Monday, February 16News That Matters

Author: Admin Admin

જડ્ડુસ ચોક ખાતે ઓવરબ્રીજ સહિતના રાજકોટના રૂ.૧૪૦ કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ – ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરાયું 

જડ્ડુસ ચોક ખાતે ઓવરબ્રીજ સહિતના રાજકોટના રૂ.૧૪૦ કરોડના વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ – ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરાયું 

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના રૂ.૧૪૦ કરોડના વિકાસ કામોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થયું હતું. આ તકે મુખ્યમંત્રીના હસ્તે ૬૯૦ આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો. વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન આપતાં જણાવ્યું હતું કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસના નવાયુગનો આરંભ થયો છે. લોકોના જીવનને વધુને વધુ સુખદાયક બનાવવાની દિશામાં સરકાર સતત કાર્યરત છે. ગુજરાતમાં સતત બે દાયકાથી વધુ સમયથી આ વિકાસ યાત્રા ચાલી રહી છે. આજે આ વિકાસ યાત્રા રાજકોટ શહેરવાસીઓ માટે વિકાસની વધુ કેટલીક ભેટ લઈને આવી છે. આ વર્ષનું બજેટ સપ્તર્ષિ એટલે કે વિકાસના સાત મુખ્ય આધાર પર વડાપ્રધાનશ્રીએ આપેલું બજેટ છે. ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ, અંતિમ છૌરના વ્યક્તિ સુધી વિકાસ, ઇન્ફ્રાસ્ટ...

રાજકોટના ૧૦,૦૦૦થી વધુ સાયકલીસ્ટો સાયકલોફનમાં જોડાયા

Uncategorized
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા, રોટરી ક્લબ ઓફ રાજકોટ, રાજકોટ મીડ ટાઉન અને સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના સંયુંક્ર ઉપક્રમે આજે તા.૦૫/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૦૬:૪૫ કલાકે કવિ રમેશ પારેખ રંગદર્શન રેસકોર્ષ ખાતે સાયકલોફન યોજાઈ, જેમાં રાજકોટના ૧૦,૦૦૦થી વધુ સાયકલીસ્ટો જોડાયા હતા.આ સાયક્લોફનમાં પાંચ કી.મી. અને 20 કી.મી. સાઈકલ રાઈડ યોજવામાં આવેલ. આ વખતે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોના એસો.પણ જોડાયેલ . જેના કારણે શહેરની 500 થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે.  માનનીય મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને યોજયેલ આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર અને ધારાસભ્ય ડૉ. દર્શીતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, કલેકટર અરુણ મહેશ બાબુ, રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, DCP પાર્થ રાજ, કોર્પોરેટરઓ જયમીનભાઈ ઠાકર, ચેતન સુરેજા, વિનુભાઈ સો...

રવિ સીઝન ૨૦૨૨-૨૩માં તુવેર, ચણા અને રાયડાના લઘુતમ ટેકાના ભાવ અંગે ખેડૂત જોગ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ રવિ સીઝન ૨૦૨૨-૨૩માં તુવેર, ચણા અને રાયડાનો લઘુતમ ટેકાનો ભાવ પ્રતિ મણ તુવેર રૂ.૧,૩૨૦, ચણા રૂ.૧,૦૬૭ અને રાયડો રૂ.૧,૦૯૦ પ્રતિ મણ ખરીદી કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં તુવેર, ચણા અને રાયડાનું વાવેતર કરેલ હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડૂતો ઓનલાઇન રજીસ્ટ્રેશનની નોંધણી તા.૦૧/૦૨/૨૦૨૩ થી તા.૨૮/૦૨/૨૦૨૩ સુધી કરી શકશે. નોંધણી પ્રક્રીયા ગ્રામ્ય કક્ષાએ “વિલેજ કોમ્યુટર એન્ટરપ્રિન્યોર” (VCE) મારફત કરાવી શકાશે, જેની તમામ ખેડૂતોને નોંધ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી, બોટાદ, જિલ્લા પંચાયતની અખબારી યાદીમાં જણાવાયું છે....

હોટલ/ લોજ/ ગેસ્ટ હાઉસ/ ધર્મશાળામાં રોકાણ કરનારની માહિતી રાખવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ ત્રાસવાદી/ અસામાજિક તત્વો શહેરોમાં તેમજ હોટલ, લોજ, બોડીંગમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે જેને અનુલક્ષીને હોટલ, લોજ, બોડીંગમાં આશરો આપતા માલિકો ઉપર કેટલાંક નિયત્રંણો લાદવાની આવશ્યકતાને ધ્યાને લઇને દેશની સુરક્ષાના પરીપ્રેક્ષ્યમાં જરૂરી જણાતા બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ બોટાદ જિલ્લા વિસ્તારમાં હોટલ-લોજ-બોડીંગમાં કોઈપણ નાગરીક આવે ત્યારે તેના ડૉક્યુમેન્ટની વિગતો કોપી સહીતની લેવી, ડોક્યુમેન્ટ વગરના તેમજ અજાણ્યા નાગરીકોને હોટલ, લોજ, બોડીંગમાં પ્રવેશ આપવો નહી, તમામ નાગરીકના નામ, સરનામા, મોબાઈલ, ટેલિફોન સહિતના નક્કર પુરાવા મેળવવા, બોટાદ જિલ્લામાં કઈ જગ્યાએ કયા કામ માટે કોને કોને મળવાના છે, કેટલો સમય રોકાવાના છે તેની સંપૂર્ણ વિગત મેળવવી, ...

તા.૨૩ ફેબ્રુઆરીના રોજ બોટાદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ બોટાદના નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમાર તરફથી એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ફેબ્રુઆરી-૨૦૨૩ના માસનો જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩/૦૨/૨૦૨૩ ના ગુરૂવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે બોટાદ જિલ્લા સેવા સદન-કલેકટર કચેરીના મીટીંગ હોલ, ખસ રોડ ખાતે જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યાજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણત રહેલ હોય કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્રો અરજદાર આધાર પુરાવા સાથે વ્યક્તિગત પ્રશ્નની રજુઆત કરી શકશે તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી શકશે આવા પ્રશ્રો માટેની અરજી તા.૧૦/૦૨/૨૦૨૩ સુધીમાં રજાના દિવસો સિવાય કલેક્ટર કચેરી, બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે. જેની જાહેર જનતાને નોંધ લેવા વધુમાં જણાવાયું છે....

બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ૧૭ ફેબ્રુઆરીએ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ ફેબ્રુઆરી-૨૦૨૩ના માસની બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તા.૧૭ ફેબ્રુઆરી,૨૦૨૩ ને શુક્રવારના રોજ ૧૧.૦૦ કલાકે પદાધિકારીઓ સાથે ત્યારબાદ ૧૧.૩૦ કલાકે અધિકારીઓ સાથે મિટીંગ હોલ, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે યોજાશે. બેઠકમાં અધિકારીઓએ જાતે હાજર રહેવા બોટાદના નિવાસી અધિક કલેક્ટર મુકેશભાઈ પરમારની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે....

GATE-2023 તથા JAM-2023 દ્વારા આયોજિત પરિક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આગામી તા.૦૪-૦૫/૦૨/૨૦૨૩ તથા તા.૧૧-૧૨/૦૨/૨૦૨૩ દરમ્યાન Graduate Aptitude Test Engineering (GATE)-2023 તેમજ તા.૧૨/૦૨/૨૦૨૩ ના રોજ Joint Admission Test for Masters (JAM)-2023 ની IIT, Bombay દ્વારા પરીક્ષાઓ લેવાનાર છે. ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન જે-તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે. જેમાં જણાવ્યા અનુસાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રીજયામાં ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનર મશીનના ઉપયોગ પર તેમજ પરીક્ષ...

ભાવનગર શહેર ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨ ના રોજ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર રાજ્ય સરકાર ના આદેશ અનુસાર તા.૨૨ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી, વિધાનગર, બી.પી.ટી.આઇ. સામે ભાવનગર શહેર ખાતે માન. મુખ્યમંત્રી નો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, તાલુકા કક્ષાના પ્રશ્નો ના નિકાલ કરવા માટે નાયબ કલેકટર ભાવનગરનાં અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે. ભાવનગર સીટીના પ્રશ્નો માટે ભાવનગર શહેરના અરજદાર ઓ પાસે થી તા.૧૦/૦૨/૨૦૨૩ સુધીમાં વિવિધ કચેરીઓમાં અનિર્ણીત પ્રશ્નોના આધાર પુરાવા સાથે અરજી મંગાવામાં આવે છે. પ્રશ્ન રજૂ કરવા માટે જે તે અરજદારે ભાવનગર શહેર સ્વાગત ફરીવાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે સીટીમામલતદાર, ભાવનગર ને પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં ગત તાલુકા ફરિયાદ નિવારણા કાર્યક્રમમાં અનિણીત રહેલ અરજદારો તથા સંબંધીત વિભાગોએ જરૂરી આધારો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વ...

ભાવનગરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની સીએસઆર કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગો માટે નિ:શુલ્ક સહાયક ઉપકરણ વિતરણ સમારોહ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની સીએસઆર કાર્યક્રમ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા અને ઇન્ડિયન કોર્પોરેશન ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે નિ:શુલ્ક સહાયક ઉપકરણ વિતરણ સમારોહનું પંડિત દીનદયાળ આરોગ્ય ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગરના ૧૩૭ દિવ્યાંગોને અગાઉથી એલીમ્કો દ્વારા કેમ્પ કરીને તપાસ કર્યા બાદ તેમની જરૂરિયાત મુજબ ૨૪,૮૧,૮૨૨ લાખના ૨૪૩ સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે હોંસલો બુલંદ હોય તો હિમાલય સર કરવામાં પણ કોઇ અવરોધ આવતો નથી ત્યારે દિવ્યાંગો માટે મદદરૂપ થવા માટે સરકારની અનેક યોજનાઓ કાર્યરત છે આ ઉપરાંત સરકાર દ્વારા દિવ્યાંગો માટે રેલવે સ્ટેશન તથા બસ સ્ટેશન એવા સ્થળોએ તેમને અગવડતા પડે નહિ એવી અલગ વ્યવસ્થા પણ કરવામાં આવે છે. તેમણે વધુમાં ...

કોડીનાર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાના અધ્યક્ષસ્થાને યોજાયો આયુષ મેળો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અંતર્ગત નિયામક આયુષની કચેરી દ્વારા પ્રેરિત, જિલ્લા આયુર્વેદ શાખા ગીર સોમનાથ દ્વારા છારા જાપા ગ્રાઉન્ડ, કોડીનાર ખાતે આયુષ મેળો યોજાયો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું. જેમાં અતિથી વિશેષ તરીકે ધારાસભ્ય ડૉ.પ્રદ્યુમન વાજા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આયુષમેળામાં શહેરીજનોએ વિવિધ પદ્ધતિઓ દ્વારા સારવાર, યોગ અંગેનું માર્ગદર્શન, પંચકર્મ, અગ્નિકર્મ ચિકિત્સા ઉપરાંત યોગ-વાનગી પ્રદર્શન સહિત આયુર્વેદની વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા આયુર્વેદ અધિકારી વિજયસિંહ ગોહિલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને આયુષમેળાનો મુખ્ય હેતુ શું છે તે વિશે વિગતવાર માહિતી આપી હતી. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે તેમજ ધારાસભ્ય અને ઉપસ્થિત મહાનુભાવોએ જુદા-જુદા ૧૫ સ્ટોલની મ...