Tuesday, February 17News That Matters

Author: Admin Admin

વર્તમાન સમયના પ્રતિકારો માટે વિદ્યાર્થીનીઓને “રાણી લક્ષ્મીબાઇ આત્મરક્ષા પ્રશિક્ષણ”ની તાલીમ અપાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભરૂચ ભરૂચ જીલ્લા શિક્ષણ શાખા અંર્તગત સમગ્ર શિક્ષા અને સુરક્ષાસેતુ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે છેડતી વિગેરેનો પ્રતિકાર કરી શકે અથવા વિપરીત સ્થિતિનો સામનો કરી શકે તેવા ઉમદા હેતુથી “રાણી લક્ષ્મીબાઇ આત્મરક્ષા પ્રશિક્ષણ” તારીખ ૦૬ ફેબુઆરી ૨૦૨૩થી શાળા કક્ષાએ આપવામાં આવી રહી છે. આ તાલીમ ભરૂચ જિલ્લાની ૫૧૧ સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની ૨૦,૫૪૧ તેમજ ૩૨ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની ૧૪૨૯ કન્યાઓને આત્મરક્ષણની કેળવણી મળે રહે તે હેતુ પંચીંગ, બ્લોકીંગ, રેસલીંગ, જુડો-કરાટે, ફાઇટ-કરાટે જેવી પાયાની સ્વ-રક્ષણ તાલીમ જીલ્લા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તથા પોલીસ વિભાગના સઘન મોનિટરીંગ હેઠળ કરવામાં આવશે. સ્વરક્ષણની તાલીમ મેળવી વિદ્યાર્થીની જાહેર જીવનમાં થતા જાતિય સતામણી તથા માસિક હિંસાનો ભોગ ન બને, આત્મરક્ષણ માટે સમાજમાં અવાજ ઉઠાવી શકે, જીવન પર્યન્ત પ્રાપ્ત કલા- કોશલ્યોને જાહેર જીવનમા...

સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ખાતે આગામી ૨૫-૨૬ ફેબ્રુઆરી એમ બે દિવસીય ઉત્સવના આયોજન માટે જિલ્લા વહીવટીતંત્ર એકશન મોડમાં

Gujarat
 હિન્દ ટીવી - ગુજરાતી, શુકલતીર્થ             સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અન્વયે સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ભરૂચ ખાતે આગામી ૨૫ અને ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ એમ બે દિવસીય ઉત્સવના આયોજન કરવા માટેની યોજના અંર્તગત ભરૂચમાં શુકલતીર્થ ઉત્સવની ઉજવણી થનાર છે. આ ઉત્સવની તૈયારીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરા આયોજન સંદર્ભે સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાતમાં પ્રાંત અધિકારી યુ.એન.જાડેજા દ્વારા અમલીકરણ અધિકારીઓને મેળા અંગે સુચારુ આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. મેળા સંબંધિત સાધનિક વ્યવસ્થા માટે સંબંધિત અધિકારી તથા કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ વેળાએ જીલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી મીતાબેન ગોવલીએ જણાવ્યું હતું કે, જીલ્લા વહીવટી તંત્રની તમામ કચેરીઓ કે જેના થકી આ ઉત્સવ આગોતરૂ આયોજન કારવામાં આવશે.જેમાં સ્ટેજ , લાઈટ ,પાણી, ગ્રીનરૂમ, બેઠક વ્યવસ્થા, પાર્કીંગ , ...

“આભા”માં પોરબંદરની આભા:આરોગ્ય લાભાર્થીઓના ડેટાને ઓનલાઈન કરવામાં પોરબંદર જિલ્લો અગ્રેસર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, પોરબંદર ટેકનોલોજીને કાર્યક્ષમતા સાથે જોડીને પોરબંદર વહીવટી તંત્રએ ભારત અને ગુજરાત સરકારના વિવિધ પ્રોજેક્ટને સાકાર કરવા કમર કસી છે. વિઝન પોરબંદર ૨૦૪૭માં પણ આરોગ્ય સેવાના ઇન્ડીકેટરને પેપરલેસ સાથે નવા રૂપમાં દર્શાવવામાં આવ્યું છે. પોરબંદરના આરોગ્યતંત્રએ આભા પ્રોજેક્ટમાં રાજ્યમાં અગ્રેસર કામગીરી કરી છે. આભા યોજના ભારત સરકારની હેલ્થ સેવાને ગુણવતાસભર અને સરળ કરવા માટે ફિઝિકલ ડોક્યુમેન્ટેશનમાંથી દર્દીને મુક્ત કરી દર્દીની હિસ્ટ્રીને ઓનલાઈન કરે છે. આ યોજનામાં પોરબંદર જિલ્લો મિશન મોડમાં કામ કરી રહ્યો છે.લાભાર્થીઓનું ડીઝીટલ લોકર જેવું જ પ્લેટફોર્મ બનાવવામાં આવી રહયું છે જે ડીઝીટલ ઇન્ડીયા અને ડીઝીટલ ગુજરાતના આયામોની જેમ જ આરોગ્ય સેવાને સરળ કરે છે. પોરબંદર જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કરમટાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧.૮૫ લાખ જેટલા આયુષ્માન કાર્ડ ઇસ્યૂ કરવામાં આવેલ છે.હવે તેનાથી...

“નલ સે જલ યોજના” થકી રાજકોટ જિલ્લાના ૫૯૯ ગામમાં ૩૭,૦૩૭ નવા નળ કનેકશન સહિત કુલ ૩,૧૦,૯૧૧ ઘરોમાં પહોંચ્યું પીવાનું શુદ્ધ પાણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ જિલ્લામાં ‘‘નલ સે જલ યોજના’’ અન્વયે ૫૯૯ ગામમાં ૩૭,૦૩૭ નવા નળ કનેકશન સહિત કુલ ૩,૧૦,૯૧૧ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા જલ જીવન મિશનનો ઉદેશ્ય દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાના પાણીનો પુરવઠો લાંબા ગાળા સુધી ઉપલબ્ધ કરાવીને નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે, જેના અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના સક્ષમ માર્ગદર્શન હેઠળ “નલ સે જલ યોજના” અંતર્ગત વર્ષ ૨૦૨૪ સુધીમાં દરેક ઘરને નળ મારફતે પાણી પુરૂ પાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. “નલ સે જલ યોજના" થકી રાજકોટનાં ગામડાઓ સમૃદ્ધ થયા છે. રાજકોટ જિલ્લામાં હર ઘર જલની ૧૦૦% કામગીરી માર્ચ – ૨૦૨૨માં જ પુર્ણ થઇ ગઇ હતી. રાજકોટ જીલ્લામાં વિભિન્ન વાસ્મો ય...

રાજકોટ ખાતે યોજાયેલી યોગાસન સ્પર્ધાના ૨૬૦ થી વધુ સ્પર્ધકોમાં ૬૦% થી વધુ મહિલાઓ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ દરેક વ્યક્તિ યોગ કરીને નિરોગી બને, તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજકોટના વિમલ નગર મેઇન રોડ સ્થિત સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોગાસન સ્પર્ધા ૨૦૨૨-૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે સૌરાષ્ટ્ર ઝોનના કો ઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત યોગ અને રમતગમત ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યું છે. રમત-ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના સહકાર અને આયોજન તથા રમત ગમત વિભાગના સચિવ અશ્વિનીકુમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ત્રણ તબક્કામાં યોગાસન સ્પર્ધા ૨૦૨૨-૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં નવ વર્ષથી તમામ વયની વ્યક્તિઓ ભાગ લઈ શકે છે. તેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ત્રણ બોયઝ અને ત્રણ ગર્લ્સ મળીને જિલ્લાની છ વ્યક્તિઓને પ...

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા વ્યાજખોરોના ત્રાસમાંથી સામાન્ય પ્રજાજનોને બચાવવા વ્યાજબી દરે લોન ધીરાણ મળી શકે જે અંગે લોકોમાં જાગૃતી લાવવા નવાગામ ખાતે યોજાયેલ લોન ધીરાણ કેમ્પ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, કાલાવડ           ગુજરાત રાજ્ય સરકારશ્રીના ગૃહ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો વિરૂધ્ધ કડકાઇથી કાર્યવાહી કરવા માટે અને પ્રજામા વ્યાજખોરો વિરૂધ્ધ કાર્યવાહી કરાવવા જાગૃતી લાવવાના હેતુથી અગાઉ જાહેર લોક દરબાર/ લોક સંવાદ નુ આયોજન કરવામા આવેલ. આ લોક સંવાદમાં વ્યાજખોરો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરાવવા જાહેર જનતા તરફથી મારો પ્રતીસાદ સાપડીયો હતો.            જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક જામ. ગ્રામ્ય વિભાગ ડી.પી.વાઘેલા ના માર્ગદર્શન મુજબ વ્યાજખોરોના ત્રાસમાંથી સામાન્ય જનતાને બચાવવા ભગીરથી પ્રયાસના ભાગ રૂપે તા.૦૮/૦૨/૨૦૨૩ ના રોજ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના નવાગામ ખાતે લોકો માટે સામાન્ય પ્રજાજનોને વ્યાજબી દરે લોન ધીરાણ મળી શકે જે અંગે લોકોમાં જાગૃતી લાવવા કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે ના પો.સબ.ઇન્સ એચ.વી.પટેલ ના અધ્યક્ષપણા હ...

ભાવનગર જિલ્લામાં તા. ૯ ફેબ્રુઆરીના એનેમિયા મુકત ભારત અંતર્ગત ટેસ્ટ, ટ્રીટ અને ટોક (T૩) કેમ્પ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા એનેમિયા મુકત ભારત અંતર્ગત તા. ૯ ફેબ્રુઆરીના ટેસ્ટ, ટ્રીટ અને ટોક એમ ટી૩ કેમ્પ ભાવનગર જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ યોજાશે જેમાં મુખ્યત્વે ૧૦ થી ૧૯ વર્ષની કિશોરીઓનું હિમોગ્લોબીન અને બ્લડ ગૃપની તપાસણી કરવામાં આવશે. એનિમિયા એ એવી સ્થિતિ છે જેમાં લાલ રક્ત કોશિકાઓની સંખ્યા (આરબીસી), અને પરિણામે તેમની ઓક્સિજન-વહન ક્ષમતા, શરીરની શારીરિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે અપૂરતી છે. લાલ રક્તકણોનું ઉત્પાદન અથવા લાલ રક્તકણોનું અસ્તિત્વ એનિમિયાનું કારણ બની શકે છે. આયર્નની ઉણપ એનિમિયા બાળકોમાં ક્ષતિગ્રસ્ત જ્ઞાનાત્મક, કામમાં ઘટાડો થાય છે. પુખ્ત વયના લોકોમાં ક્ષમતા બાલ્યાવસ્થામાં અને પ્રારંભિક બાળપણમાં તેની અસર સૌથી ગંભીર હોય છે. સગર્ભાવસ્થામાં આયર્નની ઉણપનો એનિમિયા પેરીનેટલ નુકશાન, અકાળે અને ઓછા જન્મ વજન તરફ દોરી શકે છે (LBW) બાળકો. આયર્...

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા વ્યાજખોરોના ત્રાસમાંથી સામાન્ય પ્રજાજનોને બચાવવા વ્યાજબી દરે લોન/ધીરાણ મળી શકે જે અંગે લોકોમાં જાગૃતી લાવવા નીકાવા ખાતે યોજાયો લોન ધીરાણ કેમ્પ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નીકવા (કાલાવડ) ગુજરાત રાજ્ય સરકારશ્રીના ગૃહ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો વિરૂદ્ધ કડકાઈથી કાર્યવાહી કરવા માટે અને પ્રજામાં વ્યાજખોરો વિરૂધ્ધ કાર્યવાહી કરાવવા જાગૃતી લાવવાના હેતુથી અગાઉ જાહેર લોક દરબારો / લોક સંવાદ નુ આયોજન કરવામાં આવેલ. આ લોક સંવાદમાં વ્યાજખોરો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરાવવા જાહેર જનતા તરફથી સારો પ્રતીસાદ સાપડયો હતો. જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ની સુચના મુજબ વ્યાજખોરોના ત્રાસમાંથી સામાન્ય જનતાને બચાવવા ભગીરથી પ્રયાસના ભાગ રૂપે તા.૦૭/૦૨/૨૦૨૩ ના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ના નીકાવા ખાતે લોકો માટે સામાન્ય પ્રજાજનોને વ્યાજબી દરે લોન / ધીરાણ મળી શકે જે અંગે લોકોમાં જાગૃતી લાવવા નાયબ પોલીસ અધિક્ષક જામ. ગ્રામ્ય વિભાગ ડી.પી.વાઘેલાના અધ્યક્ષપણા હેઠળ કાલાવડ ગામ્ય પો. સ્ટે. નાં પો.સબ.ઇન્સ. એચ.વી.પટેલ તથા યુનીયન બેંક ઓફ ઇન્ડીય...

ભાવનગરમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તા. ૧૧ ફેબ્રુઆરીના રોજ લોક અદાલત યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં આદેશથી ભાવનગર જીલ્લા કાનૂની સેવ સત્તા મંડળ દ્વારા ભાવનગર ખાતે કાર્યરત તમામ અપીલ અદાલતો તથા સીનીયર તથા જુનીયર દિવાની અદાલતોમાં તથા તાલુકા ખાતે કાર્યરત વિવિધ અદાલતોમાં તા. ૧૧/૦૨/૨૩ ના રોજ “રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. આ અદાલતમાં સમાધાનપાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે. તેમજ ટ્રાફીકને લગતા ઈ-મેમોને લગતા કેસો પણ પ્રિ-લિટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે અને જે તે પક્ષકારોની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યા વિના પણ અદાલત યોજાય તે પહેલા પ્રિ-લિટીગેશનથી નિકાલ થઈ શકે તેમ છે. આ લોક અદાલતમાં સમાધાન પાત્ર તમામ દિવાની તથા ફોજદારી કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવશે. આ લોક અદાલતમાં પી.જી.વી.સી.એલ. , નેગોશીએબલ એકટ (ચેક રીટર્ન), બેન્કને લગતા કેસો, મોટર અકસ્મા...

વર્ષ ૨૦૨૨-૨૩ માં ખરીફ/રવિ પાક તુવેર અને ચણાની ટેકાના ભાવે ખરીદી અંગે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ વર્ષ ૨૦૨૨-૨૩ માં ખરીફ/રવિ પાક તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી અંગે ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ ખરીફ/રવિ પાકમાં તુવેર પાક માટે રૂ. ૬૬૦૦/- અને ચણા પાક માટે રૂ.૫૩૩૫/- ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવેલ છે.  જેની ખરીદી આગામી તા.૧૦-૦૩-૨૦૨૩ થી શરૂ કરવામાં આવશે. આ ખરીદી અન્વયે તા.૦૧-૦૨-૨૦૨૩ થી તા.૨૮-૦૨-૨૦૨૩ દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે ખેડૂતોની નોંધણીના ફેડ ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ટેકાના ભાવે ખેતપેદાશનું વેચાણ કરવા માટે ઈચ્છુક ખેડૂતે જરૂરી જમીન ધારકતા માટે ગામ નમુના નંબર ૭ અને ૮-અ, ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ તેમજ પાક વાવણી અંગેના પુરાવા માટે ગામના નંબર ૭-૧૨ અથવા તલાટીનો વાવેતર અંગેનો દાખલો, બેંક ખાતાની વિગતો નોંધણી સમયે પોતાની સાથે લઇ જવાની રહેશે એમ જિલ્લા ખેતીવાડી અધિકારી ગીર સોમનાથની એક યા...