Sunday, February 15News That Matters

તા.૨૩ ફેબ્રુઆરીના રોજ બોટાદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ટીવી – ગુજરાતી, બોટાદ

બોટાદના નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમાર તરફથી એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ફેબ્રુઆરી-૨૦૨૩ના માસનો જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩/૦૨/૨૦૨૩ ના ગુરૂવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે બોટાદ જિલ્લા સેવા સદન-કલેકટર કચેરીના મીટીંગ હોલ, ખસ રોડ ખાતે જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યાજાશે.

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણત રહેલ હોય કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્રો અરજદાર આધાર પુરાવા સાથે વ્યક્તિગત પ્રશ્નની રજુઆત કરી શકશે તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી શકશે આવા પ્રશ્રો માટેની અરજી તા.૧૦/૦૨/૨૦૨૩ સુધીમાં રજાના દિવસો સિવાય કલેક્ટર કચેરી, બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે. જેની જાહેર જનતાને નોંધ લેવા વધુમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *