી મળી આવતો નથી અને તેને આધારે મને ખાત્રી કરાવી આપવામાં આવેલ છે કે આ નામની વ્યક્તિ ભાગી ગયેલ છે અથવા તો સદર વોરંટની બજવણી અટકાવવા માટે તેણે પોતાની જાતને છુપાવી દીધેલ છે.

તેથી આરોપી મગનભાઇ જીવાભાઇ કોળી –રહે. સથરા, તા.મહુવા, જી.ભાવનગરનાએ સદર ફરીયાદનો જવાબ આપવા માટે કોર્ટ સમક્ષ અથવા તો કોર્ટના જજ એફ.એસ.પરીખ સમક્ષ આ આદેશ ઇસ્યુ કર્યા તારીખ થી ૩૦ દિવસ સુધીમા હાજર રહેવું તેમ પોલીસ અધિક્ષક, ભાવનગરની યાદીમા જણાવાયુ છે.

ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી (ભાવનગર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *